ટીમ ઈન્ડિયાની સૌથી સુંદર ખેલાડીએ ICC T20I રેકિંગમાં ટોપ-5માં મેળવી જગ્યા
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા મંગળવારે મહિલા T20 આંતરરાષ્ટ્રીય બેટરની રેન્કિંગ જાહેર કરવામાં આવી છે. ઓસ્ટ્રેલિયન સુકાની મેગ લેનિંગ તાજેતરની રેન્કિંગમાં પ્રથમ સ્થાન પર છે. તેણે લાંબા સમયથી ટોચના સ્થાને રહેલી દેશબંધુ બેથ મૂનીને પાછળ છોડીને આ સ્થાન હાંસલ કર્યું છે. વળી બીજી તરફ ભારતની સૌથી સુંદર ક્રિકેટર સ્મૃતિ મંધાના અને શફાલી વર્મા પણ આ યાદીમાં ટોપ-5માં સામેલ છે. મહ
Advertisement

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા મંગળવારે મહિલા T20 આંતરરાષ્ટ્રીય બેટરની રેન્કિંગ જાહેર કરવામાં આવી છે. ઓસ્ટ્રેલિયન સુકાની મેગ લેનિંગ તાજેતરની રેન્કિંગમાં પ્રથમ સ્થાન પર છે. તેણે લાંબા સમયથી ટોચના સ્થાને રહેલી દેશબંધુ બેથ મૂનીને પાછળ છોડીને આ સ્થાન હાંસલ કર્યું છે. વળી બીજી તરફ ભારતની સૌથી સુંદર ક્રિકેટર સ્મૃતિ મંધાના અને શફાલી વર્મા પણ આ યાદીમાં ટોપ-5માં સામેલ છે.
મહિલા T20 આંતરરાષ્ટ્રીય બેટરની રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયન સુકાની મેગ લેનિંગને 731 પોઈન્ટ્સ મળ્યા છે. જ્યારે બેથ મૂનીને 728 પોઈન્ટ સાથે બીજા નંબરનું સ્થાન મળ્યું છે. વળી ત્રીજા નંબરે ઓસ્ટ્રેલિયાની જ ખેલાડી શોફિ ડેવિન છે. જેને 694 પોઈન્ટ્સ મળ્યા છે. વળી આ સાથે જ ટોપ-10માં બે સ્થાન ભારતીય બેટ્સમેનોના કબજામાં છે. જેમા ચોથા નંબરે તોફાની બેટર સ્મૃતિ મંધાના અને પાંચમા નંબરે શફાલી વર્મા છે. આ બંને ભારતીય ખેલાડીઓનું સ્થાન ટોપ-5માં યથાવત રહ્યું છે. ન્યૂઝીલેન્ડની શોફિ ડેવિન આ યાદીમાં ત્રીજા સ્થાને છે. જ્યારે શ્રીલંકાની ચમારી અટાપટ્ટુ છઠ્ઠા, ઓસ્ટ્રેલિયાની એલિસા હેલી 7માં અને ન્યૂઝીલેન્ડની સૂચી બેટ્સ 8માં ક્રમે છે.
Advertisement
ICCએ મંગળવારે મહિલા રેન્કિંગનો નવીનતમ સેટ જાહેર કર્યો છે. લેનિંગે પાકિસ્તાન અને આયર્લેન્ડ સામેની તેની શાનદાર ત્રિકોણીય શ્રેણીના દમ પર T20I યાદીમાં ટોચ પર સ્થાન મેળવ્યું છે. જોકે, આયર્લેન્ડમાં કેટલાક ખરાબ હવામાને મોટાભાગની શ્રેણીને અસર કરી હતી. લેનિંગે બે ઇનિંગ્સમાં 113 રન સાથે પોતાના દેશ માટે સૌથી વધુ રન બનાવનાર તરીકે શ્રેણી પૂરી કરી હતી. તેણે બ્રેડીમાં આયર્લેન્ડ સામે માત્ર 49 બોલમાં 74 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
આ ટોપ-10 લિસ્ટમાં ઈંગ્લેન્ડની નતાલી શિવરને મોટો ઝટકો લાગ્યો છે. તે સ્પષ્ટપણે ટોપ-10માંથી બહાર થઈ ગઈ છે. તે હવે 9માં સ્થાનેથી 10માં સ્થાને આવી ગઈ છે. બીજી તરફ વેસ્ટ ઈન્ડિઝની સ્ટેફની ટેલરને એક સ્થાનનો ફાયદો થયો છે અને તે હવે 9માં નંબર પર આવી ગઈ છે. ઈંગ્લેન્ડના ડેનિયલ વોટ, વેસ્ટ ઈન્ડિઝના ડિઆન્ડ્રા ડોટિન અને ઓસ્ટ્રેલિયાના તાહલિયા મેકગ્રાને એક-એક સ્થાનનો ફાયદો થયો છે. ત્રણેય ક્રમશઃ 11માં, 12માં અને 13માં ક્રમે છે.
આ પણ વાંચો - નીરજ ચોપરાને લઇને આવ્યા સૌથી મોટા સમાચાર, કોમનવેલ્થ ગેમ્સ 2022માં નહીં લે ભાગ, જાણો કારણ
Advertisement