Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ટીમ ઈન્ડિયાએ બીજી વનડેમાં મેળવી આસાન જીત, શ્રેણી 2-0 થી કરી નામે

ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ બીજી વનડેમાં શાનદાર જીત મેળવી લીધી છે. આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની શ્રેણીની બીજી ODI આ સ્ટેડિયમમાં રમાઈ હતી, જે અહીં યોજાયેલી પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ પણ હતી. ભારતીય ટીમે આ ઐતિહાસિક અવસર પર રાયપુરને યાદગાર ભેટ આપી છે. આ મેચમાં રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમે ન્યૂઝીલેન્ડને એકતરફી મેચમાં 8 વિકેટે હરાવ્યું છે. આ શાનદાર જીતના આધારે ટીમ ઈન્ડિયા
01:17 PM Jan 21, 2023 IST | Vipul Pandya
ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ બીજી વનડેમાં શાનદાર જીત મેળવી લીધી છે. આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની શ્રેણીની બીજી ODI આ સ્ટેડિયમમાં રમાઈ હતી, જે અહીં યોજાયેલી પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ પણ હતી. ભારતીય ટીમે આ ઐતિહાસિક અવસર પર રાયપુરને યાદગાર ભેટ આપી છે. આ મેચમાં રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમે ન્યૂઝીલેન્ડને એકતરફી મેચમાં 8 વિકેટે હરાવ્યું છે. આ શાનદાર જીતના આધારે ટીમ ઈન્ડિયાએ આ શ્રેણીમાં પણ 2-1ની અજેય સરસાઈ મેળવી લીધી છે. 
ટીમ ઈન્ડિયાએ માત્ર 20.1 ઓવરમાં 8 વિકેટે મેચ જીતી
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચની ODI શ્રેણીની બીજી મેચ શનિવારે રાયપુરમાં રમાઈ જેમા ભારતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને ન્યૂઝીલેન્ડની ટીમને 108 રનમાં ઓલઆઉટ કરી દીધી. લક્ષ્યનો પીછો કરતા ટીમ ઈન્ડિયાએ માત્ર 20.1 ઓવરમાં 8 વિકેટે મેચ જીતી લીધી છે. આ મેચમાં કેપ્ટન રોહિત શર્માએ પોતાનું ફોર્મ પાછું મેળવી લેતા 50 બોલમાં 7 ચોક્કા અને 2 છક્કા સાથે 51 રન જ્યારે શુભમન ગિલે 53 બોલમાં 40 રન બનાવ્યા છે. જોકે વિરાટ કોહલીનું બેટ આ મેચમાં શાંત રહ્યું હતું. તે 9 બોલમાં માત્ર 11 રન બનાવીને આઉટ થયો હતો. ઈશાન કિશને 9 બોલમાં 8 રનનું યોગદાન આપ્યું હતું.

ભારતની ઘરઆંગણે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ આ સતત સાતમી શ્રેણી જીત
રાયપુરમાં આ શાનદાર જીત ન્યૂઝીલેન્ડ સામે ભારતના અજેય રથને સાતમા સ્ટેશને પણ લઈ ગઈ. ODI ફોર્મેટમાં ઘરઆંગણે ન્યૂઝીલેન્ડ સામે ભારતીય ટીમની આ સતત સાતમી શ્રેણી જીત છે. ભારતે 1988-89માં પ્રથમ વખત ન્યૂઝીલેન્ડની વનડે શ્રેણીની યજમાની કરી હતી, જે તેણે 4-0થી જીતી હતી. આ પછી 1995-96માં 3-2, 1999માં 3-2, 2010માં 5-0, 2016માં 3-2 અને 2017-18માં 2-1થી જીત મેળવી હતી. વર્તમાન શ્રેણીમાં ભારતે બે મેચ બાદ 2-0થી લીડ મેળવીને શ્રેણી જીતી લીધી છે.

શુભમન ગિલે વિનિંગ ફોર ફટકારી હતી
શુભમન ગિલે 21મી ઓવરના પહેલા બોલ પર ચોક્કો ફટકારીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. હવે ત્રીજી અને છેલ્લી મેચ માત્ર ઔપચારિકતા છે. છેલ્લી મેચ હોલકર ક્રિકેટ સ્ટેડિયમ, ઇન્દોરમાં રમાશે. ન્યૂઝીલેન્ડ તરફથી આજે સૌથી વધુ 36 રન ગ્લેન ફિલિપ્સે બનાવ્યા હતા. સેન્ટનર સાથે મળીને, તેણે તેની ટીમના સ્કોરને 100 થી આગળ લઈ ગયો, પરંતુ તે તેની ઇનિંગ્સને વધારવામાં નિષ્ફળ ગયો. સૂર્યકુમાર યાદવે વોશિંગ્ટન સુંદરના બોલ પર તેનો શાનદાર કેચ લીધો હતો. આ પહેલા હાર્દિક પંડ્યાએ સેન્ટનરને બોલ્ડ કર્યો હતો.
આ પણ વાંચો - ટોસ જીત્યા સમયે રોહિત ભૂલ્યો શું લેવાનો છે નિર્ણય? 15 સેકન્ડ બાદ કહ્યું ફિલ્ડીંગ, સોશિયલ મીડિયામાં થયો ટ્રોલ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
BCCICricketGujaratFirstIndiawonmatchINDvsNZRohitSharmaSportsTeamIndiaToss
Next Article