Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

તારંગા હિલ્સ-અંબાજી- માઉન્ટ આબુ નવી રેલ્વે લાઈન ! 'ગુજરાત ફર્સ્ટ'નો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ

દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી( PM Narendra Modi) ની અધ્યક્ષતામાં ગતિશક્તિ પ્રોજેક્ટ (Gatishakti Project) અંતર્ગત અંદાજિત રૂપિયા 2798.16 કરોડના ખર્ચે નિર્માણ પામનાર તારંગા હિલ્સ-અંબાજી-આબુ રોડ નવી રેલ્વે લાઈનને મંજૂરી આપી દીધી છે. આ યોજના 2027 સુધીમાં તૈયાર થશે. આ યોજના થકી મુસાફરોની સુવિધા સાથે સ્થાનિકો માટે અનેક રોજગારની તકો ઉભી થશે. સાથે જ પ્રવાસન સ્થળોની કનેક્ટિવિટીમાં પણ સુધારો થશે, અંબ
03:58 PM Sep 26, 2022 IST | Vipul Pandya
દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી( PM Narendra Modi) ની અધ્યક્ષતામાં ગતિશક્તિ પ્રોજેક્ટ (Gatishakti Project) અંતર્ગત અંદાજિત રૂપિયા 2798.16 કરોડના ખર્ચે નિર્માણ પામનાર તારંગા હિલ્સ-અંબાજી-આબુ રોડ નવી રેલ્વે લાઈનને મંજૂરી આપી દીધી છે. આ યોજના 2027 સુધીમાં તૈયાર થશે. આ યોજના થકી મુસાફરોની સુવિધા સાથે સ્થાનિકો માટે અનેક રોજગારની તકો ઉભી થશે. 
સાથે જ પ્રવાસન સ્થળોની કનેક્ટિવિટીમાં પણ સુધારો થશે, અંબાજી(Ambaji) અને તારંગા(Taranga) જેવા પ્રવાસન સ્થળ-યાત્રાધામના દર્શનાર્થીની સંખ્યામાં વધારો થશે. સાથે જ આ નવી રેલ્વે લાઇનથી આબુ રોડ અને અમદાવાદ વચ્ચે આ રેલ્વે લાઈનનો પ્રવાસીઓ અને વેપારીઓને પણ સુરક્ષિત વૈકલ્પિક માર્ગ તરીકે ઉપયોગ કરી શકશે.તારંગા- અંબાજી રેલ પ્રોજેક્ટ(Ambaji Taranga Railway Project)થી થતા ફાયદા અનેક છે, જે ગુજરાતના વિકાસને રેલ રફ્તારથી આગળ વધારશે,. તો જુઓ  ગુજરાત ફર્સ્ટનો આ નવી રેલ યોજનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ  
તારંગા હિલથી અંબાજી અને અંબાજીથી આબુ રોડ સુધીની 116.65 કિમી નવી રેલવે લાઇનને મંજૂરી આપવામા આવી છે. રૂ. 2798.16 કરોડના ખર્ચે તારંગા હિલ્સથી આબુ સુધી રેલવે લાઇન સ્થાપિત કરવાને કેબિનેટે મંજૂરી આપ્યા બાદ હવે રાજ્ય સરકાર તેમજ રેલવે વિભાગે કામગીરી શરૂ કરી દીધી છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને સૂચન અનુસાર 18 જુલાઈ 2022ના રોજ એ રેલવેના જીએમ અને ડીઆરએમ અમદાવાદ તેમજ પ્રવાસન વિભાગ અને લેન્ડ રિફોર્મના સચિવએ ચીફ સેક્રેટરી શ્રી પંકજકુમાર સમક્ષ પ્રોજેક્ટની કામગીરીના રોડમેપ અંગે મુલાકાત કરી હતી. 
આ પ્રોજેક્ટને આગળ લઇ જવા અંગેની વ્યૂહાત્મક બાબતો વિશે તેમાં અધિકારીઓએ ચર્ચા કરી હતી. આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અંતર્ગત અંબાજી રેલવે સ્ટેશનને શક્તિપીઠની થીમ પર વિકસિત કરવામા આવશે અને પાંચ માળ સુધી બજેટ હોટલ માટે જગ્યા ફાળવવામા આવશે

