ટીમ ઈન્ડિયાએ ત્રીજી ODIમાં રચ્યો ઈતિહાસ, હાંસલ કરી સૌથી મોટી જીત
ત્રીજી વનડેમાં ભારતીય ટીમે ઘણા રન બનાવ્યા હતા. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને જીતવા માટે 391 રનનો ટાર્ગેટ આપ્યો હતો. કોહલીએ 166 રનની અણનમ ઇનિંગ રમી હતી. તે જ સમયે, શુભમન ગિલે પણ વિપક્ષી બોલરોને પછાડતા 116 રન બનાવ્યા હતા. પરિણામે ભારતીય ટીમે 50 ઓવરમાં પાંચ વિકેટે 390 રન બનાવ્યા હતા.
કેપ્ટન રોહિત શર્માના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા આ સીરિઝમાં ક્લીન સ્વીપ કરવા માટે ઊતરેલ ટીમ ઈન્ડિયા હાલમાં 3 મેચની આ શ્રેણીમાં 2-0થી આગળ છે અને આ મેચમાં પણ 390 જેટલો મોટો સ્કોર બનાવીને આ પણ જીતી લીધી છે.
સૂર્યકુમાર યાદવ નિરાસા
ત્રીજી વનડેમાં સૂર્યકુમાર યાદવ કંઈ ખાસ કરી શક્યો નહતો અને તે ચાર રનના અંગત સ્કોર પર કસુન રાજિતાનો શિકાર બન્યો હતો. આ સાથે જ કેએલ રાહુલ પણ 7 રનની ઇનિંગ રમી આઉટ થઈ ગયો હતો. ભારતીય ટીમને ત્રીજો ફટકો ત્યારે પડ્યો જ્યારે શ્રેયસ અય્યર 38 રન બનાવીને આઉટ થયો હતો. આ સાથે જ ટીમ ઈન્ડીયાનો હિટ મેન કહેવાતો કેપ્ટન રોહિત શર્મા જોરદાર ટચમાં દેખાઈ રહ્યો હતો પણ તેને એ 42 રનના સ્કોર પર પોતાની વિકેટ ગુમાવી દીધી હતી.
શુભમન ગિલે 14 ચોગ્ગા બે છગ્ગા ફટકાર્યા
15 વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો
ટીમ ઈન્ડિયાએ વન-ડે ક્રિકેટના ઈતિહાસમાં સૌથી મોટી જીતનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ભારતે ત્રણ મેચની સિરીઝની છેલ્લી મેચમાં શ્રીલંકાને 317 રનથી હરાવ્યું હતું. ભારતે આ મામલે ન્યૂઝીલેન્ડનો 15 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. કિવી ટીમે 2008માં આયર્લેન્ડને 290 રનથી હરાવ્યું હતું.
છેલ્લી ODIમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ માટે શુભમન ગિલે કેપ્ટન રોહિત શર્મા સાથે ઓપનિંગમાં જબરદસ્ત ડેબ્યૂ કર્યું હતું. બંને વચ્ચે 96 રનની ભાગીદારી થઈ હતી એનએ પછી રોહિત શર્માની વિકેટે આ ભાગીદારી તોડી હતી. જોકે ગિલ સ્થિર રહ્યો. આ પછી ગિલે પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી સાથે મળીને ઇનિંગને આગળ ધપાવી અને સાથે જ પોતાની સદી તરફ આગળ વધ્યો હતો. ગિલની વનડે કારકિર્દીની આ બીજી સદી છે. ગિલે 89 બોલમાં 100 રન પૂરા કર્યા. તેણે પોતાની ઇનિંગમાં 13 ફોર અને 2 સિક્સર ફટકારી છે. આ મેચમાં શુભમન ગિલ 116 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો અને તેને કસુન રાજિતાએ બોલ્ડ કર્યો હતો. ગિલે પોતાની ઇનિંગમાં 14 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા.
આપણ વાંચો- વિરાટ અને ગીલની જોડીએ કરી કમાલ, શ્રીલંકા સામે ખડક્યો સ્કોરનો પહાડ, આટલા રનનો આપ્યો ટાર્ગેટ