Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઉત્તર પ્રદેશમાં ટ્રાન્સફરની 'ગેમ', ત્રણ મંત્રી નારાજ હોવાની ચર્ચા

ઉત્તર પ્રદેશના રાજકારણમાં સરકારી વિભાગોમાં બદલીઓને લઈને હોબાળો મચી ગયો છે, જેના કારણે યોગી સરકારના ત્રણ મંત્રીઓ ચર્ચાના કેન્દ્રમાં આવી ગયા છે. ડેપ્યુટી સીએમ બ્રિજેશ પાઠક અને જિતિન પ્રસાદ નારાજ હોવાનું કહેવાય છે, જ્યારે દિનેશ ખટીકના રાજીનામાની ચર્ચા છે.ઉત્તર પ્રદેશમાં યોગી સરકારના બીજા કાર્યકાળના 100 દિવસ પૂરા થતાની સાથે જ રાજ્યમાં ટ્રાન્સફરના મુદ્દે રાજકારણ ગરમાયું છે.  યોગà
ઉત્તર પ્રદેશમાં ટ્રાન્સફરની  ગેમ   ત્રણ મંત્રી નારાજ હોવાની ચર્ચા
ઉત્તર પ્રદેશના રાજકારણમાં સરકારી વિભાગોમાં બદલીઓને લઈને હોબાળો મચી ગયો છે, જેના કારણે યોગી સરકારના ત્રણ મંત્રીઓ ચર્ચાના કેન્દ્રમાં આવી ગયા છે. ડેપ્યુટી સીએમ બ્રિજેશ પાઠક અને જિતિન પ્રસાદ નારાજ હોવાનું કહેવાય છે, જ્યારે દિનેશ ખટીકના રાજીનામાની ચર્ચા છે.
ઉત્તર પ્રદેશમાં યોગી સરકારના બીજા કાર્યકાળના 100 દિવસ પૂરા થતાની સાથે જ રાજ્યમાં ટ્રાન્સફરના મુદ્દે રાજકારણ ગરમાયું છે.  યોગી સરકારના ત્રણ મંત્રી ચર્ચાના કેન્દ્રમાં છે.આરોગ્ય મંત્રાલયમાં ડેપ્યુટી સીએમ બ્રિજેશ પાઠકની બદલી પર સવાલો ઉભા થયા બાદ હવે મુખ્યમંત્રી યોગીએ મંત્રી જિતિન પ્રસાદની પીડબલ્યુડી વિભાગમાં બદલી પર તપાસ શરૂ કરી છે. ઉપરાંત, જલશક્તિ મંત્રાલયમાં બદલીને લઈને ઝઘડાની પણ ચર્ચા છે. 
જિતિન પ્રસાદના મંત્રાલય, પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટમાં 350થી વધુ એન્જિનિયરોની બદલી કરવામાં આવી હતી. PWDના લગભગ 200 એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને 150થી વધુ મદદનીશ એન્જિનિયરોની બદલી કરવામાં આવી છે. સીએમ યોગીએ માત્ર પીડબલ્યુડી વિભાગમાં થયેલી બદલીઓ પર તપાસના આદેશ આપ્યા નથી પરંતું જિતિન પ્રસાદના ઓએસડી અનિલ કુમાર પાંડેની પણ તપાસ કરાઇ રહી છે. કેન્દ્ર સરકાર તરફથી ડેપ્યુટેશન પર આવેલા અધિક સચિવ અનિલ પાંડે સામે પણ સરકારે તકેદારી તપાસ અને ખાતાકીય કાર્યવાહીની ભલામણ કરી છે.
કોંગ્રેસ છોડીને યોગી સરકારમાં મંત્રી બનેલા જિતિન પ્રસાદની બદલીમાં PWD વિભાગમાં એવા અધિકારીઓની પણ બદલી કરવામાં આવી જેઓ હયાત પણ નથી.જુનિયર એન્જિનિયર ઘનશ્યામ દાસની ઝાંસીમાં બદલી કરવામાં આવી હતી, જેમનું નિધન ત્રણ વર્ષ પહેલા થયું હતું. ઉપરાંત રાજકુમારની ઇટાવાથી લલિતપુર જિલ્લામાં બદલી કરવામાં આવી હતી, જ્યારે આ નામની કોઈ વ્યક્તિ વિભાગમાં નથી. આવા ઘણા કર્મચારીઓની ખૂબ દૂર બદલી કરવામાં આવી હતી જ્યારે તેઓ એક-બે વર્ષમાં નિવૃત્ત થવાના હતા.