તારંગાથી આબુ રેલવે: 

- ગાંધીનગરની જેમ અંબાજી રેલ્વે સ્ટેશન ઉપર હશે 100 રૂમની બજેટ હોટલ
- પાંચ માળ સુધી હોટલ અને તેની સુવિધાઓ માટે જગ્યા ફાળવવામાં આવશે
- ચાર તબક્કામાં રેલવે લાઇનનું કામ પૂર્ણ થશે, ગુજરાતમાં 82 અને રાજસ્થાનામાં 34 કિમી રેલવે લાઇન 
- કુલ 15 સ્ટેશન હશે, 
- રાજસ્થાનના એક અને ગુજરાતના ત્રણ જિલ્લાના 104 ગામડાઓને સીધો ફાયદો થશે


''ગુજરાત ફર્સ્ટની સફરની શરૂઆત થઈ તારંગા હિલ્સથી 
પ્રકૃતિના ખોળામાં આવેલું અતિ સુંદર અને શાંત સ્થળ એવું અરવલ્લીની પર્વતમાળાનો એક ભાગ એટલે તારંગા હીલ્સ, તારંગામાં અતિ પૌરાણિક એવા શ્વેતાંબર અને દિગંબર એમ 2 દેરાસર આવેલા છે, જે અતિ પ્રખ્યાત અને જૈન સંપ્રદાયના લોકો માટે આસ્થાનું પવિત્ર કેન્દ્ર છે, 
તારંગાના ડુંગરોમાં આવેલું જૈન મંદિર 1221માં સોલંકી વંશના રાજા કુમારપાલે બનાવ્યું હતું. તારંગાને સિધ્ધ ક્ષેત્ર પણ કહેવાય છે,.  આ પર્વત પરથી બૌધ્ધ દેવી તારાની મૂર્તિ મળી આવી હતી. તેથી આ સ્થળનું નામ તારંગા પડ્યું, અહીં અસંખ્ય યાત્રાળુઓ અને પ્રવાસીઓ મુલાકાતે આવે છે, ત્યારે આ રેલ પ્રોજેક્ટ મુદ્દે મંદિરના મેનેજર અને પ્રવાસીઓ પણ ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે આ પ્રોજેક્ટથી પ્રવાસીઓની સુવિધા વધશે. 



વડાપ્રધાનશ્રીના આ મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં ગુજરાત ફર્સ્ટે ગ્રાઉન્ડ પર પહોંચીને ચિતાર લીધો હતો, ત્યારે આજે તારંગાથી શરૂ થયેલી ગુજરાત ફર્સ્ટને તેમની આ ગ્રાઉન્ડ સફરમાં તમને સતલાતણા, મુમનવાસ ગામની સાથે અંબાજી અને માઉન્ટ આબુના સ્થાનિકો સાથે મુલાકાત કરી આ રેલ યોજના અંગે તેમનો અભિપ્રાય મેળવ્યો હતો.  

રેલવે રૂટથી વિકાસ માર્બલ ઉદ્યોગ માટે પરિવહનની મુશ્કેલીઓ દૂર થશે
તારંગા-આબુરોડ રેલવે લાઈનથી તેની આસપાસના વિસ્તારમાં આવતા અનેક ગામડાઓ તેમજ મુખ્ય મથકો રેલવે કનેક્ટિવિટીથી જોડાશે, નવા ઉદ્યોગ અને સાહસોને કનેક્ટિવિટી વધતા પ્રોત્સાહન મળશે, રોજગારીની નવી તકો સર્જાશે અને આ વિસ્તારનો વિકાસ થશે. અંબાજી અને તેની આસપાસના વિસ્તારમાં માર્બલ ઉદ્યોગ વિકસ્યો છે.  
આ રેલવે લાઈનથી માર્બલ ઉદ્યોગના પરિવહન માટે મોટી સુવિધા ઉપલબ્ધ થશે. અંબાજી અને તેની આસપાસનો વિસ્તાર પર્વતીય હોઈ પરિવહનને લઇ અનેક પ્રશ્નો ઉભા થતાં હતા, પરંતુ હવે માર્બલ ઉદ્યોગ માટે પરિવહનની મુશ્કેલીઓ દૂર થશે. 
તો અહીંના દિગંમ્બર મંદિરના મેનેજરનું પણ કહેવું છે, કે વડાપ્રધાન મોદીની રેલ યોજનાની જાહેરાતથી જ ખુશી ફરી વળી છે,. મંદિરમાં યાત્રાળુઓની સંખ્યામાં વધારો થશે, તો મંદિરનો વિકાસ થશે અને અહીંના સ્થાનિકો માટે રોજગારીની તક પણ ઉભી થશે. 
તારંગા મંદિરમાં દર્શન કરી ગુજરાત ફર્સ્ટની સફરનો આગળનો પડાવ હતો એક એવું ગામ, જ્યાંના ગ્રામજનોએ કદાચ કલ્પના પણ નહીં કરી હોય, કે તેમના ગામને રેલવે લાઈન મળશે. વિકાસની અનેક તક સાથે હવે ગામનો પણ વિકાસ થશે. આ ગામ એટલે સતલાસણા..

