થાઈલેન્ડને 74 રને હરાવી એશિયા કપની ફાઈનલમાં પહોંચી ટીમ ઈન્ડિયા
ભારતીય ક્રિકેટ ટીમ (Team India) મહિલા એશિયા કપ 2022 (Asia Cup 2022)ની ફાઇનલમાં પહોંચી ગઈ છે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ પ્રથમ સેમીફાઈનલમાં થાઈલેન્ડને 74 રનના વિશાળ અંતરથી હરાવ્યું છે. ભારતના 148 રનના જવાબમાં થાઈલેન્ડની ટીમ 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 74 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી દીપ્તિ શર્માએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. જ્યારે આ પહેલા શેફાલી વર્માએ 42 રન બનાવ્યા હતા.ફાઈનલમાં પહોંàª
Advertisement
ભારતીય ક્રિકેટ ટીમ (Team India) મહિલા એશિયા કપ 2022 (Asia Cup 2022)ની ફાઇનલમાં પહોંચી ગઈ છે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ પ્રથમ સેમીફાઈનલમાં થાઈલેન્ડને 74 રનના વિશાળ અંતરથી હરાવ્યું છે. ભારતના 148 રનના જવાબમાં થાઈલેન્ડની ટીમ 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 74 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી દીપ્તિ શર્માએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. જ્યારે આ પહેલા શેફાલી વર્માએ 42 રન બનાવ્યા હતા.
ફાઈનલમાં પહોંચી ટીમ ઈન્ડિયા
મહિલા એશિયા કપ 2022ની પ્રથમ સેમીફાઈનલ મેચમાં ભારતે થાઈલેન્ડને હરાવ્યું છે. ટોસ હાર્યા બાદ ટીમ ઈન્ડિયાને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ મળ્યું હતું. ભારતે 20 ઓવરમાં 6 વિકેટે 148 રન બનાવ્યા હતા જેના જવાબમાં થાઈલેન્ડની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 74 રન જ બનાવી શકી હતી. બીજી સેમિફાઇનલ મેચ પાકિસ્તાનની મહિલા ટીમ અને શ્રીલંકાની મહિલા ટીમ વચ્ચે રમાવાની છે. આ મેચની વિજેતા ટીમ ભારત સામે ફાઈનલ રમશે.
શેફાલી વર્માએ રમી શાનદાર ઈનિંગ્સ
ઓપનર શેફાલી વર્માએ 42 રનની ઝડપી ઇનિંગ રમી હતી. શેફાલીએ પોતાની ઈનિંગમાં 28 બોલનો સામનો કર્યો અને 5 ચોક્કા અને એક છક્કો ફટકાર્યો હતો. જેમિમા રોડ્રિગ્સે 27 રન બનાવ્યા હતા. મંધાના 14 બોલમાં 13 રન બનાવીને ફેનિતા માયાના હાથે આઉટ થઈ ગઈ હતી. કેપ્ટન હરમનપ્રીત કૌરે 30 બોલમાં 36 રન બનાવ્યા હતા.
એશિયા કપમાં અત્યાર સુધી શાનદાર રહ્યું છે ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન
મહિલા એશિયા કપમાં ભારતીય ટીમના પ્રદર્શનની વાત કરીએ તો ટીમે અત્યાર સુધીમાં છ મેચ રમી છે અને પાંચમાં જીત મેળવી છે. ભારતે શ્રીલંકા, મલેશિયા, યુએઈ, બાંગ્લાદેશ અને થાઈલેન્ડને હરાવ્યું છે. ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને રહીને સેમિફાઈનલમાં પહોંચી હતી જ્યારે થાઈલેન્ડે લીગ રાઉન્ડમાં પાકિસ્તાન, યુએઈ અને મલેશિયાને હરાવ્યું હતું. આ પ્રથમ વખત છે જ્યારે થાઈલેન્ડની ટીમ ક્રિકેટમાં કોઈ બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટની સેમિફાઈનલમાં પહોંચી છે.
Advertisement