Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દાઉદ ક્યાં છે એ જણાવો, રોકડા 25 લાખ લઈ જાઓ

ભારતીય રાષ્ટ્રીય તપાસ સુરક્ષા એજન્સી (NIA)એ દાઉદ ઈબ્રાહિમ (Dawood Ibrahim) ની  જાણકારી આપવા  પર  25 લાખ રૂપિયાનું રોકડ ઈનામ જાહેર કર્યું છે. આ સાથે અન્ય લોકો પર પણ અલગ-અલગ ઈનામો જાહેર કરવામાં આવ્યા છે. એનઆઈએના એક અધિકારીએ જણાવ્યું કે દાઉદ ઈબ્રાહિમ અને તેની ડી-કંપની પર ભારતમાં ટેરર ​​ફંડિંગ, નાર્કો ટેરર, ડ્રગ્સની દાણચોરી અને નકલી ચલણનો આરોપ છે. જેમાં  હથિયારો, વિસ્ફોટકો, ડ્રગ્સ અને નકલી ચલણની તસ
દાઉદ ક્યાં છે એ જણાવો  રોકડા  25 લાખ લઈ જાઓ
ભારતીય રાષ્ટ્રીય તપાસ સુરક્ષા એજન્સી (NIA)એ દાઉદ ઈબ્રાહિમ (Dawood Ibrahim) ની  જાણકારી આપવા  પર  25 લાખ રૂપિયાનું રોકડ ઈનામ જાહેર કર્યું છે. આ સાથે અન્ય લોકો પર પણ અલગ-અલગ ઈનામો જાહેર કરવામાં આવ્યા છે. 
એનઆઈએના એક અધિકારીએ જણાવ્યું કે દાઉદ ઈબ્રાહિમ અને તેની ડી-કંપની પર ભારતમાં ટેરર ​​ફંડિંગ, નાર્કો ટેરર, ડ્રગ્સની દાણચોરી અને નકલી ચલણનો આરોપ છે. જેમાં  હથિયારો, વિસ્ફોટકો, ડ્રગ્સ અને નકલી ચલણની તસ્કરી ઉપરાંત, દેશમાં પાકિસ્તાની એજન્સીઓ અને આતંકવાદી સંગઠનો સાથે મળીને આતંકવાદી ગતિવિધીઓને અંજામ આપે છે.
  જોકે આ પહેલા પણ દાઉદની  જાણકારી આપવા પર ઈનામ રાખવામાં આવ્યું હતું. પાકિસ્તાનના કરાચીમાં છુપાયેલો દાઉદ ભારતનો મોસ્ટ વોન્ટેડ અંડરવર્લ્ડ ડોન છે. 1993ના મુંબઈ વિસ્ફોટ સહિત અનેક કેસમાં ભારત દાઉદને શોધી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ 2003માં દાઉદ પર 25 લાખ ડોલરનું ઈનામ જાહેર કરી ચૂકી છે.NIAએ અંડરવર્લ્ડ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમ પર 25 લાખનું ઈનામ જાહેર કર્યું છે. જયારે  છોટા શકીલ પર 20 લાખનું ઈનામ  જાહેર  કરવામાં  આવ્યું છે. આ ઉપરાંત ભારતની મોસ્ટ વોન્ટેડ યાદીમાં લશ્કર-એ-તૈયબાના વડા હાફિઝ સઈદ, જૈશ-એ-મોહમ્મદના વડા મૌલાના મસૂદ અઝહર, હિઝબુલ મુજાહિદ્દીનના સ્થાપક સઈદ સલાહુદ્દીન અને તેના ખાસ અબ્દુલ રઉફ અસગરનો સમાવેશ થાય છે.
Advertisement
Tags :
Advertisement

.