RRR ની મદદથી ટીમ ઇન્ડિયા મજબૂત સ્થિતિમાં
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નાગપુરમાં બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પહેલી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આજે આ ટેસ્ટનો ત્રીજો દિવસ છે. ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરી હતી. માત્ર 177 રનમાં ઓસ્ટ્રેલિયાની પૂરી ટીમ ઓલ આઉટ થઈ ગઈ હતી. ટીમ ઇન્ડિયા ના બોલર જાડેજા અને અશ્વિન ને અનુક્રમે પાંચ અને 3 વિકેટ લઈને ઓસ્ટ્રેલિયાની કમર તોડી હતી.177 રન ના જવાબમાં ટીમ ઇન્ડિયા ની બેટિંગ શાનદાર રહી. ઓપનિંગમાં આવ
05:59 AM Feb 11, 2023 IST
|
Vipul Pandya
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નાગપુરમાં બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પહેલી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આજે આ ટેસ્ટનો ત્રીજો દિવસ છે. ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરી હતી. માત્ર 177 રનમાં ઓસ્ટ્રેલિયાની પૂરી ટીમ ઓલ આઉટ થઈ ગઈ હતી. ટીમ ઇન્ડિયા ના બોલર જાડેજા અને અશ્વિન ને અનુક્રમે પાંચ અને 3 વિકેટ લઈને ઓસ્ટ્રેલિયાની કમર તોડી હતી.
177 રન ના જવાબમાં ટીમ ઇન્ડિયા ની બેટિંગ શાનદાર રહી. ઓપનિંગમાં આવેલા રોહિત શર્માએ શાનદાર પ્રદર્શન કરતા 120 રન બનાવ્યા. જોકે કે રાહુલ કોઈ ખાસ કમાલ કરી શક્યો નહીં અને માત્ર 20 રનના સ્કોર પર પેવેલીયન પરત ફર્યો હતો.
RRR એ ઓસ્ટ્રેલિયા ને બેક ફૂટ ઉપર ધકેલી
રવિન્દ્ર જાડેજાએ કર્યું ઓલરાઉન્ડ પ્રદર્શન
ટીમ ઇન્ડિયામાં ઇજા બાદ વાપસી કરી રહેલા રવિન્દ્ર જાડેજાએ ઓલ રાઉન્ડ પ્રદર્શન કર્યું હતું. જાડેજા એ પ્રથમ બોલિંગમાં ઓસ્ટ્રેલિયાની પાંચ વિકેટ લઈને પોતાની ધમાકેદાર વાપસી નું એલાન કર્યું. જાડેજાએ તેની બોલિંગમાં 22 ઓવર માં આઠ મેડલ ઓવર ફેંકી હતી. તેણી આ 22 ઓવરમાં માત્ર 47 રન આપ્યા હતા.
રવિ ચંદ્રન અશ્વિને લીધી ત્રણ વિકેટ
લાંબા સમય બાદ ટીમ ઇન્ડિયામાં વાપસી કરી રહેલા રવિશ્ચંદ્ર અશ્વિની પણ શાનદાર બોલિંગ પ્રદર્શન કર્યું હતું. અશ્વિને તેની 15.5 ઓવરમાં બે ઓવર મેડમ સાથે 42 રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયન બેટ્સમેન જાણે બેટિંગ કરવાનું જ ભૂલી ગયા હોય તેવો નજારો અશ્વિનની બોલિંગમાં જોવા મળ્યો હતો.
રોહિત શર્માની શાનદાર સદી
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતાં 177 રન બનાવ્યા, જેના જવાબમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ઓપનિંગ કરતા સદી ફટકારી હતી. એક એવી બીજ કે જ્યાં ઓસ્ટ્રેલિયન દિગ્ગજ બેટ્સમેનોને રમવામાં તકલીફ પડી રહી હતી, ત્યાં રોહિત શર્માએ શાનદાર પ્રદર્શન કરતા 120 રન બનાવ્યા હતા. શર્માએ 212 બોલમાં 15 ચોખા અને બે છક્કા ની મદદથી 120 રન બનાવ્યા હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article