તેલંગાણામાં વધુ એક આગની ઘટના, ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે, રેસક્યૂ ઓપરેશન શરૂ
તેલંગાણાની (Telangana ) જ્યુબિલી હિલ્સ બિલ્ડિંગની સામે આવેલી ઓફિસમાં ભીષણ આગ લાગી છે. આગની જ્વાળાઓ ત્રીજા માળ સુધી પહોંચી ગઈ છે. ફાયર બ્રિગેડની બે ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી કરી રહી છે. કયા કારણોથી આ ઓફિસમાં આગ લાગી છે તે સ્પષ્ટ નથી, પરંતુ ઘટનાસ્થળેથી જે તસવીરો સામે આવી રહી છે તેમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. આગના કારણે આજુબાજુના વિસ્તારમાં અફરàª
તેલંગાણાની (Telangana ) જ્યુબિલી હિલ્સ બિલ્ડિંગની સામે આવેલી ઓફિસમાં ભીષણ આગ લાગી છે. આગની જ્વાળાઓ ત્રીજા માળ સુધી પહોંચી ગઈ છે. ફાયર બ્રિગેડની બે ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી કરી રહી છે. કયા કારણોથી આ ઓફિસમાં આગ લાગી છે તે સ્પષ્ટ નથી, પરંતુ ઘટનાસ્થળેથી જે તસવીરો સામે આવી રહી છે તેમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. આગના કારણે આજુબાજુના વિસ્તારમાં અફરાતફરી મચી છે.
ઘટનાની જાણ તથા જ તંત્ર દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી (Rescue Operaton) શરૂ કરી દેવામાં આવી છે. બિલ્ડીંગમાં કેટલા લોકો ફસાયા છે, ક્યાં ફસાયા છે તેની માહિતી હજુ સુધી મળી નથી. પરંતુ આગને કાબૂમાં લેવાની કામગીરી ચાલી રહી છે. ફાયરની બે ગાડીઓ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે આજે આગની આ બીજી ઘટના છે આ પહેલા જ તેલંગાણાના સિકંદરાબાદમાં મંગળવારે ભીષણ આગ લાગી હતી. હોટલમાં લાગેલી આગમાં આઠ લોકોના મોત થયા હતા.
અગાઉ સિકંદરાબાદના (Secunderabad) રૂબી હોટલની બિલ્ડિંગમાં ઈલેક્ટ્રીક બાઈક ચાર્જ થઈ રહી હતી ત્યારે ભીષણ આગ લાગ્યાની ઘટના બાદ આ બીજી આગની ઘટના છે.
આ પણ વાંચો - સિકંદરાબાદમાં ઇલેકટ્રીક સ્કૂટરના શો રુમમાં આગ
Advertisement