Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વેસ્ટ ઈન્ડિઝના એક બોલર સામે ટીમ ઈન્ડિયા Fail, 5 વિકેટથી વિન્ડિઝે જીતી મેચ

વેસ્ટ ઈન્ડિઝના ડાબા હાથના ફાસ્ટ બોલર ઓબેડ મેકકોય (Obed McCoy) એ સોમવારે ભારત સામેની બીજી T20 ઈન્ટરનેશનલ મેચમાં 6 વિકેટ લઈને ઈતિહાસ રચ્યો હતો. ઓબેડ મેકકોયે સેન્ટ કિટ્સના બેસેટેરેમાં વોર્નર પાર્ક ખાતે રમાયેલી મેચમાં ચાર ઓવરના ક્વોટામાં મેડન સહિત 17 રનમાં 6 વિકેટ લીધી હતી. મેકકોયના ઘાતક પ્રદર્શનને કારણે વેસ્ટ ઈન્ડિઝે બીજી T20 ઈન્ટરનેશનલ મેચમાં ભારતને ચાર બોલ બાકી રહેતા પાંચ વિકેટથી હરાવ્યું
વેસ્ટ ઈન્ડિઝના એક બોલર સામે ટીમ ઈન્ડિયા fail  5 વિકેટથી વિન્ડિઝે જીતી મેચ
વેસ્ટ ઈન્ડિઝના ડાબા હાથના ફાસ્ટ બોલર ઓબેડ મેકકોય (Obed McCoy) એ સોમવારે ભારત સામેની બીજી T20 ઈન્ટરનેશનલ મેચમાં 6 વિકેટ લઈને ઈતિહાસ રચ્યો હતો. ઓબેડ મેકકોયે સેન્ટ કિટ્સના બેસેટેરેમાં વોર્નર પાર્ક ખાતે રમાયેલી મેચમાં ચાર ઓવરના ક્વોટામાં મેડન સહિત 17 રનમાં 6 વિકેટ લીધી હતી. મેકકોયના ઘાતક પ્રદર્શનને કારણે વેસ્ટ ઈન્ડિઝે બીજી T20 ઈન્ટરનેશનલ મેચમાં ભારતને ચાર બોલ બાકી રહેતા પાંચ વિકેટથી હરાવ્યું અને સિરીઝ 1-1થી બરાબર કરી. 
Advertisement

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બીજી T20 મેચ યજમાન ટીમે પાંચ વિકેટે જીતી લીધી છે. સેન્ટ કિટ્સમાં સોમવારે નિર્ધારિત સમય કરતાં ત્રણ કલાક મોડી શરૂ થયેલી આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમે ટીમ ઈન્ડિયા પર સંપૂર્ણ રીતે પ્રભુત્વ જમાવ્યું હતું. વેસ્ટ ઈન્ડિઝે તેના ઝડપી બોલર ઓબેડ મેકકોય (Obed McCoy)ની છ વિકેટના આધારે ભારતીય બેટ્સમેનોને 138 રનમાં સમેટી લીધા હતા. આ પછી, બ્રાંડન કિંગની અડધી સદી અને ડેવોન થોમસની તોફાની ઇનિંગ્સની મદદથી કેરેબિયન ટીમે મેચનો લક્ષ્યાંક ચાર બોલ બાકી રહેતા હાંસલ કરી લીધો અને શ્રેણી 1-1થી બરાબર કરી લીધી. શ્રેણીની ત્રીજી મેચ આ મેદાન પર 2 ઓગસ્ટ (મંગળવાર)ના રોજ રમાશે.

ભારતના 139 રનના નાના સ્કોરનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમને બ્રાન્ડન કિંગે ઝડપી શરૂઆત અપાવી હતી. કિંગે કાયલ માયર્સ સાથે મળીને પ્રથમ વિકેટ માટે 37 બોલમાં 46 રનની ભાગીદારી નોંધાવી હતી. જોકે, હાર્દિક પંડ્યાએ તેની પ્રથમ ઓવરના પ્રથમ બોલ પર જ આ ભાગીદારીને તોડી નાખી, માયર્સને આઠ રનના સ્કોર પર પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. આ પછી કેપ્ટન નિકોલસ પૂરન (14)એ કેટલાક ઝડપી શોટ રમીને ઇનિંગને આગળ વધારવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અશ્વિને તેને 10મી ઓવરમાં સૂર્યકુમાર યાદવના હાથે કેચ કરાવીને યજમાન ટીમને વધુ એક ઝટકો આપ્યો હતો. શિમરોન હેટમાયર પણ ખાસ કરી શક્યો ન હતો અને 10 બોલમાં છ રન બનાવીને જાડેજા દ્વારા આઉટ થયો હતો. જોકે, અંતમાં ડેવોન થોમસ અને ઓડેન સ્મિથ નોટ આઉટ રહેતા ટીમને જીત અપાવી હતી. 
Tags :
Advertisement

.