Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ટીમ ઈન્ડિયા વર્લ્ડ ચેમ્પિયન બનવાથી એક ડગલું દૂર, ન્યૂઝીલેન્ડને હરાવીને ફાઇનલમાં બનાવી જગ્યા

ઈતિહાસમાં પ્રથમ વાર અંડર 19 મહિલાઓનો ટી-20 વર્લ્ડ કપ યોજાઈ રહ્યો છે. સાઉથ આફ્રીકાની ધરતી પર રમાઈ રહેલા આ વર્લ્ડ કપમાં ધમાકેદાર પ્રદર્શન કરીને ભારતીય અંડર 19 મહિલા ટીમ સેમિ ફાઈનલમાં પહોંચી હતી. આજે વર્લ્ડ કપની પ્રથમ સેમિ ફાઈનલ મેચ ભારત અને ન્યુઝીલેન્ડની અંડર 19 મહિલા ટીમ વચ્ચે રમાઈ હતી. પ્રથમ સેમિ ફાઈનલ મેચમાં જ ન્યુઝીલેન્ડ સામે વિજય મેળવીને ભારતીય ટીમ ફાઈનલમાં પહોંચી છે. આ મેચમાં ટોસ
11:10 AM Jan 27, 2023 IST | Vipul Pandya

ઈતિહાસમાં પ્રથમ વાર અંડર 19 મહિલાઓનો ટી-20 વર્લ્ડ કપ યોજાઈ રહ્યો છે. સાઉથ આફ્રીકાની ધરતી પર રમાઈ રહેલા આ વર્લ્ડ કપમાં ધમાકેદાર પ્રદર્શન કરીને ભારતીય અંડર 19 મહિલા ટીમ સેમિ ફાઈનલમાં પહોંચી હતી. આજે વર્લ્ડ કપની પ્રથમ સેમિ ફાઈનલ મેચ ભારત અને ન્યુઝીલેન્ડની અંડર 19 મહિલા ટીમ વચ્ચે રમાઈ હતી. પ્રથમ સેમિ ફાઈનલ મેચમાં જ ન્યુઝીલેન્ડ સામે વિજય મેળવીને ભારતીય ટીમ ફાઈનલમાં પહોંચી છે.

આ મેચમાં ટોસ જીતીને ભારતે બેટિંગ પસંદ કરી હતી. એક પછી એક વિકેટ લઈને ભારતીય ટીમે મેચમાં પહેલાથી જ મેચમાં પોતાનો દબદબો બનાવી રાખ્યો હતો. પાર્શવી ચોપરા સહિતની મહિલા બોરર્સે વિકેટો લઈને ન્યુઝીલેન્ડ ટીમના હાલ બેહાલ કરી નાંખ્યા હતા. પરિણામે ન્યુઝીલેન્ડની ટીમ 20 ઓવરમાં 107 રન બનાવી શકી હતી. તેના જવાબમાં ભારતીય ટીમે 14.2 ઓવરમાં 2 વિકેટના નુકશાન સાથે 110 રન બનાવ્યા હતા.

ન્યુઝીલેન્ડ સામેની આ સેમિ ફાઈનલ મેચમાં પાર્શવી ચોપરાએ ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 20 રન આપીને 3 મહત્વપૂર્ણ વિકેટ લીધી હતી. તેના આ શાનદાર પ્રદર્શનને કારણે ભારતીય ટીમ ઈતિહાસમાં પ્રથમવાર રમાઈ રહેલી અંડર 19 મહિલા ટી-20 વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની છે.

આ પ્રથમ સેમિ ફાઈલન બાદ આજે બીજી સેમિ ફાઈનલ મેચ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની અંડર 19 મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે રમાશે. આ સેમિ ફાઈનલમાં જીતનાર ટીમ 29 જાન્યુઆરીના રોજ ભારત સામે ટક્કરાશે. ભારત પાસે આ ફાઈનલ મેચમાં જીતીને ઈતિહાસ રચાવાની તક છે.

અંડર 19 મહિલા ટી-20 વર્લ્ડ કપ

આઈસીસી અંડર 19 મહિલા વર્લ્ડ કપની 41 મેચ સાઉથ આફ્રીકાના બેનોની અને પોચેફસ્ટ્રમના 4 ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. 16 ટીમ વચ્ચેનો આ પ્રથમ આઈસીસી અંડર 19 મહિલા વર્લ્ડ કપ વર્ષ 2021માં શરુ થવાનો હતો પણ કોરોના માહામારીને કારણે આ વર્ષે આ વર્લ્ડ કપ યોજાઈ રહ્યો છે.

આ વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ભારત, આયરલેન્ડ, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, સાઉથ આફ્રીકા, શ્રીલંકા, વેસ્ટઈન્ડીઝ અને જિમ્બાબ્વે જેવા પૂર્ણ સદસ્ય દેશોની ટીમ સહિત આઈસીસીના પાંચ ક્ષેત્રો યુએઈ, રવાંડા, અમેરિકા, સ્કોર્ટલેન્ડ અને ઈન્ડોનેશિયાની ટીમ રમી રહી છે.

આપણ  વાંચો- એવું શું થયું કે સાનિયા મિર્ઝા ધ્રુસકે ધ્રુસકે રડી પડી? જુઓ આ ઈમોશનલ Video

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.



Tags :
CricketNewsGujaratFirstIndiavsNewZealandTeamIndiaTeamnewzealandU19WomensT20WorldCup
Next Article