Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુવેન્દુ અધિકારી પ.બંગાળને લઇને બોલ્યા - CM મમતાએ બંગાળને બનાવી દીધું છે નોર્થ કોરિયા

પશ્ચિમ બંગાળ સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહેલા ભાજપના નેતા સુવેન્દુ અધિકારીને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. આ દરમિયાન સુવેન્દુએ કહ્યું કે, મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળને નોર્થ કોરિયા બનાવી દીધું છે. સુવેન્દુની સાથે લોકેટ ચેટરજીને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીને સોમવારે ભારતીય જનતા પાર્ટી (BJP)ની રાજ્ય સચિવાલય 'નબાન્ન' તર
સુવેન્દુ અધિકારી પ બંગાળને લઇને બોલ્યા   cm મમતાએ બંગાળને બનાવી દીધું છે નોર્થ કોરિયા
પશ્ચિમ બંગાળ સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહેલા ભાજપના નેતા સુવેન્દુ અધિકારીને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. આ દરમિયાન સુવેન્દુએ કહ્યું કે, મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળને નોર્થ કોરિયા બનાવી દીધું છે. સુવેન્દુની સાથે લોકેટ ચેટરજીને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.
પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીને સોમવારે ભારતીય જનતા પાર્ટી (BJP)ની રાજ્ય સચિવાલય 'નબાન્ન' તરફ કૂચ દરમિયાન સંત્રાગાછી જવાનો પ્રયાસ કરતી વખતે કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. ભાજપના નેતા અને સાંસદ લોકેટ ચેટર્જી અને પાર્ટીના નેતા રાહુલ સિંહાને પણ અટકાયતમાં લેવામાં આવ્યા હતા અને જેલ વાનમાં લઈ જવામાં આવ્યા હતા. તેઓને સચિવાલય નજીક 'સેકન્ડ હુગલી બ્રિજ' પાસે પોલીસ ટ્રેનિંગ સ્કૂલની સામે રોકવામાં આવ્યા હતા. રાજ્યમાં તૃણમૂલ કોંગ્રેસ સરકારના કથિત ભ્રષ્ટાચાર વિરુદ્ધ 'નબાન્ન અભિયાન'માં ભાગ લેવા માટે રાજ્યભરમાંથી ભાજપના સમર્થકો મંગળવારે સવારે કોલકાતા અને પડોશી હાવડા પહોંચવાનું શરૂ કર્યું હતું.
Advertisement

માર્ચને લઈને સુવેન્દુ અધિકારીનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, આ એક શાંતિપૂર્ણ આંદોલન છે. આ ભ્રષ્ટાચાર અને બેરોજગારીનો મુદ્દો છે. બંગાળના લોકો મમતા સાથે નથી તેથી તે નોર્થ કોરિયાની જેમ બંગાળમાં તાનાશાહી કરી રહી છે. આ પછી, પોલીસે કોલકાતામાં રાજ્ય સરકાર વિરુદ્ધ બીજેપીના 'નબાન્ન ચલો' અભિયાનમાં ભાગ લઈ રહેલા રાજ્ય વિધાનસભામાં વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીને કસ્ટડીમાં લીધા હતા. આ પહેલા પશ્ચિમ બંગાળના કૂચ બિહારના સીતલકુચીમાં ભાજપના વિરોધ દરમિયાન હિંસાના સમાચાર સામે આવ્યા હતા. 
ભાજપના વિરોધ દરમિયાન અનેક દેશી બોમ્બ બ્લાસ્ટ થયા હતા. આ ઘટનામાં ભાજપના બે કાર્યકરો પણ ઘાયલ થયા છે. ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના પર ભાજપના જિલ્લા અધ્યક્ષ સુકુમાર રાયે કહ્યું હતું કે અમે કૂચબિહાર, સીતલકુચીમાં એક વિશાળ વિરોધ રેલી (વિવિધ કૌભાંડોમાં કથિત રીતે સંડોવાયેલા TMC નેતાઓની ધરપકડ માટે)નું આયોજન કર્યું હતું, જે દરમિયાન TMC કાર્યકરોએ પથ્થરમારો કર્યો હતો અને બાદમાં બોમ્બ ફેંકવાનું શરૂ કર્યું હતું. રાયે કહ્યું કે આ ઘટનામાં ભાજપના બે કાર્યકર્તાઓ પણ ઘાયલ થયા છે.
Tags :
Advertisement

.