શ્રીનગરના લાલ ચોક વિસ્તારમાં આતંકી હુમલો, ગ્રેનેડ વિસ્ફોટમાં એક નાગરિકનું મોત
શ્રીનગરના લાલ ચોક પાસે આતંકી હિમલો થયો છે. જમ્મુ કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં પ્રસિદ્ધ લાલ ચોકના અમીરા કડાલ નિસ્તારમાં આંતકી દ્વારા ગ્રેનેડ વડે હુમલો કરવામાં આવ્યો છે. સુરક્ષા દળોને નિશાન બનાવીને ફેંકવામાં આવેલા આ ગ્રેનેડના કારણે એક નાગરિકનું મોત થયું છે. આ સિવાય એક પોલીસ કર્મી સહિત 20 લોકો ઘાયલ થયાના પ્રાથમિક સમાચાર મળી રહ્યા છે.ગ્રેને હુમલાના કારણે અંધાધૂંધીનો માહોલ સર્જા
11:55 AM Mar 06, 2022 IST
|
Vipul Pandya
શ્રીનગરના લાલ ચોક પાસે આતંકી હિમલો થયો છે. જમ્મુ કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં પ્રસિદ્ધ લાલ ચોકના અમીરા કડાલ નિસ્તારમાં આંતકી દ્વારા ગ્રેનેડ વડે હુમલો કરવામાં આવ્યો છે. સુરક્ષા દળોને નિશાન બનાવીને ફેંકવામાં આવેલા આ ગ્રેનેડના કારણે એક નાગરિકનું મોત થયું છે. આ સિવાય એક પોલીસ કર્મી સહિત 20 લોકો ઘાયલ થયાના પ્રાથમિક સમાચાર મળી રહ્યા છે.
ગ્રેને હુમલાના કારણે અંધાધૂંધીનો માહોલ સર્જાયો હતો. ઘાયલ થયેલા તમામ લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ તમામ લોકોની સ્થિતિ અત્યારે સ્થિર હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતિ મુજબ શ્રીનગરના લાલ ચોક વિસ્તારમાં આતંકી દ્વારા સુરક્ષા દળોને નિશાન બનાવીને ગ્રેનેડ ફેંકવામાં આવી હતી.
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે નિશાન ચુકવાના કારણે ગ્રેનેડે બીજી જગ્યા પર ફૂટ્યો અને એક નાગરિકનું મોત અને 20 લોકો ઘાયલ થયા છે. આ ઘટના બાદ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને મોટા પાયે શોધખોળ ચાલી રહી છે. સમગ્ર વિસ્તારમાં આતંકીઓની શોધખોળ માટે સર્ચ ઓપરેશન શરુ કરવામાં આવ્યું છે.
Next Article