ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

તેલુગુ ટાઇટન્સે પટના પાઇરેટ્સને હરાવીને મેળવી પ્રથમ જીત

તેલુગુ ટાઇટન્સ(Telugu Titans)ને પ્રો કબડ્ડી લીગ(PKL)2022માં તેમની પ્રથમ જીત મળી છે. ટાઇટન્સે પટના (Patna)પાઇરેટ્સને 30-21થી હરાવ્યું. સળંગ પ્રથમ બે મેચ હાર્યા બાદ ટાઇટન્સે પ્રથમ વિજય મેળવ્યો હતો, જ્યારે પટનાની આ સતત બીજી હાર છે. એક મોટો નિર્ણય લેતા ટાઇટન્સે આ મેચમાં પોતાના કેપ્ટન રવિન્દર પહલને ટીમમાંથી હટાવી દીધો હતો અને સુરજીત સિંહને (Surjeet Sinhan)કેપ્ટનશીપ આપવામાં આવી હતી.ટાઇટન્સે મેચની શાનદાર શરૂઆત કરી
05:39 PM Oct 11, 2022 IST | Vipul Pandya
તેલુગુ ટાઇટન્સ(Telugu Titans)ને પ્રો કબડ્ડી લીગ(PKL)2022માં તેમની પ્રથમ જીત મળી છે. ટાઇટન્સે પટના (Patna)પાઇરેટ્સને 30-21થી હરાવ્યું. સળંગ પ્રથમ બે મેચ હાર્યા બાદ ટાઇટન્સે પ્રથમ વિજય મેળવ્યો હતો, જ્યારે પટનાની આ સતત બીજી હાર છે. એક મોટો નિર્ણય લેતા ટાઇટન્સે આ મેચમાં પોતાના કેપ્ટન રવિન્દર પહલને ટીમમાંથી હટાવી દીધો હતો અને સુરજીત સિંહને (Surjeet Sinhan)કેપ્ટનશીપ આપવામાં આવી હતી.
ટાઇટન્સે મેચની શાનદાર શરૂઆત કરી હતી
ટાઇટન્સે મેચની શાનદાર શરૂઆત કરી હતી અને શરૂઆતથી જ તેઓ નિયંત્રણમાં દેખાતા હતા. પટનાએ પણ સાવચેતીપૂર્વક રમી અને ટાઇટન્સને વધુ લીડ લેવાની તક આપી ન હતી. જોકે, 17મી મિનિટે મોનુ ગોયતે પટનાને એક જ રેઇડમાં ઓલઆઉટ કરી ટાઇટન્સને આઠ પોઇન્ટની લીડ અપાવી હતી. ટાઇટન્સે હાફ ટાઇમ સુધી આઠ પોઇન્ટની લીડ જાળવી રાખી હતી. મોનુએ પહેલા હાફમાં શાનદાર પ્રદર્શન કર્યું અને 10 રેઈડમાં આઠ પોઈન્ટ લાવ્યા. સિદ્ધાર્થ દેસાઈ પણ પ્રથમ વખત રંગમાં દેખાયો હતો અને તેણે પણ પ્રથમ હાફમાં છ રેઈડ પોઈન્ટ લીધા હતા. પટના માટે સચિન તંવર અને રોહિત ગુલિયાને ચાર-ચાર રેઈડ પોઈન્ટ મળ્યા હતા.
ટાઇટન્સે ત્રીજા રેઇડ પર રમવાનું નક્કી કર્યું 
બીજો હાફ ઘણો ધીમો હતો જેમાં ટાઇટન્સે ત્રીજા રેઇડ પર રમવાનું નક્કી કર્યું હતું. આ હાફની પ્રથમ 12 મિનિટમાં, બંને ટીમોએ સંયુક્ત રીતે ફક્ત નવ પોઈન્ટ બનાવ્યા હતા. ટાઇટન્સે ક્યારેય બીજા હાફમાં પોઈન્ટ લેવામાં કોઈ રસ દાખવ્યો ન હતો અને તેઓ ફક્ત તેમની લીડ જાળવી રાખવા માંગતા હતા. બીજી તરફ, પટના સતત પ્રયાસો છતાં ટાઇટન્સની નજીક પહોંચી શક્યું ન હતું.
મોનુ ગોયત ટાઇટન્સ માટે સ્ટાર હતો, તેણે નવ રેઇડ અને એક ટેકલ પોઇન્ટ બનાવ્યો હતો. સિદ્ધાર્થ દેસાઈએ પ્રથમ હાફમાં છ પોઈન્ટ લીધા હતા, પરંતુ બીજા હાફમાં તે માત્ર એક પોઈન્ટ લઈ શક્યો હતો.
Tags :
beatPatnafirstwinGujaratFirstPiratesSiddharthDesaiTeluguTitans
Next Article