આતંકીઓેએ ફરી વખત સામાન્ય નાગરિકને નિશાન બનાવ્યો, શોંપિયામાં એક વ્યક્તિ પર ગોળીબાર, હાલત ગંભીર
જમ્મુ કાશ્મીરમાં છેલ્લા થોડા સમયથી ટાર્ગેટ કિલિંગ અને સામાન્ય નાગરિકો પર આતંકી હુમલાની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. તેવામાં આજે બુધવારે પણ આતંકીઓએ ફરી એક વખત સામાન્ય નાગરિકને નિશાન બનાવીને હુમલો કર્યો છે. દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં રાત્રે 8:45 વાગ્યે આતંકીઓ દ્વારા એક વ્ય્કતિ પર ગોળીબાર કરવામાં આવ્યો છે. જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયો છે.મલતી માહિતી પ્રમાણે શોપિયાં જિલ્લામ
જમ્મુ કાશ્મીરમાં છેલ્લા થોડા સમયથી ટાર્ગેટ કિલિંગ અને સામાન્ય નાગરિકો પર આતંકી હુમલાની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. તેવામાં આજે બુધવારે પણ આતંકીઓએ ફરી એક વખત સામાન્ય નાગરિકને નિશાન બનાવીને હુમલો કર્યો છે. દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં રાત્રે 8:45 વાગ્યે આતંકીઓ દ્વારા એક વ્ય્કતિ પર ગોળીબાર કરવામાં આવ્યો છે. જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયો છે.
મલતી માહિતી પ્રમાણે શોપિયાં જિલ્લામાં આતંકીઓ દ્વારા કરાયેલા ગોળીબારની અંદર ફારુક અહેમદ શેખ નામનો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. જેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. ઘાયલ વ્યક્તિના પિતાનું નામ ગુલામ નબી શેખ હોવાનું સામે આવ્યું છે. આ અંગે પોલીસે આપેલી માહિતી પ્રમાણે ઘટના બાદથી તે વિસ્તારમાં નાકાબંધી કરી દેવામાં આવી છે. સેના અને પોલીસ દ્વારા આતંકીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
જો કે અત્યાર સુદીમાં કોઇ જાણકારી સામે નથી આવી કે આતંકીઓ દ્વારા શા માટે આ ગોળીબાર કરાયો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે ફારુકને પગમાં ઇજા પહોંચી છે. ઉલ્લેખનીય છે કાશ્મીરમાં છેલ્લા થોડા સમયથી આ પ્રકારના બનાવ વધી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ કુલગામની સરકારી શાળામાં ઘૂસીને આતંકીઓેએ ત્યાંની શિક્ષિકા રજની બાલાની પણ ગોળી મારીને હત્યા કરી હતી. ત્યારબાદ કાશ્મીરી હિંદુઓમાં રોષ જોવા મળ્યો હતો. તેમણે આવી ઘટનાઓથી તેમને સુરક્ષા આપવા પ્રદર્શન પણ કર્યુ હતું.
આજે રજની બાલાના અંતિમ સંસ્કાર થયા
રજની બાલા જમ્મુ-કાશ્મીરના સાંબા જિલ્લાની રહેવાસી હતી. તેમનું પોસ્ટિંગ કુલગામના ગોપાલપોરાની શાળામાં હતું. મે મહિનામાં આતંકવાદીઓ દ્વારા બીજી વખત બિન-મુસ્લિમ સરકારી કર્મચારીની હત્યા કરવામાં આવી હતી. શિક્ષક રજની બાલાનો બુધવારે તેમના સાંબા ગામમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. રજની બાલાના પતિએ કહ્યું છે કે જો પ્રશાસને તેમની ટ્રાન્સફરની માંગણી સ્વીકારી હોત તો આજે તે જીવિત હોત. તેના પતિ રાજકુમારે જણાવ્યું કે કાશ્મીર ઘાટીમાં હિંદુઓની સતત હત્યાઓને જોતા તેણે અને રજની બાલાએ પ્રશાસન પાસે ઘણી વખત માંગ કરી હતી કે બંનેને સુરક્ષિત સ્થાન પર સ્થાનાંતરિત કરવામાં આવે. આ પછી સોમવારે રાત્રે બંનેના ટ્રાન્સફર ઓર્ડર આવ્યા.
Advertisement