પીડબલ્યુડી વિભાગમાં થયેલી બદલીઓમાં ગરબડને લઈને જાહેર બાંધકામ મંત્રી જિતિન પ્રસાદ ચર્ચાના કેન્દ્રમાં રહ્યા છે. જાહેર બાંધકામ વિભાગમાં થયેલી કાર્યવાહી બાદ મંત્રી જિતિન પ્રસાદ નારાજ છે, પરંતુ તેમની નારાજગી હજુ સુધી ખુલીને બહાર આવી નથી. ચર્ચાતી વિગતો મુજબ દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને મળ્યા બાદ જિતિન પ્રસાદ ટ્રાન્સફરની તપાસ અને કાર્યવાહી અંગે પોતાની વાત રજૂ કરી શકે છે. જો કે, જિતિન પ્રસાદે પણ આ જ બાબતને લઈને મંગળવારે સીએમ યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી હતી.
બીજી તરફ  યોગી સરકારમાં ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠકના આરોગ્ય મંત્રાલયમાં પણ ટ્રાન્સફરનો ખેલ સામે આવ્યો હતો. આરોગ્ય વિભાગમાં બદલીઓ સામે અનેક વાંધાઓ ઉઠ્યા હતા. ખુદ મંત્રી બ્રજેશ પાઠકે આરોગ્ય વિભાગમાં બદલી પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આ મામલે વિભાગના અધિક મુખ્ય સચિવ અમિત મોહન પ્રસાદ પાસેથી જવાબ પણ મંગાવ્યો હતો. આ પછી, સીએમ યોગીએ બદલીઓ પર તપાસ શરૂ કરી છે.
યોગી સરકારમાં ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક 2017ની ચૂંટણી પહેલા બસપા છોડીને ભાજપમાં જોડાયા હતા અને યોગી સરકારના બીજા કાર્યકાળમાં તેમને દિનેશ શર્માની જગ્યાએ ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા હતા. તેમને આરોગ્ય મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી હતી.
યોગી સરકારના ત્રીજા મંત્રી દિનેશ ખટીક પણ નારાજ હોવાનું કહેવાય છે. દિનેશ ખટીકની નારાજગી અંગે કહેવામાં આવી રહ્યું છે કે જલ શક્તિ મંત્રાલયમાં રાજ્યમંત્રી હોવા છતાં અધિકારીઓ તેમની વાત સાંભળતા નથી. દિનેશ ખટીકે બદલીઓની યાદી આપી હતી પરંતુ અધિકારીઓએ તેમને કેબિનેટ મંત્રી સાથે વાત કરવાનું કહ્યું હતું. દિનેશ ખટીકે પોતાનું રાજીનામું સીએમને સુપરત કરી દીધું છે અને તેઓ કોઈ અજાણ્યા સ્થળે ચાલ્યા ગયા હોવાની ચર્ચા છે. જોકે, સરકારે આવા અહેવાલોને નકારી કાઢ્યા છે.
દિનેશ ખટીક મેરઠના હસ્તિનાપુરથી બીજી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને સતત બીજી વખત યોગી સરકારમાં મંત્રી બનાવવામાં આવ્યા હતા. મંગળવારે જ્યારે સીએમ યોગી આદિત્યનાથે તમામ મંત્રીઓ સાથે બેઠક કરી ત્યારે દિનેશ ખટીક ત્યાં પહોંચ્યા ન હતા.
બીજી તરફ  મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે  મંત્રીઓને તેમની ઓફિસ અને અંગત સ્ટાફ પર આંધળો વિશ્વાસ ન રાખવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે તમારી ઓફિસ અને ઘરના સ્ટાફ પર નજર રાખો. મંત્રીઓએ ધ્યાન રાખવું જોઈએ કે તેમનો સ્ટાફ શું કરી રહ્યો છે. મંગળવારે લોક ભવનમાં મળેલી મંત્રી પરિષદની બેઠકમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે મંત્રીઓએ પ્રમાણિકતા અને પારદર્શિતા સાથે કામ કરવું જોઈએ. ભ્રષ્ટાચાર અને ગેરરીતિની એક પણ ઘટનાને સાંખી લેવામાં આવશે નહીં. મુખ્યમંત્રીએ કહ્યું કે, ઉતાવળમાં ફાઈલ પર સહી ન કરો. કોઈપણ નિર્ણય યોગ્યતાના આધારે જ લો. 
Advertisement
Tags :
Advertisement

.