Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સુઝેન ખાને શેર કર્યો અર્સલાન ગોની સાથેનો રોમેન્ટિક ફોટો, કેપ્શનમાં લખી દિલની વાત

અભિનેતા હૃતિક રોશનની એક્સ પત્ની સુઝેન ખાન ઘણીવાર તેના રૂમર્ડ બોયફ્રેન્ડ અર્સલાન ગોની સાથે જોવા મળે છે. હવે સુઝેને તેની સાથે એક રોમેન્ટિક ફોટો શેર કરીને પોતાની લાગણીઓ વ્યક્ત કરી છે. અભિનેતા હૃતિક રોશનની ભૂતપૂર્વ પત્ની સુઝેન ખાન ઘણીવાર તેના બોયફ્રેન્ડ અર્સલાન ગોની સાથે જોવા મળે છે. અત્યાર સુધી સુઝેને અર્સલાન સાથેના તેના સંબંધો પર કોઈ મહોર મારી નથી. પરંતુ હાલમાં જ તેણે અરસલાન સાàª
07:30 AM May 17, 2022 IST | Vipul Pandya
અભિનેતા હૃતિક રોશનની એક્સ પત્ની સુઝેન ખાન ઘણીવાર તેના રૂમર્ડ બોયફ્રેન્ડ અર્સલાન ગોની સાથે જોવા મળે છે. હવે સુઝેને તેની સાથે એક રોમેન્ટિક ફોટો શેર કરીને પોતાની લાગણીઓ વ્યક્ત કરી છે. અભિનેતા હૃતિક રોશનની ભૂતપૂર્વ પત્ની સુઝેન ખાન ઘણીવાર તેના બોયફ્રેન્ડ અર્સલાન ગોની સાથે જોવા મળે છે. અત્યાર સુધી સુઝેને અર્સલાન સાથેના તેના સંબંધો પર કોઈ મહોર મારી નથી. પરંતુ હાલમાં જ તેણે અરસલાન સાથેનો રોમેન્ટિક ફોટો શેર કરતા પ્રેમાળ કેપ્શન લખ્યું છે. જેને વાંચીને માત્ર સેલેબ્સ જ નહીં પરંતુ અરસલાન ગોનીના ભાઈ અલી ગોનીનું પણ રિએક્શન સામે આવ્યું હતું. તો સાથે જ અર્સલાને આ પોસ્ટ પર કિસિંગ ઈમોજી પોસ્ટ કરીને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. 
કપલ અલગ-અલગ સ્ટાઈલમાં  એક સાથે જોવા મળે છે
અર્સલાન ગોની સફેદ શર્ટ અને બ્લુ ડેનિમમાં જોવા મળી રહ્યો છે, જ્યારે સુસાન બ્લૂ-બ્લેક કલરના શોર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે. સુઝાન અર્સલાનની બાહોપાશમાં જોવા મળે છે અને તે બંને હસતાં હસતાં કેમેરા તરફ પોઝ આપી રહ્યાં છે. તો આ ફોટો શેર કરતી વખતે સુઝેને ક્યૂટ કેપ્શન લખીને પોતાના દિલની લાગણી વ્યક્ત કરી છે.
સુઝાને પોતાની લાગણીઓ લખી
સુઝેને કેપ્શનમાં લખ્યું- 'બીચ હંમેશા જગ્યા નથી હોતી, ક્યારેક તે એક અનોખી લાગણી હોય છે.' આ રોમેન્ટિક ફોટો અને ક્યૂટ કેપ્શન જોઈને અરસલાન ગોનીએ કિસિંગ ઈમોજી પોસ્ટ કર્યું, જ્યારે તેના ભાઈ અલી ગોનીએ લખ્યું- 'હમમમમ સારી લાગણી'. આ સિવાય અન્ય સેલેબ્સ પણ આ પોસ્ટ પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે.
સોનલ ચૌહાણના જન્મદિવસની પાર્ટીમાં પહોંચ્યા હતા
તમને જણાવી દઈએ કે, અભિનેત્રી સોનલ ચૌહાણના જન્મદિવસની ઉજવણી કરવા ઘમી સેલેબ્રિટી ગોવા પહોંચ્યા હતા. આ પાર્ટીમાં સુસાન અને અર્સલાન  એક સાથે આવ્યાં હતાં. ત્યાંથી બંનેનો ફોટો સામે આવ્યો છે. આ પહેલા અર્સલાને પોતાની સ્ટોરીમાં કેટલીક તસવીરો શેર કરી હતી.
Tags :
GujaratFirstHrithikRoshanHrithikRoshanEx-wifeSussanneKhanSussanneKhan
Next Article