Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ન્યૂઝીલેન્ડ વનડે પહેલા ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, આ ખેલાડી શ્રેણીથી બહાર

શ્રીલંકા વિરુદ્ધ શાનદાર પ્રદર્શન બાદ ટીમ ઈન્ડિયા (Team India) આવતીકાલે એટલે કે બુધવારથી ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વનડે (ODI) શ્રેણીની શરૂઆત કરશે. જેને લઇને ટીમ ઈન્ડિયાની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયા માટે હવે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ટીમનો દિગ્ગજ ખેલાડી વનડે શ્રેણીમાંથી બહાર થઇ ગયો છે. આ ખેલાડી શ્રેયસ અય્યર છે. મિડલ ઓર્ડરમાં અય્યરને ટીમનો મહત્વનું આધારસ્તંભ માà
ન્યૂઝીલેન્ડ વનડે પહેલા ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો  આ ખેલાડી શ્રેણીથી બહાર
શ્રીલંકા વિરુદ્ધ શાનદાર પ્રદર્શન બાદ ટીમ ઈન્ડિયા (Team India) આવતીકાલે એટલે કે બુધવારથી ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વનડે (ODI) શ્રેણીની શરૂઆત કરશે. જેને લઇને ટીમ ઈન્ડિયાની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયા માટે હવે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ટીમનો દિગ્ગજ ખેલાડી વનડે શ્રેણીમાંથી બહાર થઇ ગયો છે. આ ખેલાડી શ્રેયસ અય્યર છે. 
મિડલ ઓર્ડરમાં અય્યરને ટીમનો મહત્વનું આધારસ્તંભ માનવામાં આવે છે 
મહત્વનું છે કે, શ્રીલંકા સામે રમાયેલી વનડે શ્રેણીમાં ક્લીન સ્વીપ કર્યા બાદ ભારતીય ટીમ હવે ન્યૂઝીલેન્ડની યજમાની કરવા માટે તૈયાર છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ODI અને T20 સીરીઝ રમાવાની છે. શ્રેણીની પ્રથમ મેચ 18 જાન્યુઆરી 2023ના રોજ રમાશે. આ સીરીઝમાં રોહિત શર્મા વનડેમાં ભારતીય ટીમની કપ્તાની કરી રહ્યો છે જ્યારે ન્યૂઝીલેન્ડની કેપ્ટનશીપ ટોમ લાથમ કરી રહ્યો છે. આ સીરીઝની શરૂઆત પહેલા જ ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. શ્રેયસ અય્યર શ્રીલંકા વિરુદ્ધની વનડે શ્રેણીમાં રમતા જોવા મળ્યો હતો. મિડલ ઓર્ડરમાં અય્યરને ભારતીય ટીમનો મહત્વનો આધારસ્તંભ માનવામાં આવી રહ્યો છે પરંતુ હવે તે ટીમની બહાર થઇ ગયો છે. તેની જગ્યાએ કોણ રમશે તેના નામની પણ જાહેરાત કરવામાં આવી છે. 
Advertisement

BCCI એ માહિતી આપી
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પોતાની વેબસાઈટ પર અય્યરને લઇને આ મોટી જાણકારી આપી છે. તે જણાવે છે કે શ્રેયસ અય્યર પીઠની ઈજાને કારણે ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. વધુ મૂલ્યાંકન અને સંચાલન માટે તે નેશનલ ક્રિકેટ એકેડમીમાં રહેશે. ઓલ ઈન્ડિયા સિનિયર સિલેક્શન કમિટીએ ઐયરની જગ્યાએ ભારતીય ટીમના ખેલાડી રજત પાટીદારનો સમાવેશ કર્યો છે.
આ કારણે શ્રેયસ અય્યર આઉટ થયો હતો
ભારતીય ટીમના સ્ટાર ખેલાડી અને 2022માં ODIમાં સૌથી વધુ રન બનાવનાર શ્રેયસ અય્યર પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો જેના કારણે તે બહાર થઈ ગયો છે. જો કે, તેની ઈજા કેટલી હદે થઈ છે તે હજુ સુધી બહાર આવ્યું નથી. તેના સ્થાને IPL અને ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરનાર રજત પાટીદારનો સમાવેશ કરવામાં આવ્યો છે.
શ્રેયસ અય્યરના સ્થાને રજત પાટીદારની પસંદગી
BCCIની અખિલ ભારતીય પસંદગી સમિતિએ શ્રેયસ અય્યરના સ્થાને રજત પાટીદારને જાહેર કર્યો છે. ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની વનડે ટીમ હવે આ રીતે છે. રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઈશાન કિશન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએસ ભરત, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), રજત પાટીદાર, વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ, શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક.
શ્રેયસ ગયા વર્ષે શાનદાર ફોર્મમાં હતો
શ્રેયસ અય્યર માટે છેલ્લું વર્ષ એટલે કે 2022 શાનદાર રહ્યું હતું. તે ભારતીય ટીમ માટે ODI ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો. તેણે 17 મેચમાં 724 રન બનાવ્યા હતા. પરંતુ આ નવા વર્ષની 2023ની શરૂઆત તેના માટે સારી રહી નથી. અય્યરે આ વર્ષે ત્રણ મેચ રમી છે. શ્રેયસે શ્રીલંકા સામેની વનડે શ્રેણીની ત્રણેય મેચોમાં 28, 28 અને 38 રન બનાવ્યા હતા. જ્યારે વર્ષ 2022ના અંતમાં શ્રેયસ અય્યરે બે ટેસ્ટ મેચ રમી હતી. તેમાં બે ફિફ્ટી લગાવી હતી. એટલે કે શ્રેયસ ય્યર 2022ની જેમ આ વર્ષે પણ પોતાની આગ દેખાડી શક્યો નથી. હવે ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીમાંથી પણ તે બહાર કરી દેવામાં આવ્યો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Advertisement

.