Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ટીમ ઈન્ડિયાએ 7મી વખત ટાઈટલ કર્યું પોતાના નામે

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે એશિયા કપ (Asia Cup)ની સતત 8મી આવૃત્તિમાં ફાઈનલ રમતા સાતમું ટાઈટલ જીત્યું છે. હરમનપ્રીત કૌર (Harmanpreet Kaur)ની આગેવાની હેઠળની ટીમે ફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવીને ટાઇટલ જીત્યું છે. ભારતીય ટીમની આ સતત 8મી એશિયા કપ ફાઈનલ હતી. તેમની એકમાત્ર હાર બાંગ્લાદેશ તરફથી છેલ્લી આવૃત્તિમાં થઈ હતી. આ સિવાય ભારતે અત્યાર સુધીની દરેક ફાઈનલ (સાત) જીતી છે. ભારતે 8 વિકેટ જીત મેળવીમહિલા T20
ટીમ ઈન્ડિયાએ 7મી વખત ટાઈટલ કર્યું પોતાના નામે
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે એશિયા કપ (Asia Cup)ની સતત 8મી આવૃત્તિમાં ફાઈનલ રમતા સાતમું ટાઈટલ જીત્યું છે. હરમનપ્રીત કૌર (Harmanpreet Kaur)ની આગેવાની હેઠળની ટીમે ફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવીને ટાઇટલ જીત્યું છે. ભારતીય ટીમની આ સતત 8મી એશિયા કપ ફાઈનલ હતી. તેમની એકમાત્ર હાર બાંગ્લાદેશ તરફથી છેલ્લી આવૃત્તિમાં થઈ હતી. આ સિવાય ભારતે અત્યાર સુધીની દરેક ફાઈનલ (સાત) જીતી છે.
Advertisement

ભારતે 8 વિકેટ જીત મેળવી
મહિલા T20 એશિયા કપ (Women's Asia Cup)ની ફાઈનલ મેચમાં ભારતીય મહિલા ટીમે શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું છે. ભારતે આઠમી વખત એશિયા કપ ટ્રોફી જીતી છે. બાંગ્લાદેશના સિલ્હટમાં રમાયેલી આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં 9 વિકેટે 65 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમે 8.3 ઓવરમાં 2 વિકેટે 71 રન બનાવીને આસાનીથી લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ભારત તરફથી સ્મૃતિ મંધાનાએ 51 રનની શાનદાર અડધી સદીની ઇનિંગ રમી હતી. શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાએ ટીમને ઝડપી શરૂઆત અપાવી હતી. બંને બેટ્સમેનોએ પ્રથમ વિકેટ માટે 32 રન જોડ્યા હતા. લો સ્કોરવાળી આ મેચમાં ભારતીય બોલરોએ શ્રીલંકાના બેટ્સમેનો પર પ્રભુત્વ જમાવ્યું હતું. જ્યારે બોલરોમાં રેણુકા સિંહે 3 જ્યારે ગાયકવાડ અને રાણાએ પણ 2-2 વિકેટ ઝડપી હતી.

શ્રીલંકાના બેટ્સમેનોએ નિરાશ કર્યા  
ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કરતા શ્રીલંકાએ 9 વિકેટના નુકસાને 65 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી ઈનોકા રણવીરાએ સૌથી વધુ 18 રન બનાવ્યા હતા. ઓશાડી રાણાસિંહાએ પણ 13 રનનું યોગદાન આપ્યું હતું. આ બે બેટર સિવાય શ્રીલંકાનો કોઈ બેટર ડબલ ફિગરને પણ સ્પર્શી શકી નહોતી. કેપ્ટન ચમારી અટાપટ્ટુ સહિત ટીમના ટોપ ઓર્ડરના બાકીના બેટર પણ ફ્લોપ રહ્યા હતા.
Advertisement

સ્મૃતિ મંધાનાએ તોફાની ઇનિંગ્સ રમી
ટીમ ઈન્ડિયા શ્રીલંકા વિરુદ્ધ પહેલાથી હાવી જોવા મળી હતી. શ્રીલંકાના 66 રનના નાના સ્કોરનો પીછો કરતા ભારતીય ટીમે પ્રથમ પાંચ ઓવરમાં જ શેફાલી વર્મા અને જેમિમા રોડ્રિગ્સની વિકેટ ગુમાવી દીધી હતી. જે બાદ ટીમની સૌથી અનુભવી ખેલાડી સ્મૃતિ મંધાનાએ ઝડપી ઇનિંગ રમીને ભારતને જીત અપાવી હતી. સ્મૃતિએ 25 બોલમાં અડધી સદી ફટકારી હતી. સ્મૃતિએ પોતાની ઇનિંગમાં 6 ફોર અને 3 સિક્સર પણ ફટકારી હતી.

ભારતીય ટીમ શરૂઆતથી જ શ્રીલંકા પર કબ્જો જમાવ્યો
ભારતે શરૂઆતથી જ મેચ પર કબ્જો જમાવ્યો હતો. ભારતીય ટીમ માટે રેણુકા ઠાકુરે 3 ઓવરમાં 1 મેડન સાથે 5 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. તેના સિવાય રાજેશ્વરી ગાયકવાડ અને સ્નેહા રાણાએ 2-2 વિકેટ લીધી હતી. આ સિવાય ભારતની શાનદાર ફિલ્ડિંગ સામે શ્રીલંકાના બે ખેલાડીઓ શરૂઆતમાં રનઆઉટ થયા હતા.
Advertisement
Tags :
Advertisement

.