ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાનો ચોંકાવનારો નિર્ણય, જાણો શું થયું
ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા (Sania Mirza)એ નિવૃત્તિ જાહેર કરી છે. સાનિયા મિર્ઝા આવતા મહિને દુબઇમાં યોજાનારી ટેનિસ ચેમ્પિયનશીપમાં રમ્યા બાદ નિવૃત્ત થઇ જશે. સાનિયાના નિર્ણયથી ફેન્સ નિરાશપાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ એક મોટી જાહેરાત કરી છે, જેનાથી તેના ફેન્સ પણ નિરાશ થયા છે. સાનિયાએ તેની પ્રોફેશનલ ટેનિસ કારકિર્દીમા
ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા (Sania Mirza)એ નિવૃત્તિ જાહેર કરી છે. સાનિયા મિર્ઝા આવતા મહિને દુબઇમાં યોજાનારી ટેનિસ ચેમ્પિયનશીપમાં રમ્યા બાદ નિવૃત્ત થઇ જશે.
સાનિયાના નિર્ણયથી ફેન્સ નિરાશ
પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ એક મોટી જાહેરાત કરી છે, જેનાથી તેના ફેન્સ પણ નિરાશ થયા છે. સાનિયાએ તેની પ્રોફેશનલ ટેનિસ કારકિર્દીમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. સાનિયાએ પોતાની ઈજાને લઈને આ નિર્ણય લીધો છે. સાનિયાએ કહ્યું છે કે તે આવતા મહિને દુબઈ ટેનિસ ચેમ્પિયનશિપમાં રમશે.
કારકિર્દીની છેલ્લી ટૂર્નામેન્ટ
આ ચેમ્પિયનશિપ સાનિયાની કારકિર્દીની છેલ્લી ટૂર્નામેન્ટ હશે. આ દુબઈ ટેનિસ ચેમ્પિયનશિપ 19 ફેબ્રુઆરીથી શરૂ થશે. આ WTA 1000 ઇવેન્ટ હશે. ન્યૂઝ એજન્સી અનુસાર, આ ટૂર્નામેન્ટમાં સાનિયા છેલ્લી વખત તેના ફેન્સ સાથે રમતા જોવા મળશે.
સાનિયા મિર્ઝા ઓસ્ટ્રેલિયન ઓપન રમશે
36 વર્ષની સાનિયા મિર્ઝા પણ ડબલ્સમાં વર્લ્ડ નંબર-1 રહી છે. જણાવી દઈએ કે સાનિયાએ ગયા વર્ષે જ જાહેરાત કરી હતી કે તે 2022ના અંતમાં નિવૃત્ત થશે. પરંતુ ઈજાના કારણે તે યુએસ ઓપન રમી શકી નહોતી. આવી સ્થિતિમાં સાનિયા મિર્ઝા આ વર્ષની પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન રમશે. આ પછી તે યુએઈમાં ચેમ્પિયનશિપ રમીને ટેનિસને અલવિદા કહી દેશે.
6 મોટી ચેમ્પિયનશિપમાં ભારત માટે મેડલ જીત્યા
સાનિયા મિર્ઝા, સ્ટાર ટેનિસ ખેલાડી જેણે દરેક ભારતીયને ઘણી વખત ગર્વ અનુભવ્યો છે, તેની કારકિર્દી શાનદાર રહી છે. તેણે 6 મોટી ચેમ્પિયનશિપમાં ભારત માટે મેડલ જીત્યા છે. તેણે 3 વખત ડબલ્સ અને 3 વખત મિક્સ ડબલ્સનો ખિતાબ જીત્યો છે. તેણે સૌપ્રથમ ઓસ્ટ્રેલિયન ઓપન 2009ના મિક્સ્ડ ડબલ્સમાં સફળતા હાંસલ કરી હતી. આ દરમિયાન ભારતીય અનુભવી મહેશ ભૂપતિ તેનો પાર્ટનર હતો. પાકિસ્તાની ક્રિકેટર શોએબ અખ્તર સાથે લગ્ન કર્યા પછી પણ તે ભારત માટે રમવાનું ચાલુ રાખ્યું.
સાનિયા મિર્ઝાને મળેલા પુરસ્કારોભારત માટે ટેનિસમાં તેમના મહત્વપૂર્ણ યોગદાનને કારણે, સાનિયા મિર્ઝાને સરકાર દ્વારા ઘણા પુરસ્કારો પણ આપવામાં આવ્યા હતા. જેની યાદી નીચે છે➤ 2004: અર્જુન એવોર્ડ➤ 2006: પદ્મશ્રી એવોર્ડ➤ 2015: રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર➤ 2016: પદ્મ ભૂષણ પુરસ્કારસાનિયા મિર્ઝાના લગ્નઃસાનિયા મિર્ઝાના અંગત જીવનની વાત કરીએ તો તેણે વર્ષ 2010માં પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યા હતા. તેમના આ લગ્ન ચર્ચામાં રહ્યા હતા. બંનેને એક પુત્ર પણ છે. જેનું નામ ઇઝહાન મિર્ઝા મલાઇકા છે. જો કે છેલ્લા કેટલાક મહિનાઓથી સાનિયા અને શોએબ મલિકના છૂટાછેડાના સમાચાર વાયરલ થઈ રહ્યા છે. પરંતુ આ સમાચાર માત્ર અફવા સાબિત થયા અને આ સમાચાર વાયરલ થયા બાદ બંને ઘણી વખત સાથે જોવા મળ્યા હતા.

આ પણ વાંચો--જીતના મજબુત ઈરાદા સાથે રાજકોટના મેદાનમાં ઉતરશે ટીમ ઈન્ડિયા, 28 હજારથી વધારે દર્શકો નિહાળશે મેચ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement