Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ટીમ ઈન્ડિયાએ જીત્યો ટોસ, ન્યૂઝીલેન્ડને આપ્યું પ્રથમ બેટિંગનું આમંત્રણ

આજે, ભારત અને ન્યૂઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણીની બીજી મેચ રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં થોડી જ ક્ષણોમાં રમાશે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. બંને ટીમો વચ્ચેની આ મેચ બપોરે 1.30 કલાકે શરૂ થશે. જણાવી દઈએ કે, પ્રથમ વનડે જીતીને ટીમ ઈન્ડિયાએ આ શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. ભારતીય ટીમ બીજી વનડે પણ જીતીનà«
07:49 AM Jan 21, 2023 IST | Vipul Pandya
આજે, ભારત અને ન્યૂઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણીની બીજી મેચ રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં થોડી જ ક્ષણોમાં રમાશે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. બંને ટીમો વચ્ચેની આ મેચ બપોરે 1.30 કલાકે શરૂ થશે. જણાવી દઈએ કે, પ્રથમ વનડે જીતીને ટીમ ઈન્ડિયાએ આ શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. 
ભારતીય ટીમ બીજી વનડે પણ જીતીને શ્રેણી પર કબજો કરવા માંગશે. બીજી તરફ, આ મેચ ન્યૂઝીલેન્ડ માટે કરો યા મરો હશે. યજમાન ટીમની કપ્તાની ટોમ લેથમના હાથમાં છે. બંને ટીમો વચ્ચે જોરદાર મુકાબલો થવાની આશા છે. ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામેની આ શ્રેણી પહેલા છેલ્લી 10માંથી માત્ર એક જ ODI જીતી શકી હતી. આ દરમિયાન ટીમ ઈન્ડિયા 6 મેચમાં હારી છે. જ્યારે ત્રણ મેચ અનિર્ણિત રહી હતી. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા હવે રાયપુર વનડે જીતીને સિરીઝ પર કબજો કરીને ન્યૂઝીલેન્ડ પર પ્રભુત્વ મેળવવા ઈચ્છશે.

ભારત અને ન્યૂઝીલેન્ડમાં કોણ કોના પર છે ભારે
ભારત અને ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમો એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 114 વખત સામસામે આવી ચુકી છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાએ 56 મેચ જીતી છે જ્યારે કીવી ટીમે 50 વનડેમાં ભારતને હરાવ્યું છે. સાત મેચ અનિર્ણિત રહી છે જ્યારે એક મેચ ટાઈ રહી છે. ભારતે ઘરઆંગણે 26માં જીત મેળવી છે જ્યારે ન્યૂઝીલેન્ડે પણ પોતાની ધરતી પર 26 વનડે જીતી છે. ટીમ ઈન્ડિયાએ આ દરમિયાન ઘરની બહાર 14 વનડે જીતી છે. ભારતે તટસ્થ સ્થળોએ 15 વનડે જીતી છે, જ્યારે ન્યૂઝીલેન્ડના ખાતામાં 16 જીત છે.
હવામાન સ્થિતિ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ભારત અને ન્યૂઝીલેન્ડની બીજી ODI (21 જાન્યુઆરી)ના દિવસે બપોર પછી રાયપુરમાં રમાશે જ્યા થોડી ઠંડક રહેશે. દિવસનું તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ રહેવાનો અંદાજ છે. રાત્રિના સમયે તાપમાનમાં ઘટાડો થશે અને તાપમાનનો પારો 19 ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડી જશે. મેચના દિવસે રાયપુરમાં વરસાદની કોઈ શક્યતા નથી. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે બીજી વનડેમાં હવામાન સંબંધિત કોઈ અડચણ નહીં આવી શકે.

ODI મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યારે અને ક્યાં જોઇ શકો છો
તમે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની વિવિધ ચેનલો પર ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની બીજી વનડે જોઈ શકો છો. બીજી તરફ, ડિજિટલ પ્લેટફોર્મ પર, તમે Disney Plus Hotstar પર મેચનું લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકો છો. મેચોની લાઇવ એક્શન IST બપોરે 1.30 PM થી શરૂ થશે, ત્યારબાદ ટોસ અડધો કલાક પહેલા 1 PM પર થશે.

ન્યૂઝીલેન્ડ (પ્લેઇંગ ઇલેવન): 
ફિન એલન, ડેવોન કોનવે, હેનરી નિકોલ્સ, ડેરીલ મિશેલ, ટોમ લેથમ (કેપ્ટન/વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, માઇકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર, હેનરી શિપલી, લોકી ફર્ગ્યુસન, બ્લેર ટિકનર

ભારત (પ્લેઈંગ ઈલેવન): 
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, ઈશાન કિશન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ
આ પણ વાંચો - ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રાયપુરમાં ટક્કર, જાણો ક્યાં, ક્યારે અને કેવી રીતે જોઈ શકાશે મેચ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
BatFirstCricketGujaratFirstNewZealandRohitSharmaSecondODISportsTeamIndiaTeamIndiaChosetoBowlFirstTeamIndiawontheToss
Next Article