Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

'તાજ' મહેલ.. મસ્જિદ કે પછી મંદિર ? તાજ મહેલ કે તેજો મહાલય?

મંદિર કે પછી મસ્જિદ તેના વિવાદોની યાદી બહું લાંબી છે. આ યાદીમાં વિશ્વની અજાયબી એવો તાજમહેલ પણ શામેલ છે. જેને લઇને એવી દલીલ કરવામાં આવી રહી છે કે તાજ મહેલ વાસ્તવમાં તેજો મહાલય કે પછી શિવ મંદિર છે. આ અરજી તાજેતરમાં જ અલાહાબાદ હાઇકોર્ટે ફગાવી દીધી અને અરજીકર્તાને ફટકાર પણ લગાવી. જો કે અરજીકર્તા આ મામલે સુપ્રીમમાં જવાનું મન બનાવી ચૂક્યા છે. સીધો અર્થ એ થયો કે આ વિવાદ માત્ર હાલ પૂરતો જ શà
 તાજ  મહેલ   મસ્જિદ કે પછી મંદિર   તાજ મહેલ કે તેજો મહાલય
મંદિર કે પછી મસ્જિદ તેના વિવાદોની યાદી બહું લાંબી છે. આ યાદીમાં વિશ્વની અજાયબી એવો તાજમહેલ પણ શામેલ છે. જેને લઇને એવી દલીલ કરવામાં આવી રહી છે કે તાજ મહેલ વાસ્તવમાં તેજો મહાલય કે પછી શિવ મંદિર છે. આ અરજી તાજેતરમાં જ અલાહાબાદ હાઇકોર્ટે ફગાવી દીધી અને અરજીકર્તાને ફટકાર પણ લગાવી. જો કે અરજીકર્તા આ મામલે સુપ્રીમમાં જવાનું મન બનાવી ચૂક્યા છે. સીધો અર્થ એ થયો કે આ વિવાદ માત્ર હાલ પૂરતો જ શમ્યો છે...  
મકબરો કે પછી મંદિર ?
તાજ મહેલ કે તેજો મહાલય ?
તાજ મહેલ કે પછી શિવ મંદિર ?
તાજેતરમાં જ બીજેપીના એક કાર્યકર ડૉ. રજનીશે હાઈકોર્ટની લખનૌ બેંચમાં અરજી દાખલ કરી હતી. આ અરજીમાં  તાજમહેલ એક શિવ મંદિર અથવા તેજો મહાલય હોવાનો દાવો કરાયો હતો.
તાજમહેલના ભોંયરામાં કુલ 22 ઓરડા છે, તેમાંથી 20 ઓરડા ખોલવાની પરવાનગી માટે લખનૌ હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. અરજીકર્તાનું કહેવું હતું કે તેને ખબર પડી છે કે 20 ઓરડામાં તેજો મહાલયના પુરાવા છે. પિટિશનમાં કહેવાયું હતું તે સ્પષ્ટ થવું જોઈએ કે તે શિવ મંદિર છે કે સમાધિ. જો બંધ દરવાજા ખોલવામાં આવે તો આ વિવાદ પર કાયમ માટે પૂર્ણવિરામ મુકાઇ જશે. અરજી પર અલાહાબાદ હાઇકોર્ટે નિર્ણય સંભળાવતા અરજી કર્તાની અરજી ફગાવી દીધી. અરજી કર્તા હવે આ મામલે સુપ્રીમ કોર્ટમાં જશે.
પિટિશનમાં તાજમહેલ પર ઉઠાવાયેલા 5 સવાલ
1. અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ઘણા પુસ્તકોમાં ઉલ્લેખ છે કે  વર્ષ 1212 માં રાજા પરમારદી દેવે તેજો મહાલયનું નિર્માણ કરાવ્યું હતું, જે પાછળથી જયપુરના રાજા માન સિંહને વારસામાં મળ્યો હતો. તે જ પછી રાજા જયસિંહને મળ્યો. શાહજહાંએ તેજો મહાલયને તોડીને સમાધિ બનાવી દીધી.
2. ઔરંગઝેબના સમયમાં પણ મુઘલ દરબારના કોઈપણ કાગળ અથવા ઈતિહાસમાં તાજમહેલનો કોઈ ઉલ્લેખ નથી. મુસ્લિમો ક્યારેય મહેલ શબ્દનો ઉપયોગ કરતા નથી. કોઈપણ મુસ્લિમ દેશમાં આ શબ્દના અસ્તિત્વના પુરાવા નથી.
3. ઔરંગઝેબ કાળના ત્રણ દસ્તાવેજો છે: આદાબ-એ-આલમગીરી, યાદગારનામા અને મુરક્કા-એ-અકબરાબાદી. આમાં નોંધાયેલા ઇસવિસન 1652ના એક પત્રમાં ઔરંગઝેબે મુમતાઝના મકબરાની મરામત કરવાની સૂચના આપી હતી. તેમાં સ્પષ્ટ લખ્યું છે કે મકબરાની હાલત સારી નથી. તે ઘણી જગ્યાએથી લીક થઈ રહ્યો છે. તિરાડો પડી ચૂકી છે. મકબરાને સાત માળનો દર્શાવાયો છે. એટલે કે, એ સ્પષ્ટ છે કે ઔરંગઝેબના સમયમાં આ મકબરો ખૂબ જૂનો થઇ ચૂક્યો હતો, જો શાહજહાંએ તેને બનાવ્યો હોત તો થોડા વર્ષો પછી તે આટલો જૂનો ન હોત.
4. શાહજહાંની પત્નીનું નામ મુમતાઝ મહેલ હોવાનું કહેવાય છે. તેથી જ તેનું નામ પણ તાજમહેલ રાખવામાં આવ્યું હતું, પરંતુ જો કોઈ અધિકૃત દસ્તાવેજો પર નજર નાખે તો ખબર પડશે કે મુમતાઝનું નામ મુમતાઝ ઉલ ઝમાની તરીકે દર્શાવાયું હશે. 
5. આ સમાધિનું નિર્માણ ઇસવિસન 1631માં શરૂ થયું હતું અને તે ઇસવિસન 1653માં પૂર્ણ થયું હતું. એટલે કે, તેના નિર્માણને 22 વર્ષ લાગ્યાં. એક કબરને બનાવવામાં આટલો સમય લાગવો પણ શંકા ઉભી કરે છે. 
  • ફેબ્રુઆરી 2018માં ASIએ આગ્રા કોર્ટમાં એફિડેવિટમાં કહ્યું હતું કે તાજમહેલનું શિવમંદિર હોવાનો કે તેજો મહાલય હોવાનો દાવો કાલ્પનિક છે. તેથી તાજમહેલ પર કોઇપણ પ્રકારની પુનર્સમીક્ષાનો પ્રશ્ન જ ઉભો થતો નથી. 
  • અલાાહાબાદ હાઇકોર્ટે ભલે અરજીકર્તાની અરજી ફગાવી દીધી. પરંતુ અરજીકર્તાના વકીલનું કહેવું છે કે તેઓ નિરાશ નથી થયા. અને સુપ્રીમ કોર્ટમાં આ મામલે અરજી દાખલ કરશે. 
Advertisement
Tags :
Advertisement

.