Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કાળઝાળ ગરમીથી પશુ પક્ષીઓને રક્ષણ આપીએ...

આજકાલ ભીષણ ગરમીથી આખું ગુજરાત શેકાઇ રહ્યું છે. માણસો માટે પોતાના સ્વાસ્થ્યની જાળવણી કરવા માટે ગરમીથી બચવાના યથાશક્તિ ઉપાયો પણ શોધી કઢાયા છે, પણ તેમ છતાં ઘણી વખત કુદરત આગળ માણસ પણ બુદ્ધિશાળી પ્રાણી હોવા છતાં લાચાર બની જાય છે અને ક્યારેક ક્યારેક તો ગરમીથી થતી બીમારીનો ભોગ પણ બને છે.ગુજરાતની  આ ભીષણ ગરમીમાં આપણી આસપાસ રહેતા, ફરતા, ઉડતા પશુ-પંખીઓની કેવી અવદશા થતી હશે તેની પણ આપણે કલ્à
06:19 PM Apr 17, 2022 IST | Vipul Pandya
આજકાલ ભીષણ ગરમીથી આખું ગુજરાત શેકાઇ રહ્યું છે. માણસો માટે પોતાના સ્વાસ્થ્યની જાળવણી કરવા માટે ગરમીથી બચવાના યથાશક્તિ ઉપાયો પણ શોધી કઢાયા છે, પણ તેમ છતાં ઘણી વખત કુદરત આગળ માણસ પણ બુદ્ધિશાળી પ્રાણી હોવા છતાં લાચાર બની જાય છે અને ક્યારેક ક્યારેક તો ગરમીથી થતી બીમારીનો ભોગ પણ બને છે.
ગુજરાતની  આ ભીષણ ગરમીમાં આપણી આસપાસ રહેતા, ફરતા, ઉડતા પશુ-પંખીઓની કેવી અવદશા થતી હશે તેની પણ આપણે કલ્પના કરવી જોઈએ.  આવી કલ્પના નથી થતી એવું તો નથી જ કહેવાનું પણ કહેવાનું માત્ર એટલું જ છે કે પ્રત્યેક માણસ આ પ્રકારની જેને આપણે આપણી સંસ્કૃતિમાં જીવ દયા કહીએ છીએ તેના તરફ થોડાક વધુ સભાન થવાની જરૂર લાગે છે.

આપણે આપણા ઘરના આંગણામાં કે કમ્પાઉન્ડમાં થોડીક છાંયડાવાળી જગ્યા હોય તો તેનો ઉપયોગ નીરાતે આપણા આસપાસ રહેતા કુતરાઓ કરી શકે તે માટે આપણે વિચારી શકીએ એવી જ રીતે આપણી ગેલેરીમાં આંગણામાં કમ્પાઉન્ડમાં માટીના વાસણમાં પીવાનું પાણી મૂકીને પ્રાણીઓને અને પંખીઓને આ કાળઝાળ ગરમીમાં પાણીથી તરફડીને મરી જતા અટકાવી શકીએ છીએ.

આ પ્રકારની બીજી પણ કેટલીક જીવ દયાની પ્રવૃત્તિઓના સમાચાર અને ફોટોગ્રાફ્સ આપણે વર્તમાનપત્રોમાં જોતા હોઈએ છીએ. જેમ કે કેટલાક લોકો બોક્સનો ઉપયોગ એમાં થોડુંક ઘાસ મૂકીને છાંયડાવાળી જગ્યાએ માળા રૂપે મૂકીને ભર બપોરે પંખીઓને તેમનો નિવાસ આપવાનું શક્ય બનાવી શકે છે. ખાસ કરીને શહેરોમાં વૃક્ષો રહ્યા નથી. તેથી પંખીઓને વૃક્ષો ઉપર પોતાના માળા બનાવવાની જગા આપણે છીનવી લીધી છે. આવા સંજોગોમાં આપણી ગેલેરીના વધેલા બાગમાં આપણા આંગણામાં અને જો આપણે નસીબદાર હોઈએ અને આપણી આજુબાજુ એકાદા બે વૃક્ષો હોય તો વૃક્ષ ઉપર પીવાના પાણીને મૂકીને અથવા તો જ્યાં ગરમી ઓછી અસર કરતી હોય તેવી જગ્યાએ આવા હાથ બનાવટના પંખીઓ માટે કામ ચલાવવું નિવાસ સ્થાનો બનાવીને તેમને આ કાળઝાળ ગરમીમાંથી રાહત આપી શકીએ છીએ.

આપણા સહુ માટે ખાસ કરીને શહેરી વિસ્તારોમાંથી ઘરની શોભા જેવા ગણાતા ચકલી જેવા અનેક પંખીઓની પ્રજાતિ લગભગ નષ્ટ થવામાં છે એના અનેક કારણોમાંનું આપણ એક કારણ છે કે આપણે આવા પંખીઓ અને અબોલ પશુઓ માટે તેમના ખાવાપીવાની વ્યવસ્થા માટે શહેરોમાં ખાસ કસી વ્યવસ્થા કરી શક્યા નથી.

જે લોકોને ગ્રામ્ય પ્રદેશોનો અનુભવ હશે ગામડામાં જીવ્યા હશે તેમને ખબર હશે કે દરેક ગામમાં અબોલ પશુઓને પાણી પીવા માટે એક ચોક્કસ કુંડી જેને ગ્રામ્ય પ્રજા હવાડો કહેતી હતી. તેનું ગૌરવ પૂર્વક વર્તન કરવામાં આવતું હતું. એવી જ રીતે દરેક ગામમાં ઓછામાં ઓછો એક ચબૂતરો રહેતો જ્યાં ગામના લોકો સવારે અનાજ નાખી જતા મોટેભાગે ચબૂતરો અને હવાડો પાસે રહેતા જેથી પંખીઓ અને પશુઓ ખાઈ પણ શકે અને પાણી પી શકે. આ ઉપરાંત દરેક ગામને પોતાનું ગોચર હતું એટલે કે જમીનનો કેટલોક ચોક્કસ વિસ્તાર હે ગોચર તરીકે ઓળખાતો- જ્યાં કોઈપણ પ્રકારની ખેતી કરવાની મનાઈ હતી અને એમાં માત્ર ગાયો અને ભેંસોને પહેરવા માટેની એ જગા આરક્ષિત રહેતી હતી. એટલું જ નહીં ગામની બહાર કોઈ મંદિરના પ્રાંગણમાં ઘાસચારો નિર્વાહનો પણ રિવાજ હતો. 

આપણા શહેરી જીવનની સભ્યતામાં આ પ્રકારની વ્યવસ્થાઓનો છેદ ઉડી ગયો હોવાથી અબોલ પ્રાણીઓ અને પશુ-પંખીઓ માટે જીવવું લશ્કર બનતું જાય છે. આજકાલ પડી રહેલી સખત ગરમીમાં જ્યારે આપણને પણ વારંવાર પાણીની જરૂર પડે છે તો આપણા આ વહાલસોયા પશુ-પંખીઓને પણ પાણીની જરૂર પડે છે. એનો વિચાર કરીને આપણાથી બની શકે એ રીતે એવી રીતે પ્રાણીઓ અને પંખીઓ માટે શરદી આને પાણીની અને ઘાસચારાની વ્યવસ્થા કરવા વિશે આપણે સભા થવાની થોડીક વધારે જરૂર છે.
Tags :
AnimalchabutroGujaratFirstSummerwater
Next Article