Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ધોની અને ગંભીર વચ્ચેના વિવાદને લઈને ગંભીર કરી ચોખવટ, કહ્યું – ધોનીને જરૂર પડશે તો સૌથી પહેલા હું ઉભો રહીશ

પૂર્વ ભારતીય ઓપનર ગૌતમ ગંભીર તેની સ્પષ્ટવક્તા માટે જાણીતો છે. તે દરેક મુદ્દા પર ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે. કારકિર્દીના અંતિમ તબક્કામાં ગંભીરના મહેન્દ્ર સિંહ ધોની સાથેના સંબંધોને લઈને વિવિધ પ્રકારના સમાચાર સામે આવ્યા હતા.એવું કહેવામાં આવ્યું હતું કે બંને વચ્ચે તણાવ છે અને તેમના સંબંધોમાં તિરાડ છે. પરંતુ હવે ગંભીરે ધોની સાથેના સંબંધોને લઈને મોટી વાત કહી છે. ગંભી
ધોની અને ગંભીર વચ્ચેના
વિવાદને લઈને ગંભીર કરી ચોખવટ  કહ્યું  ndash  ધોનીને જરૂર પડશે તો સૌથી પહેલા હું ઉભો રહીશ

પૂર્વ ભારતીય ઓપનર ગૌતમ
ગંભીર તેની સ્પષ્ટવક્તા માટે જાણીતો છે. તે દરેક મુદ્દા પર ખુલ્લેઆમ પોતાનો
અભિપ્રાય વ્યક્ત કરે છે. કારકિર્દીના અંતિમ તબક્કામાં ગંભીરના મહેન્દ્ર સિંહ ધોની
સાથેના સંબંધોને લઈને વિવિધ પ્રકારના સમાચાર સામે આવ્યા હતા.એવું કહેવામાં આવ્યું
હતું કે બંને વચ્ચે તણાવ છે અને તેમના સંબંધોમાં તિરાડ છે. પરંતુ હવે ગંભીરે ધોની
સાથેના સંબંધોને લઈને મોટી વાત કહી છે. ગંભીરે કહ્યું છે કે તે ધોનીને પસંદ નથી
કરતો
એવું નથી, જ્યારે પણ તેને
જરૂર પડશે ત્યારે તે તેની પડખે સૌથી પહેલા ઊભો રહેશે.

Advertisement


ગૌતમ ગંભીરે મહેન્દ્ર સિંહ
ધોની અને પોતાની વચ્ચેના અણબનાવના દાવાઓને ફગાવી દેતા કહ્યું હતું કે તેને વિકેટ
કીપર બેટ્સમેન ધોની માટે ઘણું સન્માન છે. જ્યારે ગંભીરને પૂછવામાં આવ્યું કે આવી
વાતો વારંવાર સામે આવે છે કે ગૌતમ ગંભીર મહેન્દ્ર સિંહ ધોનીને પસંદ નથી કરતો
? આ અંગે ગંભીરે કહ્યું કે, આ બધી વાતો બકવાસ છે. હું
તેને ખૂબ માન આપું છું. હું તમામ ભારતીયોની સામે  કહું છું કે જો ધોનીને ક્યારેય તેની જરૂર પડશે
તો તે સૌથી પહેલા ઉભો રહેશે. જો કે ભગવાનને પ્રાર્થના કરું છું કે તેને ક્યારેય એવી
જરૂર ન પડે. પરંતુ જો આવું થાય
, તો હું તેની સાથે ઉભો રહેનાર પ્રથમ વ્યક્તિ બનીશ.

Advertisement


ધોની એક સારા ખેલાડી સાથે
મહાન વ્યક્તિઃ ગંભીર

Advertisement

ગંભીરે કહ્યું, ધોનીએ ભારતીય ક્રિકેટ માટે શું કર્યું છે તે દરેક જાણે છે.. તે ખરેખર
અદ્ભુત છે. તમારી રમત જોવાની રીત અલગ હોઈ શકે છે અને મારી અલગ હોઈ શકે છે. જ્યારે
તે કેપ્ટન હતો
, ત્યારે હું વાઇસ-કેપ્ટન હતો અને હું કદાચ તેમના કેપ્ટન તરીકે સૌથી
લાંબો સમય તેમનો વાઇસ-કેપ્ટન રહ્યો છું. અમે હંમેશા ટીમ માટે રમ્યા. તે એક મહાન
ખેલાડી સાથે સાથે સારો વ્યક્તિ પણ છે.


ભૂતપૂર્વ ભારતીય ઓપનરે
વધુમાં કહ્યું કે જો ધોનીએ તેની કારકિર્દીમાં નંબર-
3 પર બેટિંગ કરી હોત તો તેણે
ઘણા રેકોર્ડ તોડી નાખ્યા હોત. આનો પુરાવો નંબર-
3 પર ધોનીની ઘણી શાનદાર
ઇનિંગ્સ છે. ધોનીએ પોતાની પ્રથમ વનડે સદી 3 નંબર પર બેટિંગ કરતી વખતે ફટકારી હતી.
તેણે
2005માં પાકિસ્તાન સામે વિશાખાપટ્ટનમ ODIમાં નંબર 3 પર 148 રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી હતી. તે જ વર્ષે, શ્રીલંકા સામે, તેણે જયપુર ODIમાં નંબર-3 પર અણનમ 183 રન બનાવ્યા જે તેનો સર્વોચ્ચ સ્કોર છે.

Tags :
Advertisement

.