Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ટીમ ઈન્ડિયાની તોફાની બેટિંગ બાદ ઘાતક બોલિંગ, બાર્બાડોસને 100 રને હરાવ્યું

કોમનવેલ્થ ગેમ્સનો છઠ્ઠો દિવસ પણ ભારત માટે ખાસ રહ્યો હતો. ભારતીય ક્રિકેટ ટીમ કોમનવેલ્થ ગેમ્સની મહિલા T20 ટૂર્નામેન્ટની સેમી ફાઇનલમાં પહોંચી ગઈ છે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ કરો યા મરો મેચમાં બાર્બાડોસને 100 રનથી હરાવ્યું હતું. બુધવારે રમાયેલી આ મહત્વની ગ્રુપ A મેચમાં ભારતીય ટીમે શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું હતું અને બાર્બાડોસ સામે એકતરફી જીત મેળવી હતી. મેચનà«
03:43 AM Aug 04, 2022 IST | Vipul Pandya
કોમનવેલ્થ ગેમ્સનો છઠ્ઠો દિવસ પણ ભારત માટે ખાસ રહ્યો હતો. ભારતીય ક્રિકેટ ટીમ કોમનવેલ્થ ગેમ્સની મહિલા T20 ટૂર્નામેન્ટની સેમી ફાઇનલમાં પહોંચી ગઈ છે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ કરો યા મરો મેચમાં બાર્બાડોસને 100 રનથી હરાવ્યું હતું. બુધવારે રમાયેલી આ મહત્વની ગ્રુપ A મેચમાં ભારતીય ટીમે શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું હતું અને બાર્બાડોસ સામે એકતરફી જીત મેળવી હતી. 
મેચની શરૂઆતમાં બાર્બાડોસના કેપ્ટન હેલી મેથ્યુઝે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમની શરૂઆત સારી રહી ન હતી. વિમેન ઇન બ્લુની વાઈસ-કેપ્ટન અને ઓપનર સ્મૃતિ મંધાના માત્ર પાંચ રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. મહત્વનું છે કે, છેલ્લી મેચમાં મંધાનાએ શાનદાર અડધી સદી ફટકારીને ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પ્રથમ વિકેટ વહેલી પડી ગયા બાદ ભારતને મોટી ભાગીદારીની જરૂર હતી. ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલી યુવા બેટર શેફાલી વર્મા અને જેમિમાહ રોડ્રિગ્સે બીજી વિકેટ માટે 46 બોલમાં 71 રનની ભાગીદારી નોંધાવી હતી. 

બંને બેટર સારી લયમાં હોય તેવું લાગી રહ્યું હતું, શેફાલી તેની અડધી સદીની ખૂબ જ નજીક પહોંચી ગઈ હતી પરંતુ બંને બેટ્સમેન વચ્ચે તાલમેલના અભાવને કારણે જમણા હાથની યુવા ખેલાડી શેફાલી રનઆઉટ થઈને પેવેલિયન પરત ફરી હતી. આઉટ થતા પહેલા ભારતીય ઓપનરે 26 બોલમાં સાત ચોક્કા અને એક છક્કાની મદદથી 43 રન બનાવ્યા હતા. આ પછી, જેમિમા સાથે ઇનિંગ્સને આગળ ધપાવવાની જવાબદારી ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરના ખભા પર આવી ગઈ. પરંતુ બાર્બાડોસના બોલર શકેરા સેલમેને ખાતુ ખોલાવ્યા વગર હરમનપ્રીતને પેવેલિયનનો રસ્તો બતાવી દીધો હતો. ભારતીય કેપ્ટનના આઉટ થયા બાદ જેમિમાહને સપોર્ટ કરવા આવેલી વિકેટ કીપર બેટ્સમેન તાનિયા ભાટિયા (6) વધુ સમય ટકી શકી ન હતી અને તે પણ આઉટ થયા બાદ ડગ આઉટમાં પરત ફરી હતી.
આ દરમિયાન જેમિમાએ ભારતીય ઇનિંગને આગળ ધપાવવાનું ચાલુ રાખ્યું હતું. તાનિયાના આઉટ થયા પછી, જેમિમાએ સ્પિન ઓલરાઉન્ડર દિપ્તી શર્મા સાથે ભારતીય ઇનિંગનું નેતૃત્વ કર્યું અને બંને બેટરોએ પાંચમી વિકેટ માટે 43 બોલમાં અણનમ 70 રન બનાવ્યા. આ બંને બેટરની જોડીના દમ પર ટીમ ઈન્ડિયાએ બાર્બાડોસને 163 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતના 163 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી બાર્બાડોસની ટીમ રેણુકા સિંહની ઘાતક બોલિંગ સામે ટકી શકી ન હતી. તેના ટોચના ચાર ખેલાડીઓ 19 રનમાં જ પેવેલિયન પરત ફર્યા હતા. રેણુકાએ પહેલા પાવરપ્લેમાં જ ચાર ખેલાડીઓને પેવેલિયનનો રસ્તો બતાવીને વિરોધી ટીમની કમર તોડી નાખી હતી. 

આ પછી, બાકીના બોલરોએ પણ યોગ્ય કામ કર્યું. બાર્બાડોસની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 62 રન જ બનાવી શકી હતી. રેણુકાએ 4 ઓવરમાં 10 રન આપીને 4 વિકેટ લીધી હતી. તેણે ટૂર્નામેન્ટમાં બીજી વખત એક ઇનિંગમાં ચાર વિકેટ લીધી હતી. આ પહેલા ઓસ્ટ્રેલિયા સામે પણ તેણે ચાર ખેલાડીઓને આઉટ કર્યા હતા. રેણુકા ઉપરાંત મેઘના સિંહ, હરમનપ્રીત, રાધા યાદવ અને સ્નેહ રાણાએ એક-એક વિકેટ લીધી હતી. ભારતે પોતાના 162ના સ્કોરનો સફળતાપૂર્વક બચાવ કર્યો અને બાર્બાડોસની ટીમને 62ના સ્કોર સુધી મર્યાદિત કરી. આ સાથે ટીમ ઈન્ડિયા ત્રણ મેચમાં બે જીત સાથે પોતાના ગ્રુપમાં બીજા સ્થાને પહોંચી ગઇ છે.
આ પણ વાંચો - પાકિસ્તાને એશિયા કપ માટે જાહેર કરી ટીમ, આ ખેલાડીઓને બતાવવામાં આવ્યો બહારનો રસ્તો
 
Tags :
CricketCWG2022GujaratFirstIndianWomenCricketTeamINDvsBARSportsTeamIndia
Next Article