Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ટીમ ઈન્ડિયા 306 રન પણ ન બચાવી શક્યું, ન્યૂઝીલેન્ડે 7 વિકેટે મેળવી જીત

ન્યૂઝીલેન્ડે ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચમાં ભારતને 7 વિકેટે હરાવીને 1-0ની સરસાઈ મેળવી લીધી છે. આ મેચમાં કિવી ટીમની જીતનો હીરો 145 રનની અણનમ ઇનિંગ રમનાર ટોમ લાથમ રહ્યો હતો, જેણે કેપ્ટન કેન વિલિયમ્સન સાથે ચોથી વિકેટ માટે અણનમ 221 રનની ભાગીદારી કરી હતી. ભારતે પહેલા રમતા 306 રન બનાવ્યા હતા જેના જવાબમાં ન્યૂઝીલેન્ડે માત્ર 3 વિકેટ ગુમાવીને 47.1 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધો હતો.ન્યૂઝીલેન્à
ટીમ ઈન્ડિયા 306 રન પણ ન બચાવી શક્યું  ન્યૂઝીલેન્ડે 7 વિકેટે મેળવી જીત
ન્યૂઝીલેન્ડે ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચમાં ભારતને 7 વિકેટે હરાવીને 1-0ની સરસાઈ મેળવી લીધી છે. આ મેચમાં કિવી ટીમની જીતનો હીરો 145 રનની અણનમ ઇનિંગ રમનાર ટોમ લાથમ રહ્યો હતો, જેણે કેપ્ટન કેન વિલિયમ્સન સાથે ચોથી વિકેટ માટે અણનમ 221 રનની ભાગીદારી કરી હતી. ભારતે પહેલા રમતા 306 રન બનાવ્યા હતા જેના જવાબમાં ન્યૂઝીલેન્ડે માત્ર 3 વિકેટ ગુમાવીને 47.1 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધો હતો.
ન્યૂઝીલેન્ડની ટીમે 47.1 ઓવરમાં માત્ર 3 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કર્યું
ભારત અને ન્યૂઝીલેન્ડ (IND vs NZ) વચ્ચેની ત્રણ મેચની વનડે શ્રેણીમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. ઓકલેન્ડ (Auckland) માં રમાયેલી આ મેચમાં ટીમ ઈન્ડિયા (Team India) એ પ્રથમ બેટિંગ કરતા 7 વિકેટે 306 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમે 47.1 ઓવરમાં માત્ર 3 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. કેપ્ટન કેન વિલિયમસને ટોમ લાથમ સાથે મળીને 164 બોલમાં 221 રનની અણનમ ભાગીદારી કરીને પોતાની ટીમને જીત અપાવી હતી. બીજી તરફ ન્યૂઝીલેન્ડ તરફથી ટિમ સાઉથી અને ફર્ગ્યુસને 3-3 વિકેટ ઝડપી હતી. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
Advertisement

વિલિયમસને અણનમ 94 અને ટોમ લાથમે 145 રનની અણનમ ઇનિંગ રમી
ઉમરાન મલિક (Umran Malik) અને અર્શદીપ સિંહે (Arhsdeep Singh) ભારત માટે વનડે ડેબ્યૂ કર્યું હતું. શિખર ધવન, શ્રેયસ અય્યરે અડધી સદીની ઇનિંગ્સ રમી હતી. વોશિંગ્ટન સુંદરે 16 બોલમાં 37 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમીને સ્કોર 300 સુધી પહોંચાડ્યો હતો. ન્યૂઝીલેન્ડે જીતવા માટે 307 રનનો ટાર્ગેટ 17 બોલ બાકી રહેતા હાંસલ કર્યો હતો. વિલિયમસને અણનમ 94 અને ટોમ લાથમે 145 રનની અણનમ ઇનિંગ રમી હતી. ન્યૂઝીલેન્ડે પ્રથમ વનડેમાં ભારતને 7 વિકેટે હરાવ્યું હતું.
બંનેએ ધીમે ધીમે ઈનિંગને આગળ ધપાવી
307નો લક્ષ્યાંક નાનો નહોતો અને સારી શરૂઆતની જરૂર હતી પરંતુ તે સાકાર થઈ શક્યો નહીં. શાર્દુલ ઠાકુરે ફિન એલન તરીકે પ્રથમ વિકેટ લીધી હતી. એલને 25 બોલમાં 22 રન બનાવ્યા હતા. આ પછી ડેબ્યૂ મેચ રમી રહેલા ઉમરાન મલિકે 2 વિકેટ લઈને ન્યૂઝીલેન્ડને દબાણમાં લાવી દીધું હતું. પરંતુ ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા કેન વિલિયમસને પાંચમા નંબરે આવેલા ટોમ લાથમ સાથે મળીને ભારતીય બોલરોને વિકેટથી દૂર રાખ્યા હતા. સૌપ્રથમ, બંનેએ ધીમે ધીમે ઈનિંગને આગળ ધપાવ્યો. ટીમનો પ્રયાસ હતો કે મોટા શોટ ભલે ન આવે, પરંતુ ઇનિંગ્સને એક-બે રનથી આગળ લઈ જવી જોઈએ. એવું જ થયું, ધીમે-ધીમે બંનેએ પોતાની અડધી સદી પૂરી કરી.

ટોમ લાથમે અણનમ 145 રન બનાવ્યા
કેન વિલિયમસન પછી ટોમ લાથમે તેની અડધી સદી સુધી પહોંચ્યો હતો, અને વિલિયમસન 73 રન પર હતો ત્યારે તેણે સદી ફટકારી. ટોમ લાથમે અણનમ 145 રન બનાવ્યા, જે ODI ફોર્મેટમાં ભારત સામે ન્યૂઝીલેન્ડના બેટ્સમેનનો સર્વોચ્ચ સ્કોર છે. કેન વિલિયમસન તેની સદી પૂરી કરી શક્યો ન હતો પરંતુ તેને તેનો અફસોસ નહીં થાય કારણ કે ટીમ 17 બોલ બાકી રહીને જીતી ગઈ હતી. વિલિયમસને 98 બોલમાં 7 ચોક્કા અને 1 છક્કાની મદદથી અણનમ 94 રન બનાવ્યા હતા. ટોમ લાથમે 104 બોલમાં 145 રન બનાવ્યા, આ ઇનિંગમાં તેણે 19 ચોક્કા અને 5 છક્કા ફટકાર્યા હતા.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.