Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ટીમ ઈન્ડિયા ત્રીજા દિવસના અંતે મજબૂત સ્થિતિમાં, 257 રનની મેળવી લીડ

ઈંગ્લેન્ડ વિરુદ્ધ એકમાત્ર ટેસ્ટ મેચમાં ભારતે પોતાની પકડ મજબૂત કરી દીધી છે. ટીમ ઈન્ડિયાએ પાંચમી ટેસ્ટ મેચના ત્રીજા દિવસની રમતના અંતે 3 વિકેટ ગુમાવીને 125 રન બનાવી દીધા હતા. આ દરમિયાન ચેતેશ્વર પુજારાએ શાનદાર ફિફ્ટી ફટકારી ફોર્મમાં પરત ફરવાના સંકેત આપ્યા છે. વળી પુજારોનો સાથ પ્રથમ ઇનિંગમાં શાનદાર પ્રદર્શન કરનાર રિષભ પંત આપી રહ્યા છે, જેણે 30 રન બનાવી લીધા છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ ઇનિંગ
ટીમ ઈન્ડિયા ત્રીજા દિવસના અંતે મજબૂત સ્થિતિમાં  257 રનની મેળવી લીડ
ઈંગ્લેન્ડ વિરુદ્ધ એકમાત્ર ટેસ્ટ મેચમાં ભારતે પોતાની પકડ મજબૂત કરી દીધી છે. ટીમ ઈન્ડિયાએ પાંચમી ટેસ્ટ મેચના ત્રીજા દિવસની રમતના અંતે 3 વિકેટ ગુમાવીને 125 રન બનાવી દીધા હતા. આ દરમિયાન ચેતેશ્વર પુજારાએ શાનદાર ફિફ્ટી ફટકારી ફોર્મમાં પરત ફરવાના સંકેત આપ્યા છે. વળી પુજારોનો સાથ પ્રથમ ઇનિંગમાં શાનદાર પ્રદર્શન કરનાર રિષભ પંત આપી રહ્યા છે, જેણે 30 રન બનાવી લીધા છે. 
ટીમ ઈન્ડિયાએ પ્રથમ ઇનિંગમાં મળેલી 132 રનની લીડ સાથે રમવાની શરૂઆત કરી હતી. મેચના ત્રીજા દિવસના અંત સુધીમાં ટીમ ઈન્ડિયાએ 257 રનની લીડ મેળવી લીધી  છે. એમ કહી શકાય કે, ભારતે ઈંગ્લેન્ડ પર અમુક હદ સુધી પોતાની પકડ મજબૂત કરી લીધી છે. બીજા સત્રના અંતે ભારતે ચાના સમયે 1 વિકેટે 37 રન બનાવી લીધા હતા. ત્યારપછી પુજારા 17 અને વિહારી 10 રન બનાવીને ક્રિઝ પર સ્થિર થયા હતા. પ્રથમ ઇનિંગના 132 રન સહિત આ સમય સુધીમાં ભારતની કુલ લીડ 169 રન પર પહોંચી ગઈ હતી.
Advertisement

છેલ્લા સેશનમાં ભારતે વિહારી અને વિરાટ કોહલીની વિકેટ ગુમાવી હતી. અને આ કારણે ઈનિંગ્સ ડગમગી ગઈ, પરંતુ પુજારા અને પંતે અહીંથી ટીમ ઈન્ડિયાને કોઈ ફટકો પડવા દીધો નહીં અને બંને દિવસના અંત સુધી અણનમ પાછા આવ્યા હતા. આ પહેલા બીજા દિવસે ઈંગ્લેન્ડે જ્યારે 5 રમવાનું શરૂ કર્યું ત્યારે તેને ફોલોઓનનો ખતરો હતો, પરંતુ જોની બેયરસ્ટો (106)ની સદી અને બીજા દિવસની સરખામણીમાં ભારતીય પેસરોની નબળી બોલિંગને કારણે ત્યાં કોઈ ફોલો-ઓન થયું નહીં.
ઈંગ્લેન્ડ તરફથી બેન સ્ટોક્સ (25) અને સેમ બિલિંગ્સ (36) એ પણ નીચા ક્રમે ઉપયોગી યોગદાન આપ્યું હતું. આ સાથે ઈંગ્લેન્ડની પ્રથમ ઇનિંગ 284 રન પર સમાપ્ત થઇ હતી. મોહમ્મદ સિરાજે સૌથી વધુ ચાર, બુમરાહે ત્રણ, શમીએ બે અને શાર્દુલ ઠાકુરે એક વિકેટ લીધી હતી. સાથે જ વરસાદના કારણે લંચની 40 મિનિટની રમત સહિત લગભગ 1 કલાક 16 મિનિટ સુધી મેચ રમાઈ શકી ન હતી. વરસાદના કારણે મેચ રોકાઈ ત્યારે ઈંગ્લેન્ડે 6 વિકેટે 200 રન બનાવ્યા હતા. 
Tags :
Advertisement

.