મહેસાણાની હદમાં આવેલું સતલાસણા ગામ
બાજરી - મગફળી જેવાં પાકો માટે જાણીતું છે. અહીંની બાજરીની નિકાસ રાજસ્થાનમાં થાય છે. તેથી હવે આ ગામમાં  રેલ વ્યવહારથી અહીંના સ્થાનિક વેપારને ગતિ અને વેગ મળશે. ગામ સતલાસણા આમ તો નાનું છે, પરંતુ અહીંના ગ્રામજનો નાની-મોટી રોજગારી અને ખેતી કરે છે. જોકે આ ગામને  APMC મળ્યું છે, જયાં આસપાસના ગામડાના ખેડૂતો પોતાનો પાક લઈ વેચવા આવે છે, તેમનું માનવું છે કે તેમને આ રેલ્વે લાઇનથી ફાયદો થશે. 


આ ખૂબ આશીર્વાદ રૂપ સાબિત થશે
સતલાસણા ગામના સ્થાનિક રહેવાસી લોકો આ નવા રેલ પ્રોજેક્ટને લઈને ખુશ છે. સ્થાનિક બિલ્ડર વ્યવસાય સાથે સંકળાયેલા કમલેશ પટેલનું માનવું છે કે અહીંના સ્થાનિકો માટે આ ખૂબ આશીર્વાદ રૂપ સાબિત થશે. આ ગામના તમામ વર્ગનું માનવું છે કે વડાપ્રધાનશ્રીના આ પ્રોજેક્ટને  કારણે તેમના વેપારને સીધો લાભ થશે. 



ઝીપમાં જોખમી સવારી નહીં કરવી પડે
આવાતો અનેક ગામડાઓ આ રેલ પ્રોજેક્ટને લઈને વિકાસપથ પર આગળ વધશે,  ગ્રામજનો રાજ્ય સરકાર, રેલ વિભાગના સહયોગથી નિર્માણ પામવા જઈ રહેલી ગતિશક્તિ યોજનાને હર્ષભેર આવકારી રહ્યાં છે,. ત્યારે ગુજરાત ફર્સ્ટ અંબાજી પાસેના  મુમનવાસ ગામે પણ પહોંચ્યું હતું. જ્યાં લોકોએ વડાપ્રધાનશ્રી પર પ્રેમ વરસાવ્યો હતો  અહીના ગ્રામજનો ઝીપમાં જોખમી સવારી કરવા મજબૂર છે, પરંતુ હવે તેમને રેલ સેવાની સરળ, સસ્તી અને સલામત સવારી મળશે તેની ખુશી તેમના ચહેરા પર છલકાઈ રહી છે.
ચાચરચોકના દુકાનદારો અને હોટલ માલિકો  પણ ખુશ
હજુ તો અમુક જ ગામડાની આ મુલાકાત અને વાતો આપે જાણી,. ગુજરાત ફર્સ્ટ હવે તમને લઈ જઈ રહ્યું મા આદ્યશક્તિના ચરણોમાં  મન શાંત અને પવિત્ર થયાનો અહેસાસ આપોઆપ થઈ જાય છે. યાત્રાધામની સાથે પ્રવાસન સ્થળ તરીકે આ યાત્રાધામ વિકાસ પામી રહ્યું છે, ત્યારે વડાપ્રધાનશ્રીના રેલ પ્રોજેક્ટથી વેપાર-ઉદ્યોગ, રોજગારીની અનેક તક ઉભી થશે.  ત્યારે અહીંના પ્રબદ્ધ નાગરિકોએ પણ આ પ્રોજેક્ટ બાબતે સ્થાનિકો ઉત્સુક છે. હવે રેલ સાથે વિકાસની રફતારમાં અંબાજીનો ઉમેરો થયો છે. અંબાજીના તમામ સ્થાનિકો આ યોજનાને હરખભેર આવકારી રહ્યા છે, અટેલું જ નહીં, રેલ સેવા અહીં આવવાથી  ચાચરચોકના દુકાનદારો અને હોટલ માલિકો પણ આવકમાં વધારો થશે તેવી આશા સેવી રહ્યા છે.


