Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ તોડ્યો ભૂતપૂર્વ કેપ્ટન કૂલનો રેકોર્ડ, ODI માં બન્યા સિક્સર કિંગ

હૈદરાબાદમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ વનડે મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતની અત્યાર સુધીમાં 3 વિકેટ પડી છે. સૂર્યકુમાર યાદવ અને શુભમન ગિલ અત્યારે ક્રિઝ પર હાજર છે. શુભમન ગિલ સાથે ઓપનિંગ બેટિંગ કરતા રોહિત શર્મા એકવાર ફરી સારી શરૂઆતને મોટા સ્કોરમાં પરિવર્તિત ન કરી શક્યો. તેણે 34 રનની ઇનિંગ રમી હતી, જેમા
10:27 AM Jan 18, 2023 IST | Vipul Pandya
હૈદરાબાદમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ વનડે મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતની અત્યાર સુધીમાં 3 વિકેટ પડી છે. સૂર્યકુમાર યાદવ અને શુભમન ગિલ અત્યારે ક્રિઝ પર હાજર છે. શુભમન ગિલ સાથે ઓપનિંગ બેટિંગ કરતા રોહિત શર્મા એકવાર ફરી સારી શરૂઆતને મોટા સ્કોરમાં પરિવર્તિત ન કરી શક્યો. તેણે 34 રનની ઇનિંગ રમી હતી, જેમા તેણે 4 ચોક્કા અને 2 છક્કા ફટકાર્યા હતા. વળી આ બે ચોક્કા સાથે રોહિતે ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો વનડેમાં સૌથી વધુ સિક્સરનો રેકોર્ડ તોડી નાખ્યો છે. 
સિક્સર કિંગ બન્યો રોહિત, ધોનીનો છોડ્યો પાછળ
ટીમ ઈન્ડિયાએ સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન અને શાર્દુલ ઠાકુરને ભારતની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કર્યા છે. જણાવી દઈએ કે સિરીઝની શરૂઆત પહેલા જ ભારતને એક ઝટકો લાગ્યો છે. શ્રેયસ અય્યર ઈજાના કારણે વનડે શ્રેણીમાંથી બહાર થઇ ગયો છે. તેની જગ્યાએ રજત પાટીદારનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ટીમ ઈન્ડિયાએ આજે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની વનડે શ્રેણીની પ્રથમ મેચમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ઓપનિંગમાં રોહિત શર્મા અને શુભમન ગિલે સારી શરૂઆત કરી પરંતુ રોહિત માત્ર 34 રનની ઇનિંગમાં આઉટ થઇ ગયો હતો. આ નાની ઇનિંગ દરમિયાન તેણે 4 ચોક્કા અને 2 છક્કા ફટકાર્યા હતા. આ સાથે તેણે ધોનીને પાછળ છોડી દીધો છે. રોહિત શર્મા પાસે હવે 125 છક્કા છે, જ્યારે આ પહેલા ધોનીના નામે 123 છક્કા હતા અને ત્રીજા નંબર પર ભૂતપૂર્વ બેટ્સમેન યુવરાજ સિંહ છે જેણે 71 છક્કા ફટકાર્યા છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં 500 સિક્સર મારનાર રોહિત એકમાત્ર એશિયન ખેલાડી
જણાવી દઈએ કે, રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર મારવાના મામલે બીજા નંબર પર પહોંચી ગયો છે. 500 સિક્સર મારનાર તે એકમાત્ર એશિયન ખેલાડી છે. ક્રિસ ગેલ હાલમાં તેનાથી આગળ છે, જેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં 553 સિક્સર ફટકારી છે. રોહિતે અત્યાર સુધીમાં 510 સિક્સર ફટકારી છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ વનડેમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને ટીમ ઈન્ડિયા માટે બંને ઓપનરોએ શાનદાર શરૂઆત કરી અને પ્રથમ વિકેટ માટે 50થી વધુ રનની ભાગીદારી કરી. તો શાનદાર બેટિંગ કરી રહેલો રોહિત શર્મા 34 રન બનાવીને આઉટ થયો હતો. હિટમેને આ દરમિયાન 4 ફોર અને 2 શાનદાર સિક્સર પણ ફટકારી હતી. અને જો ટીમ ઈન્ડિયાની વાત કરીએ તો અત્યાર સુધી ટીમ ઈન્ડિયાએ 4 વિકેટના નુકસાન પર 222 રન બનાવ્યા છે.
આ પણ વાંચો - શ્રીલંકા બાદ હવે ન્યૂઝીલેન્ડનો વારો, ભારતે ટોસ જીતી પહેલા બેટિંગનો કર્યો નિર્ણય

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
CaptainCoolCricketGujaratFirstMahendraSinghDhoniMostSixesinODiRohitSharmaShubhmanGillSportsTeamIndia
Next Article