Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુવેન્દુ અધિકારી હિંસા સ્થળ પર પહોંચ્યા, કહ્યું - બંગાળને બચાવવાનો એકમાત્ર રસ્તો રાષ્ટ્રપતિ શાસન

પશ્ચિમ બંગાળના બીરભૂમની અંદર થયેલી હિંસા અંગે હવે રાજકારણ ગરમાયું છે. આ મામલે ભાજપ અને ટીએમસી સામસામે આવ્યા છે. તો બીજી તરફ રાજ્યપાલ અને  મમતા બેનર્જી વચ્ચે પણ નિવેદનબાજી તઇ રહી છે. ત્યારે પશ્ચિમ બંગાળના વિપક્ષ નેતા સુવેન્દુ અધિકારીના નેતૃત્વમાં ભાજપના એક પ્રતિનિધિ મંડળે ઘટનાસ્થળની મુલાકાત લીધી છે. ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા સ્થાનિક તૃણમૂલ કોંગ્રેસના નેતાની હત્યાના થોડા à
સુવેન્દુ અધિકારી હિંસા સ્થળ પર પહોંચ્યા  કહ્યું   બંગાળને બચાવવાનો એકમાત્ર રસ્તો રાષ્ટ્રપતિ શાસન
પશ્ચિમ બંગાળના બીરભૂમની અંદર થયેલી હિંસા અંગે હવે રાજકારણ ગરમાયું છે. આ મામલે ભાજપ અને ટીએમસી સામસામે આવ્યા છે. તો બીજી તરફ રાજ્યપાલ અને  મમતા બેનર્જી વચ્ચે પણ નિવેદનબાજી તઇ રહી છે. ત્યારે પશ્ચિમ બંગાળના વિપક્ષ નેતા સુવેન્દુ અધિકારીના નેતૃત્વમાં ભાજપના એક પ્રતિનિધિ મંડળે ઘટનાસ્થળની મુલાકાત લીધી છે. ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા સ્થાનિક તૃણમૂલ કોંગ્રેસના નેતાની હત્યાના થોડા કલાકો બાદ, બીરભૂમના એક ગામમાં કેટલાક ઘરોને સળગાવી દેવામાં આવ્યા હતા, જેમાં આઠ લોકોના મોત થયા છે.
CBI તપાસની માગ 
સુવેન્દુ અધિકારીએ કહ્યું કે આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. તેની નિંદા કરવા માટે શબ્દો પૂરતા નથી. કોલકાત્તા હાઈકોર્ટે સેન્ટ્રલ ફોરેન્સિકને નિર્દેશ આપ્યા છે. અમે NIA અથવા CBI તપાસની માગ કરીએ છીએ. SIT એ રાજ્ય સરકારની એક પાંખ છે, મુખ્યમંત્રી સરકારને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. બંગાળને બચાવવાનો એકમાત્ર રસ્તો રાષ્ટ્રપતિ શાસન છે.
બીજેપી સાંસદ અર્જુન સિંહે કહ્યું કે અહીં ભયનો માહોલ છે, ગામડાઓ ઉજ્જડ છે. તે શરમજનક છે કે આ સરકારે ઘણા નિર્દોષ લોકોને મરવા દીધા છે. પોલીસકર્મીઓ ઉભા રહ્યા અને કંઈ કર્યું નહીં. મમતા બેનર્જીએ તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ અને મામલો સીબીઆઈ અથવા એનઆઈએને સોંપવો જોઈએ.
ભાજપ દ્વારા રેલી
બીજી તરફ પશ્ચિમ બંગાળ ભાજપે આ ઘટનાના વિરોધમાં સિલીગુડીમાં પ્રદર્શન રેલી કાઢી અને મમતા બેનર્જી સરકારનો વિરોધ કર્યો. ગુરુવારે મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ ઘટનાસ્થળની મુલાકાત લેશે. તેમણે કહ્યું કે બીરભૂમ જિલ્લામાં હિંસા ફેલાવનારાઓ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે, પછી ભલે તેઓ કોઈપણ રાજકીય પક્ષના હોય.
Advertisement
Tags :
Advertisement

.