Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સૂર્યકુમારની શાનદાર બેટિંગની મદદથી ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને આસાનીથી હરાવ્યું

વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ T20I સીરીઝની બીજી મેચમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો તે પછી ગઇ કાલે એટલે કે મંગળવારે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રીજી T20 (India vs West Indies) રમાઈ હતી. આ મેચમાં રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે ભારતને જીતવા માટે 165 રનનો ટાર્ગેટ આપ્યો હતો. લક્ષ્યનો પીછો કરતા ભારતે 6 બોલ બાકી રહેતા મેચ 7 વિકેટે જીતી લીધી.
02:42 AM Aug 03, 2022 IST | Vipul Pandya
વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ T20I સીરીઝની બીજી મેચમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો તે પછી ગઇ કાલે એટલે કે મંગળવારે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રીજી T20 (India vs West Indies) રમાઈ હતી. આ મેચમાં રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે ભારતને જીતવા માટે 165 રનનો ટાર્ગેટ આપ્યો હતો. લક્ષ્યનો પીછો કરતા ભારતે 6 બોલ બાકી રહેતા મેચ 7 વિકેટે જીતી લીધી.

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ (India vs West Indies) વચ્ચે પાંચ મેચની T20 સીરીઝની ત્રીજી મેચ પણ વોર્નર પાર્કના સેન્ટ કિટ્સ ખાતે રમાઈ હતી. અહીં બીજી મેચ પાંચ વિકેટથી હાર્યા બાદ ટીમ ઈન્ડિયાએ કમબેક કરતા ત્રીજી મેચમાં યજમાન ટીમને 7 વિકેટથી હરાવી સીરીઝમાં 2-1 ની લીડ મેળવી લીધી. મેચ નિર્ધારિત સમય કરતા દોઢ કલાક મોડી શરૂ થઇ હતી. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ આ મેચમાં ટોસ જીતીને બોલિંગ પસંદ કરી અને પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝની ટીમે 20 ઓવરમાં 164 રના બનાવ્યા. જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ 19 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને આ લક્ષ્યને હાંસલ કર્યું હતું. આ મેચમાં ટીમ ઈન્ડિયા તરફથી સૂર્યકુમાર યાદવે સૌથી વધુ 73 રનની ઇનિંગ રમી હતી. સૂર્યકુમાર યાદવને તેની શાનદાર ઇનિંગના કારણે મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. 

સૂર્યકુમાર યાદવની ઇનિંગના આધારે ભારતે 165 રનનો ટાર્ગેટ એક ઓવર પહેલા ત્રણ વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. સૂર્યકુમાર યાદવને ત્રીજી T20 ઇન્ટરનેશનલમાં શાનદાર ઇનિંગ્સ માટે પ્લેયર ઑફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. આ સાથે, સૂર્યકુમાર યાદવ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઓપનિંગ પર ભારતીય ટીમ દ્વારા કરવામાં આવી રહેલા પ્રયોગમાં સફળ થતો જોવા મળી રહ્યો છે. ચર્ચા થઈ રહી છે કે, તે આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજાનાર T20 વર્લ્ડ કપ સુધી ઓપનરની ભૂમિકા ભજવતો જોવા મળશે.
મેચમાં જ્યારે વેસ્ટ ઈન્ડિઝની ટીમ બેટિંગ માટે આવી ત્યારે ઓપનર કાઈલ માયર્સ (50 બોલમાં 73 રન, આઠ ચોક્કા, ચાર છક્કા)ની અડધી સદીની મદદથી પાંચ વિકેટે 164 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ભારતે સૂર્યકુમાર (44 બોલમાં 76 રન, આઠ ચોક્કા)એ અડધી સદી ફટકારી હતી. વળી મેચમાં શ્રેયસ અય્યર (24) સાથે તેની બીજી વિકેટની 85 રનની ભાગીદારી થઇ હતી. ભારતીય ટીમે પાંચ T20 ઈન્ટરનેશનલ મેચોની શ્રેણીમાં 2-1થી લીડ મેળવી લીધી છે. શ્રેણીની ચોથી મેચ શનિવારે ફ્લોરિડામાં રમાશે. જોકે, ખેલાડીઓના વિઝા મુદ્દાઓને કારણે ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝ દેશમાં જ ચોથી અને પાંચમી T20 ઈન્ટરનેશનલ મેચનું આયોજન કરવા વિચારી રહી છે. ટૂંક સમયમાં જ આનો ખુલાસો થઈ જશે.
આ પણ વાંચો - એશિયા કપનો કાર્યક્રમ જાહેર, 28 ઓગસ્ટે દુબઈમાં ભારત-પાક વચ્ચે મુકાબલો
Tags :
3rdT20ICricketGujaratFirstINDVsWIRohitShramaSportsSuryakumarYadavT20ITeamIndia
Next Article