Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રેકોર્ડ પે રેકોર્ડ...Team Modiએ ગુજરાતમાં સર્જ્યા આટલા બધા રેકોર્ડસ..

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)માં આજે જાહેર થયેલા પરિણામોએ દરેકને ચોંકાવી દીધા છે. ભાજપે (BJP) ગુજરાતના ઇતિહાસમાં અને પોતાના પક્ષના ઇતિહાસમાં પ્રચંડ વિજય હાંસલ કરીને અનેક રેકોર્ડ્સ તેોડી નાખ્યા છે. ગુજરાતમાં સૌથી વધુ બેઠકો જીતવાનો લક્ષ્યાંક ભાજપે આજે હાંસલ કરી દીધો છે અને ગુજરાતમાં એક એવો પક્ષ બની ગયો છે જેણે સૌથી વધુ બેઠકો જીતી છે. વડાપ્રધાને રેકોર્ડ તોડવાની વાત કરી હતીગà
રેકોર્ડ પે રેકોર્ડ   team modiએ ગુજરાતમાં સર્જ્યા આટલા બધા રેકોર્ડસ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)માં આજે જાહેર થયેલા પરિણામોએ દરેકને ચોંકાવી દીધા છે. ભાજપે (BJP) ગુજરાતના ઇતિહાસમાં અને પોતાના પક્ષના ઇતિહાસમાં પ્રચંડ વિજય હાંસલ કરીને અનેક રેકોર્ડ્સ તેોડી નાખ્યા છે. ગુજરાતમાં સૌથી વધુ બેઠકો જીતવાનો લક્ષ્યાંક ભાજપે આજે હાંસલ કરી દીધો છે અને ગુજરાતમાં એક એવો પક્ષ બની ગયો છે જેણે સૌથી વધુ બેઠકો જીતી છે. 

વડાપ્રધાને રેકોર્ડ તોડવાની વાત કરી હતી
ગુજરાતની ચૂંટણીઓમાં પ્રચાર કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક જાહેરસભાઓમાં કહ્યું હતું કે આ વખતે તમામ રેકોર્ડ્સ તોડી નાંખવાના છે અને તે વાત આજે સાચી પડી છે. ગુજરાતની જનતાએ ખોબલે ખોબલે મત આપીને નરેન્દ્ર ભૂપેન્દ્રની ડબલ એન્જિન સરકારને ફરી એક વાર જીતાડી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની જોડીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપનાને સાચુ કરી બતાવ્યું છે. 
આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ મુક્ત ગુજરાત બનાવ્યું
આજે જે પરિણામ આવ્યા છે તે જોતાં ગુજરાતમાં આમ આદમી પાર્ટી પોતે તો ઓછી બેઠકો જીતી છે પણ કોંગ્રેસને વધારે નુકશાન કર્યું છે તે સ્પષ્ટપણે જણાઇ આવે છે. આમ આદમી પાર્ટીએ ભાજપના કોંગ્રેસ મુક્ત ગુજરાત અભિયાનમાં જાણે કે આડકતરી રીતે મદદ કરી છે તેવું લાગી રહ્યું છે. આજના પરિણામોએ સાબિત કર્યું કે 2014 પછીની ટીમ મોદી જે લક્ષ્ય ધારે છે તે હાંસલ કરી જ દે છે. 
ગુજરાત વિધાનસભા 2022 જીતીને બીજેપીએ પોતાની પાર્ટીના સાથે દેશના બીજા રાજ્યોના ચૂંટણીના રેકોર્ડ તોડી નાખ્યા છે. આવો જોઇએ.. ટીમ મોદીએ ક્યા રેકોર્ડસ તોડ્યા છે...
કયા રેકોર્ડ તોડ્યા....  
  • સતત સાતમી વખત સરકાર બનવાનો રેકોર્ડ ( પશ્ચિમ બંગાળ ૧૯૭૭ -૨૦૧૦ CPIM )
  • ગુજરાતમાં સૌથી વધુ બેઠક જીતવાનો રેકોર્ડ (૧૪૯ બેઠક માધવસિંહ સોલંકી )
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વખતે પોતાનો જ રેકોર્ડ તોડી નાંખ્યો છે.ભૂપેન્દ્ર પટેલ 191360ની લીડથી વિજેતા બન્યાં છે તેમણે આ વખતે કોંગ્રેસના અમીબેન યાજ્ઞિકને હરાવ્યાં છે. અમીબેનને માત્ર 21120 મત મળ્યાં .
  • અત્યાર સુધીની સૌથી વધુ બેઠકો તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સમયમાં મળી હતી (૨૦૦૨ માં ૧૨૭ બેઠક )
  • ગુજરાત કોંગ્રેસની સૌથી મજબૂત ગણાતી બેઠક જીતવાનો રેકોર્ડ પણ જોવા મળ્યો છે. તેમાં ગુજરાતના આણંદ જિલ્લાની બોરસદ બેઠક પર ભાજપે ૫૫ વર્ષ બાદ જીત મેળવી છે.
  • ખેડા જિલ્લાના મહુધામાં ૪૭ વર્ષ બાદ ભાજપે જીત મેળવી
  • ભાજપે સૌથી વધુ બેઠક લાવવાનો  પોતાનો ૨૦ વર્ષનો અને કોંગ્રેસનો ૩૭ વર્ષનો રેકોર્ડ તોડ્યો
  • ૨૦૧૭ માં મળેલી બેઠક કરતા ૫૦% વધુ બેઠક જીતવાનો રેકોર્ડ  
  • કોંગ્રેસના 4 કાર્યકારી પ્રમુખોને પણ હરાવાનો રેકોર્ડ ભાજપે કર્યો છે
Advertisement
Tags :
Advertisement

.