ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દેશના કેટલાક ભાગોમાં તાપમાનનો પારો 45 ડિગ્રી સેલ્સિયસથી ઉપર, ઓરેન્જ એલર્ટ જાહેર

દેશમાં ગરમીના કારણે લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. દેશના કેટલાક ભાગોમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસથી ઉપર નોંધાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં IMDએ પાંચ રાજ્યો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આજે મીડિયાને માહિતી આપતા, IMD વૈજ્ઞાનિક આરકે જેનામણીએ જણાવ્યું હતું કે, બુધવારે દેશના કેટલાક ભાગોમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસથી ઉપર નોંધાયું હતું. તેમણે કહ્યું, 'આને ધ્યાનમાં રાખીને, અમે રાજસ્થા
02:28 AM Apr 29, 2022 IST | Vipul Pandya
દેશમાં ગરમીના કારણે લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. દેશના કેટલાક ભાગોમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસથી ઉપર નોંધાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં IMDએ પાંચ રાજ્યો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. 
આજે મીડિયાને માહિતી આપતા, IMD વૈજ્ઞાનિક આરકે જેનામણીએ જણાવ્યું હતું કે, બુધવારે દેશના કેટલાક ભાગોમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસથી ઉપર નોંધાયું હતું. તેમણે કહ્યું, "આને ધ્યાનમાં રાખીને, અમે રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને ઓડિશા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે." જેનામણીએ વધુમાં માહિતી આપી હતી કે, મે મહિનાના પ્રથમ સપ્તાહ દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વરસાદની શક્યતાઓ વધી શકે છે. એક એડવાઈઝરીમાં, તેમણે કહ્યું કે વધુ એક પશ્ચિમી વિક્ષેપ 2 મેથી ઉત્તર પશ્ચિમ ભારતને અસર કરે તેવી શક્યતા છે. IMDએ જણાવ્યું હતું કે, "2-4 મે દરમિયાન પશ્ચિમ હિમાલયના પ્રદેશમાં ગાજવીજ સાથે હળવો/મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. જેના કારણે 3 અને 4 મે દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના મેદાનો પર અલગ-અલગ હળવા વરસાદની શક્યતા છે."
ગુજરાતના અમદાવાદમાં આજે લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી અને મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ રહેશે. મધ્યપ્રદેશના ભોપાલમાં આજે લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે, જ્યારે મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. ઉત્તરાખંડના દેહરાદૂનની વાત કરીએ તો આજે લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ રહેશે. વળી, મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી જઇ શકે છે. રાજસ્થાનના જયપુરમાં આજે પણ આકરી ગરમી યથાવત રહેશે. જયપુરનું લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ રહેશે અને મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે.
Tags :
45degreesCelsiusGujaratFirstheatwaveOrangeAlertTemperatures
Next Article