Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને આપ્યો 278 રનનો વિશાળ લક્ષ્ય

ન્યૂઝીલેન્ડમાં ચાલી રહેલા ICC મહિલા વિશ્વ કપ 2022માં ભારત અને ઓસ્ટ્રેલિયા (IND-W vs AUS-W) વચ્ચેની મેચમાં, ભારતે પ્રથમ ઇનિંગમાં 277 રન બનાવ્યા અને ઓસ્ટ્રેલિયાને 50 ઓવરમાં 278 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ભારત માટે આ ઇનિંગ્સની સૌથી સારી વાત એ હતી કે લાંબા સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહેલી કેપ્ટન મિતાલી રાજ ફોર્મમાં પરત ફરી અને ટીમ માટે સૌથી વધુ 68 રન બનાવ્યા.ભારતીય ટીમે શનિવારે (19 માર્ચ) ઓકલેન્ડના ઈડન પાર્કà
04:27 AM Mar 19, 2022 IST | Vipul Pandya
ન્યૂઝીલેન્ડમાં ચાલી રહેલા ICC મહિલા વિશ્વ કપ 2022માં ભારત અને ઓસ્ટ્રેલિયા (IND-W vs AUS-W) વચ્ચેની મેચમાં, ભારતે પ્રથમ ઇનિંગમાં 277 રન બનાવ્યા અને ઓસ્ટ્રેલિયાને 50 ઓવરમાં 278 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ભારત માટે આ ઇનિંગ્સની સૌથી સારી વાત એ હતી કે લાંબા સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહેલી કેપ્ટન મિતાલી રાજ ફોર્મમાં પરત ફરી અને ટીમ માટે સૌથી વધુ 68 રન બનાવ્યા.
ભારતીય ટીમે શનિવારે (19 માર્ચ) ઓકલેન્ડના ઈડન પાર્કમાં રમાઈ રહેલા ICC મહિલા વિશ્વ કપ 2022માં જીતવા માટે ઓસ્ટ્રેલિયાને 278 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ટોસ હાર્યા બાદ બેટિંગ કરવાનું પસંદ કરતી ભારતીય ટીમની શરૂઆત સારી રહી ન હતી અને 28 રનના કુલ સ્કોર પર સ્મૃતિ મંધાના અને શેફાલી વર્મા આઉટ થઈને પેવેલિયન પરત ફર્યા હતા. ખરાબ શરૂઆત બાદ યાસ્તિકા ભાટિયા (59) અને મિતાલી રાજ (68)એ ત્રીજી વિકેટ માટે 130 રનની ભાગીદારી કરી અને મેચમાં ભારતની પકડ મજબૂત કરી. આ પછી, ત્રીજી વિકેટ માટે 130 રનની ભાગીદારી બાદ યાસ્તિકા ભાટિયા ટીમના સ્કોર 158 રન પર આઉટ થઈ ગઇ હતી. ડાર્સી બ્રાઉને તેની વિકેટ લીધી હતી. ભાટિયાના આઉટ થયા બાદ મિતાલી રાજ ટીમના 186 રન પર આઉટ થઈ ગઈ હતી. રિચા ઘોષ આ મેચમાં ખાસ કંઈ કરી શકી ન હતી અને માત્ર 8 રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી. આ મેચમાં સ્નેહ રાણા ખાતું પણ ખોલાવી શકી ન હતી.

 

આ મેચમાં યસ્તિકા ભાટિયાએ 59 રન બનાવ્યા હતા. આ તેની ODI કારકિર્દીની બીજી અડધી સદી અને વર્લ્ડ કપની પ્રથમ અડધી સદી છે. મિતાલી રાજે પણ 68 રનની ઇનિંગ રમી હતી, જે તેના ફોર્મમાં પરત ફરવાના સંકેત આપે છે. ભારત માટે આ મેચ જીતવી મહત્વપૂર્ણ છે કારણ કે સેમીફાઈનલમાં પહોંચવાથી ભારત હજુ 2 જીત દૂર છે. ટીમ ઈન્ડિયા અત્યાર સુધી તેની 4 મેચમાંથી 2 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ચોથા નંબર પર છે.
Tags :
CricketGujaratFirstINDvsAUSSportsTargetwomensworldcup
Next Article