Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આજે શાખ બચાવવા મેદાને ઉતરશે ટીમ ઈન્ડિયા, ફેન્સને જોવા મળી શકે છે હાઈ-વોલ્ટેજ મેચ

અફઘાનિસ્તાન સામે પાકિસ્તાનની ધમાકેદાર જીત બાદ ભારતીય ટીમ (Indian Team) એશિયા કપમાંથી સંપૂર્ણપણે બહાર થઈ ગઈ છે. જોકે, ટીમ સુપર-4માં આજે છેલ્લી મેચ અફઘાનિસ્તાન સામે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમશે. છેલ્લી બે મેચોમાં નજીકની હાર બાદ, રોહિત એન્ડ કંપની આજે સન્માન બચાવવા માટે મેદાન પર જીતની આશા રાખશે.બન્ને વચ્ચે હાઈ-વોલ્ટેજ મેચ જોવા મળશેએશિયા કપ 2022ના સુપર 4 તબક્કાની અંતિમ મેચમાં ભારતનો સામનો
આજે શાખ બચાવવા મેદાને ઉતરશે ટીમ ઈન્ડિયા  ફેન્સને જોવા મળી શકે છે હાઈ વોલ્ટેજ મેચ
Advertisement
અફઘાનિસ્તાન સામે પાકિસ્તાનની ધમાકેદાર જીત બાદ ભારતીય ટીમ (Indian Team) એશિયા કપમાંથી સંપૂર્ણપણે બહાર થઈ ગઈ છે. જોકે, ટીમ સુપર-4માં આજે છેલ્લી મેચ અફઘાનિસ્તાન સામે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમશે. છેલ્લી બે મેચોમાં નજીકની હાર બાદ, રોહિત એન્ડ કંપની આજે સન્માન બચાવવા માટે મેદાન પર જીતની આશા રાખશે.
બન્ને વચ્ચે હાઈ-વોલ્ટેજ મેચ જોવા મળશે
એશિયા કપ 2022ના સુપર 4 તબક્કાની અંતિમ મેચમાં ભારતનો સામનો અફઘાનિસ્તાન સામે થશે. જ્યારે ભારત ગ્રુપ Aની બંને મેચો જીતીને આ રાઉન્ડમાં પહોંચ્યું હતું, તો અફઘાનિસ્તાને પણ પોતાની ગ્રુપ Bની બંને મેચો જીતીને અહીં પહોંચ્યું છે. શાન સાથે સુપર 4માં પહોંચેલી ભારતીય ટીમ આ રાઉન્ડમાં જીત માટે ઉત્સુક હતી. તેઓ પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે 5 વિકેટે હારી ગયા હતા અને બીજી મેચમાં શ્રીલંકા સામે 6 વિકેટે પરાજય થયો હતો. એટલે કે આ મેચ એશિયા કપના આ રાઉન્ડમાં ભારત માટે પ્રથમ જીત મેળવવાની છેલ્લી તક છે. દેખીતી રીતે, આગામી મેચમાં, ટીમ ઇન્ડિયા જીત નોંધાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે, જે તેને હાઈ-વોલ્ટેજ મેચ બનાવી શકે છે. 
કાર્તિક કે પંત?
અનુભવી વિકેટ કીપર બેટ્સમેન દિનેશ કાર્તિક ઋષભ પંતને પડતો મૂકીને અફઘાનિસ્તાન સામેની પ્લેઈંગ-11માં જોવા મળી શકે છે. કાર્તિક પાકિસ્તાન અને હોંગકોંગ સામેની મેચમાં રમ્યો હતો, પરંતુ બંને વખત તેને બેટિંગ કરવાની તક મળી ન હતી. વળી, પંતે ટીમ મેનેજમેન્ટ અને ચાહકોને નિરાશ કરીને 2 ઇનિંગ્સમાં 15.50ની શરમજનક એવરેજથી કુલ 31 રન બનાવ્યા છે. 
અક્ષર કે યુઝવેન્દ્ર?
અન્ય એક ફેરફારમાં અક્ષર પટેલને યુઝવેન્દ્ર ચહલને આરામ આપીને પ્લેઈંગ ઈલેવનનો ભાગ બનાવવામાં આવી શકે છે. શ્રીલંકા સામેની મેચને બાદ કરતા ચહલે ટૂર્નામેન્ટમાં પોતાના પ્રદર્શનથી નિરાશ કર્યા હતા. અનુભવી સ્પિનરે 4 મેચમાં કુલ 4 વિકેટ ઝડપી હતી. આ કિસ્સામાં, અક્ષર તેની જગ્યાએ મેદાને ઉતારી શકાય છે. અક્ષર આવવાથી ટીમને ડાબોડી ખેલાડી પણ મળશે અને નીચલા ક્રમમાં બેટિંગ પણ મજબૂત બનશે.
કોનું પડલું રહેશે ભારે?
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે T20 ઈન્ટરનેશનલમાં અત્યાર સુધી ત્રણ મેચ રમાઈ છે અને ત્રણેય વખત ભારત જીત્યું છે. ભારતે છેલ્લી વખત ગયા વર્ષે T20 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનને હરાવ્યું હતું. અફઘાનિસ્તાન છેલ્લી મેચમાં પાકિસ્તાન સામે ખૂબ સંઘર્ષ કર્યા બાદ હારી ગયું હતું. આ મેચમાં નાના સ્કોર હોવા છતાં અફઘાન બોલરોએ મેચને રોમાંચક બનાવી દીધી હતી. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં 80 T20 મેચ રમાઈ છે, જેમાંથી 37 મેચ પ્રથમ બેટિંગ કરીને અને 43 બોલિંગ ટીમે જીતી છે. ભારતની ટીમને આ મેદાન પર સાત મેચમાંથી ત્રણમાં જીત અને ચારમાં હારનો સામનો કરવો પડ્યો છે. અફઘાનિસ્તાને આ મેદાન પર 10 મેચ રમી છે, જેમાંથી તેણે સાતમાં જીત અને ત્રણમાં હારનો સામનો કરવો પડ્યો છે.
Tags :
Advertisement

.

×