ગુજરાતમાં 33 મેજર બ્રિજ બનશે, 409 હેક્ટર જમીનનો ઉપયોગ
ગુજરાતના ત્રણ જિલ્લાઓમાંથી કુલ 409.480 હેક્ટર જમીન આ પ્રોજેક્ટ માટે ઉપયોગમાં લેવામા આવશે. તેમાં કુલ 33 મેજર બ્રિજ નિર્માણ કરવામા આવશે જેમાં મહેસાણાના સતલાસણા તાલુકામાં 8, બનાસકાંઠાના દાંતામાં 17 અને સાબરકાંઠાના પોશીનામાં 8 બ્રિજ બનાવવામા આવશે. જેમાં રોડ ઓવર બ્રિજની વાત કરીએ તો મહેસાણાના ખેરાળુ અને સતલાસણામાં 2-2, તેમજ દાંતા અને પોશીનામાં 1-1 બ્રિજ નિર્માણ થશે. કુલ 47 રોડ અન્ડર બ્રિજનું નિર્માણ થશે જેમાં સતલાસણામાં 13, દાંતામાં 28 અને પોશીનામાં 6 બ્રિજનું નિર્માણ કરવામા આવશે. 



શકિતપીઠની થીમ પર દિવ્યાંગ ફ્રેન્ડલી રેલવે સ્ટેશન
અંબાજી શક્તિપીઠની ભવ્યતા અનુસાર શક્તિપીઠની થીમ આધારિત આ રેલવે સ્ટેશનની ડિઝાઇન કરવામા આવશે. સ્થાનિક માલસામાનની ઉપલબ્ધિથી આ રેલવે સ્ટેશનને ગ્રાઉન્ડફ્લોર પર દિવ્યાંગ ફ્રેન્ડલી સુવિધાઓ સાથે વિકસિત કરવામા આવશે.  અંબાજીમાં રેલવે સ્ટેશન બનવાથી  અહીંના હોટલ બિઝનેસને  વેગ મળશે. કનેક્ટિવિટીમાં  વધારો  થશે, સાથે જ અહીના માર્બલ ઉદ્યોગની પરિવહનની મુશ્કેલીઓ પણ દૂર થશે.  


પહાડોની વચ્ચે દોડશે રેલગાડી
રાજ્ય સરકાર-રેલવે વિભાગ દ્વારા કામગીરી શરૂ
5 વર્ષમાં પૂર્ણ થશે રેલવેની કામગીરી 
પ્રોજેક્ટ 409 હેક્ટર જમીનનો ઉપયોગ કરાશે
સમગ્ર રૂટ પર તૈયાર થશે 8 મોટા ઓવરબ્રિજ


8 કિલોમીટરની સુરંગ પણ બનાવાશે 
116.65 કિમીના રેલવે લાઈનને મળી ગઈ મંજૂરી 
તારંગાથી આબુ સુધી 15 રેલવે સ્ટેશન બનાવાશે
ટ્રેનની મહત્તમ સ્પીડ 110 કિમી. પ્રતિકલાકની રહેશે
2789 કરોડની ડબલ એન્જિનની સરકારની ભેટ
ગુજરાતી પ્રવાસીઓ માટે આબુની સરળ, સસ્તી અને સલામત સવારી


