Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

તમન્ના ભાટિયાનો હટકે અંદાજ સફેદ બોલ ગાઉનમાં ગોર્જીયસ લાગી

બાદશાહ સાથે 'તબાહી' ગીતથી ધૂમ મચાવનાર ખૂબસૂરત અભિનેત્રી તમન્ના ભાટિયાએ હવે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ તેના લૂકથી ધૂમ મચાવી છે.કાન્સ 2022ની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. બોલિવૂડની ઘણી અભિનેત્રીઓ પોતાના ગ્લેમરસ લુકથી કાન્સમાં ધમાલ મચાવી રહી છે. દીપિકા પાદુકોણનો સુપર ગોર્જિયસ લુક સાથે જ  સ્ટનિંગ એક્ટ્રેસ તમન્ના ભાટિકાનો ગ્લેમરસ લુક સામે આવ્યો છે. તમન્નાએ કાન્સના રેડ કાર્પેટ પર પોતાના à
તમન્ના ભાટિયાનો હટકે અંદાજ સફેદ બોલ ગાઉનમાં ગોર્જીયસ લાગી

બાદશાહ સાથે 'તબાહી' ગીતથી ધૂમ મચાવનાર ખૂબસૂરત અભિનેત્રી તમન્ના ભાટિયાએ હવે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ તેના લૂકથી ધૂમ મચાવી છે.

Advertisement

કાન્સ 2022ની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. બોલિવૂડની ઘણી અભિનેત્રીઓ પોતાના ગ્લેમરસ લુકથી કાન્સમાં ધમાલ મચાવી રહી છે. દીપિકા પાદુકોણનો સુપર ગોર્જિયસ લુક સાથે જ  સ્ટનિંગ એક્ટ્રેસ તમન્ના ભાટિકાનો ગ્લેમરસ લુક સામે આવ્યો છે.
 
તમન્નાએ કાન્સના રેડ કાર્પેટ પર પોતાના લુકથી બધાને દિવાના બનાવી દીધા છે.તમન્ના ભાટિયા કાન્સના રેડ કાર્પેટ પર બ્લેક એન્ડ વ્હાઇટ ડિઝાઇનર બબલ ગાઉનમાં જોવા મળી હતી, આ ફિલ્મ ફેસ્ટિવલ વિશ્વની સૌથી મોટી ઇવેન્ટમાંની એક છે. તમન્નાના ગાઉનમાં સ્ટાઇલિશ નેકલાઇને તેના દેખાવમાં ચાર ચાંદ લગાવ્યાં.

બ્લેક એન્ડ વ્હાઇટ મોનોક્રોમ ડ્રેસમાં તમન્નાનો લુક ખૂબ જ આકર્ષક છે. તમન્નાએ  ડ્રામેટિક આઇ મેકઅપ, ન્યૂડ લિપસ્ટિક, ગ્લોઇંગ બેઝ, બ્લશર, હાઇલાઇટર સાથે તેના મેકઅપને પણ ગ્લેમ ઇફેક્ટ આપી હતી. 
તમન્નાએ તેના લુકને ખૂબ જ ગ્રેસ અને કોન્ફિટન્ટ સાથે કેરી કર્યો. અભિનેત્રીએ ખરેખર તેના લુકથી કાન્સના રેડ કાર્પેટ પર ધૂમ મચાવી દીધી છે.
Advertisement

અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેની સુપર ગોર્જીયસ તસવીરો શેર કરી છે.તમન્નાહના પોઝ, એક્સપ્રેશન દરેક તસવીરમાં ઝળકે છે.
Tags :
Advertisement

.