ટીમ ઈન્ડિયાને મળ્યો નવો ઓલરાઉન્ડર, અક્ષરની ધમાકેદાર બેટિંગ જોઇ શ્રીલંકાના બોલરોને ઠંડીમાં પરસેવો છૂટી ગયો
ગુરુવારે પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (Maharashtra Cricket Association Stadium) સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે રોમાંચક મેચ રમાઈ હતી. જેમા ટીમ ઈન્ડિયાને 16 રને પરાજયનો સ્વાદ ચાંખવો પડ્યો હતો. જોકે, આ મેચમાં અક્ષર પટેલ અને સુર્યકુમાર યાદવના ફાઈટ આપતા તાબડતોડ બેટિંગના કારણે દર્શકો પણ ખુશ થયા હતા. ખાસ કરીને અક્ષર પટેલે મેદાનમાં આવતાની સાથે જ તાબડતોડ બેટિંગની શરૂઆત કરી દીધી હતી. ભલે આ મેચમાં ટીમ
01:05 PM Jan 06, 2023 IST
|
Vipul Pandya
ગુરુવારે પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (Maharashtra Cricket Association Stadium) સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે રોમાંચક મેચ રમાઈ હતી. જેમા ટીમ ઈન્ડિયાને 16 રને પરાજયનો સ્વાદ ચાંખવો પડ્યો હતો. જોકે, આ મેચમાં અક્ષર પટેલ અને સુર્યકુમાર યાદવના ફાઈટ આપતા તાબડતોડ બેટિંગના કારણે દર્શકો પણ ખુશ થયા હતા. ખાસ કરીને અક્ષર પટેલે મેદાનમાં આવતાની સાથે જ તાબડતોડ બેટિંગની શરૂઆત કરી દીધી હતી. ભલે આ મેચમાં ટીમ ઈન્ડિયાને હાર મળી હોય પરંતુ ભારતીય બેટ્સમેન (અક્ષર પટેલ અને સુર્યકુમાર યાદવ) એ દર્શકોનું દીલ જીતી લીધું હતું.
અક્ષર અને સુર્યાનો મેદાનમાં જોવા મળ્યો જાદુ
ટીમ ઈન્ડિયાની શ્રીલંકા સામેની ફાઈટના સુપર હીરો અક્ષર પટેલ અને સૂર્યકુમાર યાદવ રહ્યા હતા. જેમણે અંત સુધી હાર ન માની ટાર્ગેટને ચેઝ કરતા ટીમને એક એવા સન્માન જનક સ્કોર સુધી પહોંચાડ્યો કે જ્યાથી ટીમ ભલે હારી પણ આ હાર જીત બરાબર જેવી લાગી હતી. સુર્યા અને પટેલે જાણે કોઈ મૃત વ્યક્તિમાં જીવ આવ્યો હોય તેમ આ મેચને જીવંત કરી બતાવી હતી. 207 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની અડધી ટીમ 9.1 ઓવરમાં માત્ર 57 રનમાં પેવેલિયન પરત ફરી ગઈ હતી. આ પછી, આગામી 40 બોલ પર અક્ષર અને સુર્યાએ એવો ધમાકો કર્યો કે શ્રીલંકાના બોલરોને ઠંડીમાં પરસેવો છૂટી ગયો હતો. ખાસ કરીને અક્ષર પટેલની વાત કરીએ તો તેણે મેદાનમાં આવતાની સાથે જ તાબડતોડ બેટિંગ શરૂ કરી દીધી હતી. ટીમ ઈન્ડિયાના યુવા ઓલરાઉન્ડર અક્ષર પટેલે મેદાન પર આવતાની સાથે જ શ્રીલંકાના બોલરોના વધેલા જુસ્સાને પરાસ્ત કરી દીધો હતો. અક્ષર પટેલે માત્ર 20 બોલમાં અડધી સદી ફટકારી હતી.
અક્ષર પટેલે પ્રથમવાર ફટકારી અડધી સદી
ગુરુવારે ટીમ ઈન્ડિયા તરફથી અક્ષર પટેલે જે બેટિંગ કરી તે જોઇને ટીમની હાર દેખાઇ રહેલી મેચમાં અચાનક દર્શકોને જીતની એક આશા જીવંત દેખાઇ હતી. અક્ષર પટેલે 31 બોલમાં 65 રનની ઇનિંગ રમી જેમાં ત્રણ ચોક્કા અને 6 છક્કા સામેલ હતા. તેણે સુર્યકુમાર યાદવ સાથે છઠ્ઠી વિકેટ માટે 40 બોલમાં 91 રનની ભાગીદારી કરી, જેણે 36 બોલમાં 51 રન બનાવ્યા. અક્ષરે આ ઇનિંગમાં માત્ર 20 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. આ તેની T20 કારકિર્દીની પ્રથમ અડધી સદી હતી, જ્યારે T20 ઈન્ટરનેશનલના ઈતિહાસમાં ભારત માટે તે પ્રથમ વખત હતું કે જ્યારે 7મા નંબર પર બેટ્સમેને અડધી સદી ફટકારી હોય. આ પહેલા ભારત આ સ્થાન પર T20 ઈન્ટરનેશનલમાં એક વખત પણ ફિફ્ટી ફટકારી શક્યું ન હતું.
T20I માં નંબર 7 પર ભારત માટે શ્રેષ્ઠ સ્કોર
અક્ષર પટેલ - 65
રવિન્દ્ર જાડેજા - 44 અણનમ
દિનેશ કાર્તિક - 41 અણનમ
એમએસ ધોની - 38
અક્ષરની ધમાકેદાર બેટિંગે તોડ્યો ધોની અને જડ્ડુનો આ રેકોર્ડ
T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદીની વાત કરીએ તો તે યુવરાજ સિંહે વર્ષ 2007 માં બનાવી હતી. ઈંગ્લેન્ડ સામે 2007 વર્લ્ડકપમાં યુવરાજે ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડની બોલિંગમાં 6 બોલમાં 6 છક્કા ફટકાર્યા હતા. યુવરાજે આ મેચમાં અડધી સદી માત્ર 12 બોલમાં બનાવી હતી. બીજી તરફ જો અક્ષર પટેલની વાત કરીએ તો તેણે શ્રીલંકા સામેની ગુરુવારે રમાયેલી મેચમાં એક શાનદાર રેકોર્ડ પોતાના નામે કર્યો છે. મહત્વનું છે કે, આઉટ થતા પહેલા અક્ષર પટેલે 31 બોલમાં 3 ચોક્કા અને 6 છક્કાની મદદથી 65 રનની તોફાની ઇનિંગ રમી હતી. T20માં સાતમાં નંબર પર બેટિંગ કરતા અક્ષરની આ ઇનિંગ ભારત માટે સૌથી મોટી ઇનિંગ છે. આ પહેલા આ રેકોર્ડ અનુભવી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના નામે હતો, જેણે અણનમ 44 રન બનાવ્યા હતા. વિકેટ કીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે સાતમાં નંબર પર બેટિંગ કરતા અણનમ 41 રન બનાવ્યા હતા. આ મામલામાં 38 રન બનાવનાર પૂર્વ કેપ્ટન એમએસ ધોની ચોથા નંબર પર છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article