Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શોને મળી નવી દયા બેન, આ અભિનેત્રી ભજવી શકે છે પાત્ર !

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં દયા બેનનું પાત્ર ખૂબ જ લોકપ્રિય અને હિટ રહ્યું છે. આ શોમાં દિશા વાકાણીએ દયા બેનનું પાત્ર ભજવ્યું હતું જો કે તે ઘણા સમયથી શોમાંથી ગાયબ છે. હવે નવી દયા બેન માટે ઓડિશન તાજેતરમાં જ થયાં છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ ટીવીનો લોકપ્રિય કોમેડી શો છે. આ શોને ઘણા વર્ષોથી દર્શકો પસંદ કરી રહ્યાં છે.   આ શોનું દરેક પાત્ર દર્શકોના દિલમાં વસી ગયું છે. લાંબા સમયથી આ શો
02:19 PM Jun 17, 2022 IST | Vipul Pandya
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં દયા બેનનું પાત્ર ખૂબ જ લોકપ્રિય અને હિટ રહ્યું છે. આ શોમાં દિશા વાકાણીએ દયા બેનનું પાત્ર ભજવ્યું હતું જો કે તે ઘણા સમયથી શોમાંથી ગાયબ છે. હવે નવી દયા બેન માટે ઓડિશન તાજેતરમાં જ થયાં છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ ટીવીનો લોકપ્રિય કોમેડી શો છે. આ શોને ઘણા વર્ષોથી દર્શકો પસંદ કરી રહ્યાં છે.   
આ શોનું દરેક પાત્ર દર્શકોના દિલમાં વસી ગયું છે. લાંબા સમયથી આ શો દયા બેનના પાત્રને લઈને ચર્ચામાં છે. દિશા વાકાણીએ પહેલા શોમાં દયા બેનનું પાત્ર ભજવ્યું હતું. પરંતુ હવે લાંબા સમયથી દિશા પરત ન આવવાને કારણે દર્શકો પરેશાન છે. સાથે જ શૈલેષ લોઢા, મુનમુન દત્તા જેવા કલાકારો આ શો માંથી ગાયબ છે. શોના નિર્માતાઓએ હવે દયા બેનના પાત્ર માટે ઓડિશન શરૂ કરી દીધા છે.દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે દયા બેનના રોલ માટે એક અભિનેત્રીને શોર્ટલિસ્ટ કરવામાં આવી છે.
આ અભિનેત્રી બની શકે છે દયા બેન
મિડિયા અહેવાલ મુજબ, 90 ના દાયકાના શો 'હમ પાંચ'માં સ્વીટી માથુરનો રોલ કરનાર અભિનેત્રી રાખી વિઝનને દયા બેનના રોલ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી છે.

દયાની શોમાં ભવ્ય રી-એન્ટ્રી 
આપને જણાવી દઈએ કે તાજેતરમાં જ શોના નિર્માતા અસિત મોદીએ કહ્યું હતું કે દયા બેનનું પાત્ર આગામી થોડા મહિનામાં પરત ફરશે. તેણે કહ્યું કે દયા બેનનું પાત્ર ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેથી તેના શોમાં ભવ્ય રી-એન્ટ્રી કરવી પડશે. અસિતે કહ્યું કે દિશા પાછી આવી હોત તો સારું થાત, પરંતુ આવું ન થઈ શકે તેથી અમે ઓડિશન લઈ રહ્યા છીએ.
વર્ષ 2017 થી પાછા આવી નથી
તમને જણાવી દઈએ કે દયા એટલેકે દિશા વાકાણીએ વર્ષ 2017માં મેટરનિટી બ્રેક લીધો હતો અને તે પછી તે ક્યારેય પાછી આવી નથી. હાલમાં જ દિશા બીજી વખત માતા બની છે, તેથી હવે તેના માટે આવવું વધુ મુશ્કેલ બની ગયું છે. 
રાખી એક પ્રતિભાશાળી અભિનેત્રી 
રાખી વિશે વાત કરીએ તો રાખી એક પ્રતિભાશાળી અભિનેત્રી છે. સાથે જ તેના જબરદસ્ત કોમિક ટાઇમિંગ માટે જાણીતી છે. રાખીએ અગાઉ દેખ ભાઈ દેખ, બનેગી અપની બાત, નાગિન 4 જેવા શો કર્યા છે. આ સિવાય રાખી બોલીવુડ ફિલ્મ ગોલમાલ રિટર્ન્સમાં જોવા મળી ચુકી છે. અભિનેત્રી બિગ બોસ 2 માં પણ જોવા મળી છે.
 
Tags :
DayaBenDayaBenReturnDishaVakaniGujaratFirstTarakMehtaKaUltaChashma
Next Article