ટીમ ઈન્ડિયાના કેપ્ટન રમી રહ્યા છે ગલી ક્રિકેટ, Video Viral
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માને દક્ષિણ આફ્રિકા સામે રમાઈ રહેલી T20 આંતરરાષ્ટ્રીય સીરીઝ દરમિયાન આરામ આપવામાં આવ્યો છે. પરંતુ રોહિત ક્રિકેટથી દૂર નથી. ના, તે ડોમેસ્ટિક ક્રિકેટ નથી રમી રહ્યો પરંતુ ઘરઆંગણે ક્રિકેટ રમી રહ્યો છે. રોહિતનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે સ્ટ્રીટ ક્રિકેટ રમી રહ્યો છે. આ વિડીયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, હિટમેન મુંબઈના વર્લી વિસ્તારમà
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માને દક્ષિણ આફ્રિકા સામે રમાઈ રહેલી T20 આંતરરાષ્ટ્રીય સીરીઝ દરમિયાન આરામ આપવામાં આવ્યો છે. પરંતુ રોહિત ક્રિકેટથી દૂર નથી. ના, તે ડોમેસ્ટિક ક્રિકેટ નથી રમી રહ્યો પરંતુ ઘરઆંગણે ક્રિકેટ રમી રહ્યો છે. રોહિતનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે સ્ટ્રીટ ક્રિકેટ રમી રહ્યો છે.
આ વિડીયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, હિટમેન મુંબઈના વર્લી વિસ્તારમાં ક્રિકેટ રમી રહ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 બાદ આરામ લઈ રહ્યો છે. રોહિત શર્માનો વિડીયો શેર કરતા ટ્વિટર યુઝર સંસ્કૃતિ યાદવે લખ્યું કે, રોહિત શર્મા ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા મુંબઈના વર્લીમાં સ્ટ્રીટ ક્રિકેટ રમી રહ્યો છે. શેર કરવામાં આવી ત્યારથી, આ ટૂંકી ક્લિપે ઘણા ક્રિકેટ ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. વિડીયોમાં શર્મા સીધો રોડ પર બોલ મારતો અને ખૂબ હસતો જોવા મળી રહ્યો છે.
ભારતીય ક્રિકેટના વ્યસ્ત શેડ્યૂલ પહેલા જમણા હાથના બેટ્સમેન માટે તે ચોક્કસપણે ખૂબ જ જરૂરી બ્રેક હતો. રોહિત શર્માને વિરાટ કોહલી અને જસપ્રિત બુમરાહની સાથે દક્ષિણ આફ્રિકા સામે ચાલી રહેલી પાંચ મેચની હોમ T20I શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો છે. ત્રણેય ખેલાડીઓને તેમના સંબંધિત IPL અભિયાનો પછી બ્રેક આપવામાં આવ્યો હતો. શર્મા, અન્ય ખેલાડીઓ સાથે, આવતા અઠવાડિયે એક્શનમાં પાછા ફરવા માટે તૈયાર છે કારણ કે ભારતીય ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડ સામેની એકમાત્ર ટેસ્ટ માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
તાજેતરમાં પૂર્ણ થયેલી IPLમાં રોહિતનું બેટિંગ ફોર્મ સારું રહ્યું ન હોતું. રોહિતની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ પણ પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને રહી હતી. રોહિત ટૂંક સમયમાં ભારતીય જર્સીમાં મેદાનમાં પરત ફરશે. તે ઈંગ્લેન્ડ પ્રવાસ પર ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલા વિડીયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તે મુંબઈના વર્લી વિસ્તારનો છે. રોહિત હાલમાં જ પરિવાર સાથે માલદીવમાં રજાઓ માણી રહ્યો હતો. ભારતે આ વર્ષે ખૂબ જ સ્પર્ધાત્મક ક્રિકેટ રમવાનું છે, તેથી રોહિતનો પ્રયાસ જલ્દીથી ફોર્મ મેળવવાનો રહેશે.
Advertisement