હવે તમને લઈ જઈએ એક એવા સ્થળે કે જ્યાંની ગરમાગરમ રબડી પ્રખ્યાત છે,. ચોમાસામાં તો અહીં વરસાદની સાથે વાદળો પણ ભીંજવી દેશે,. ભલેને ઠંડી અપાર હોય, પણ આ સ્થળ હરવા-ફરવા-પ્રવાસ માટે સૌ કોઈની યાદીમાં પ્રથમ આવે.. જી હા વાત  થઇ રહ્યી છે, ગુજરાતીઓના પ્રિય હિલસ્ટેશન આબુની આબુની સુંદરતા તો  તમારી આંખો માણી જ હશે,  પરંતુ હવે તમામ ગુજરાતીઓ પ્રવાસીઓ આ જ આબુની સરળ, સસ્તી અને સલામત સવારી માણી શકશે, કારણકે આવી રહી છે અહીં રેલવે લાઈન.આબુ હિલ સ્ટેશન તરીકે તો પ્રખ્યાત છે જ, પણ અહીં દેલવાડાની સાથે બ્રહ્માકુમારીઝ સ્પિરિચ્યુઅલ સેન્ટર છે,. યાત્રાળુઓ અને પ્રવાસીઓની ચહેલપહેલથી અહીના લોકોને રોજગારી મળી રહે છે,. અને હવે તેઓની રોજગારીમાં પણ બમણો વધારો થશે.


સ્થાનિકો અને પ્રવાસીઓ બંન્નેને લાભ 
રેલ પ્રોજેક્ટને લઈને પ્રવાસીઓ પણ ખૂબ ઉત્સાહિત જણાયા હતાં. નવી રેલવે લાઈન આવતા અહી કેવા પરિવર્તન આવશે,. લોકોને કેવી આશા-અપેક્ષા છે આ રેલવે પ્રોજેક્ટથી અહીના વેપારીવર્ગ પાસેથી પણ જાણવા મળ્યું, તમામનનો એક જ સૂર હતો કે રેલ્વે આવવાથી અહીંના સ્થાનિકો અને પ્રવાસીઓ બંન્નેને લાભ મળશે. 
આ પ્રોજેક્ટને આગામી પાંચ વર્ષમાં પૂર્ણ કરવાનું નક્કી કરવામા આવ્યું છે. 6 રિવર ક્રોસીંગ ધરાવતી તારંગાથી આબુ સુધીની 116.654 કિમીની રેલવે લાઇનની કામગીરી ચાર તબક્કામાં પૂર્ણ કરવામા આવશે, 
 જે 60 ગામડાઓમાંથી પસાર થશે. આ રેલવે લાઈનના નિર્માણથી ગુજરાતના ત્રણ જિલ્લાના 104 ગામડાઓને ફાયદો થશે.

ગુજરાતમાં 11, રાજસ્થાનમાં 4 સ્ટેશન
આ રેલવે લાઇન ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠા તેમજ રાજસ્થાનના સિરોહી જિલ્લામાંથી પસાર થશે. રેલવે દ્વારા તેના માટે 15 સ્ટેશન સૂચિત કરવામા આવ્યા છે. જેમાં વરેઠા (વર્તમાનમાં ચાલુ), ન્યૂ તારંગા હિલ, સતલાસણા, મુમનવાસ (હોલ્ટ), મહુડી (હોલ્ટ), દલપુરા, રૂપપુરા (હોલ્ટ), હડદ, આંબા મહુડા (હોલ્ટ), પેટા છપરા (હોલ્ટ), અંબાજી, પારલી છપરી (હોલ્ટ), સિયાવા (હોલ્ટ), કુઈ અને આબુ રોડનો સમાવેશ થાય છે. આમ ગુજરાતમાં 11 અને રાજસ્થાનમાં 4 રેલવે સ્ટેશન સમાવિષ્ટ થશે. 
Tags :
GujaratFirstGujaratFirst'sGroundZeroReportGujaratModalstateTaranga-AmbajiMountAbuNewRailwayLineTarangaHills
Next Article