તોફાની બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને આપ્યો 235 રનનો ટાર્ગેટ, ચોક્કા-છક્કાનો જોવા મળ્યો વરસાદ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રીજી અને છેલ્લી T20 મેચ રમાઈ રહી છે. આ એક નિર્ણાયક મેચ છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા આ મેચ કોઈપણ ભોગે જીતવા ઈચ્છી રહી છે. જણાવી દઇએ કે, પહેલા બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 235 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટોસ જીતી પહેલા બેટિંગ કરીને આપ્યો મોટો ટાર્àª
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રીજી અને છેલ્લી T20 મેચ રમાઈ રહી છે. આ એક નિર્ણાયક મેચ છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા આ મેચ કોઈપણ ભોગે જીતવા ઈચ્છી રહી છે. જણાવી દઇએ કે, પહેલા બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 235 રનનો ટાર્ગેટ આપ્યો છે.
ટોસ જીતી પહેલા બેટિંગ કરીને આપ્યો મોટો ટાર્ગેટ
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાને પ્રથમ ઝટકો જલ્દી જ લાગ્યો હતો. ટીમને ઈશાન કિસનના રૂપમાં પહેલો ઝટકો લાગ્યો હતો. ઈસાન એકવાર ફરી મેચમાં કઇ ખાસ કરી શક્યો નહી અને 1 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. બીજી તરફ શુભમન ગિલે શાનદાર બેટિંગ કરી ટીમ ઈન્ડિયેને 234 રન સુધી પહોંચાડી હતી. તેણે તેની ઈનિંગ દરમિયાન 63 બોલમાં 12 ચોક્કા અને 7 છક્કાની મદદથી 124 રન બનાવ્યા છે. રાહુલ ત્રિપાઠીએ 22 બોલમાં 44 રનની ઇનિંગ રમી હતી. તે સિવાય સૂર્યકુમાર યાદવે 13 બોલમાં 24 રનની ઇનિંગ રમી હતી. જ્યારે હાર્દિક પંડ્યાએ 17 બોલમાં 30 રન બનાવ્યા હતા.
Advertisement
ગિલની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય સદી
શુભમન ગિલે એક છેડે રહીને ઝડપી બેટિંગ કરી હતી. સૂર્યકુમાર યાદવ તેને સપોર્ટ કરવા આવ્યો હતો પરંતુ તે 13 બોલમાં 24 રન બનાવીને ટિકનરનો શિકાર બન્યો હતો. ગિલે 35 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. આ પછી, તેણે વધુ ઝડપથી રમવાનું શરૂ કર્યું અને તેની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય સદી 54 બોલમાં ફટકારી. ટીમ ઈન્ડિયાનો સ્કોર પણ 200ને પાર કરી ગયો છે. પંડ્યાએ 17 બોલમાં 30 રન બનાવ્યા હતા. ગિલ તેની સદી પછી મેદાનમાં બની રહ્યો અને 63 બોલમાં અણનમ 126 રન બનાવીને પાછો ફર્યો. તેણે 12 ચોક્કા અને 7 છક્કા ફટકાર્યા હતા. આ રીતે ટીમ ઈન્ડિયાએ 4 વિકેટે 234 રન બનાવ્યા હતા.
હોમ સિરીઝમાં રહ્યું છે ભારતનું શાનદાર પ્રદર્શન
ભારત અત્યાર સુધી છેલ્લી 24 હોમ સિરીઝમાં હાર્યું નથી. હાર્દિક આ લય જાળવી રાખવા માંગશે. ભારત તેના ટોચના બેટ્સમેનો પાસેથી વધુ સારા પ્રદર્શનની અપેક્ષા રાખશે. આ સાથે જ તે બોલિંગમાં પણ બે મેચમાં દર્શાવેલા પ્રદર્શનનું પુનરાવર્તન કરવાનો પ્રયાસ કરશે.
ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન
શુભમન ગિલ, ઈશાન કિશન (wk), રાહુલ ત્રિપાઠી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (c), દીપક હુડા, વોશિંગ્ટન સુંદર, શિવમ માવી, કુલદીપ યાદવ, ઉમરાન મલિક અને અર્શદીપ સિંહ
ન્યૂઝીલેન્ડની પ્લેઈંગ ઈલેવન
ફિન એલન, ડેવોન કોનવે (wk), માર્ક ચેપમેન, ગ્લેન ફિલિપ્સ, ડેરીલ મિશેલ, માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર (c), ઈશ સોઢી, બેન લિસ્ટર, લોકી ફર્ગ્યુસન અને બ્લેર ટિકનર
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.