Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પંજાબના મોહાલીમાં ઇન્ટેલિજન્સ ઓફિસ બહાર વિસ્ફોટ, શંકાસ્પદ ગ્રેનેડ વડે હુમલો, તપાસ એજન્સીઓ દોડતી થઇ

પંજાબના મોહાલી શહેરમાં પંજાબ પોલાસની ઇન્ટેલિજન્સની ઓફિસ બહાર વિસ્ફોટ થયો છે. જે પ્રાથમિક માહિતી સામે આવી રહી છે તે પ્રમાણે પંજાબ પોલીસની ઇન્ટેલિજન્સ ઓફિસના ત્રીજા માળ પર આ વિસ્ફોટ થયો છે. વિસ્ફોટના કારણે ઇમારતના કાચ તૂટી ગયા છે. જો કે આ ઘટનામાં કોઇ જાનહાનિ કે પછી ઇજાના સમાચાર નથી. મળતી માહિતી પ્રમાણે એક રોકેટ વડે સંચાલિત એક ગ્રેનેડ ત્રીજા માળ પર ફેંકવામાં આવ્યો અને વિસ્ફોટ થયો.
પંજાબના મોહાલીમાં ઇન્ટેલિજન્સ ઓફિસ બહાર વિસ્ફોટ  શંકાસ્પદ ગ્રેનેડ વડે હુમલો  તપાસ એજન્સીઓ દોડતી થઇ
પંજાબના મોહાલી શહેરમાં પંજાબ પોલાસની ઇન્ટેલિજન્સની ઓફિસ બહાર વિસ્ફોટ થયો છે. જે પ્રાથમિક માહિતી સામે આવી રહી છે તે પ્રમાણે પંજાબ પોલીસની ઇન્ટેલિજન્સ ઓફિસના ત્રીજા માળ પર આ વિસ્ફોટ થયો છે. વિસ્ફોટના કારણે ઇમારતના કાચ તૂટી ગયા છે. જો કે આ ઘટનામાં કોઇ જાનહાનિ કે પછી ઇજાના સમાચાર નથી. મળતી માહિતી પ્રમાણે એક રોકેટ વડે સંચાલિત એક ગ્રેનેડ ત્રીજા માળ પર ફેંકવામાં આવ્યો અને વિસ્ફોટ થયો.
ઘટના બાદ મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ સ્થળ પર પહોંચી છે. સાથે જ ઉચ્ચ અધિકારીઓ અને તપાસ એજન્સીઓ પણ દોડતી થઇ છે. આ ઘટના સાંજે સાડા સાત વાગ્યા આસપાસની હોવાનું સામે આવી રહ્યું છે. બિલ્ડીંગના ત્રીજા માળ પર રોકેટ જેવી વસ્તુ આવીને અથડાઇ અને બાદમાં વિસ્ફોટ થયો. 
Advertisement

પંજાબ પોલીસે શું કહ્યું?
મોહાલી પોલીસ દ્વારા જહેર કરવામાં આવેલી પ્રેસ રીલીઝ પ્રમાણે મોહાલીના સેક્ટર 78માં એસએએસ નગર ખાતે પંજાબ પોલીસ ઈન્ટેલિજન્સ હેડ ક્વાર્ટરમાં સાંજે લગભગ 7:45 વાગ્યે એક નાનો વિસ્ફોટ થયો હતો. જેમાં કોઈ નુકસાનના અહેવાલ નથી. વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર છે અને તપાસ ચાલુ છે. ફોરેન્સિક ટીમોને પણ બોલાવવામાં આવી છે.
સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ
એવી આશંકા છે કે પંજાબ ઈન્ટેલિજન્સ ઓફિસ પર રોકેટ લોન્ચરથી હુમલો કરવામાં આવ્યો છે. જોકે તેનાથી કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ આ હુમલાએ ફરી એકવાર સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા કર્યા છે. હાલ સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. મીડિયાને પણ ઓફિસથી દૂર રાખવામાં આવ્યા છે. વહીવટી સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો છે. બિલ્ડિંગની આસપાસ કોઈ રહેણાંક વિસ્તાર નથી. મોહાલી એસએસપી પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. સીએમ ભગવંત માને પણ ઘટનાનો રિપોર્ટ માંગ્યો છે. મુખ્યમંત્રીએ ડીજીપી પાસેથી મામલાની સંપૂર્ણ માહિતી લીધી છે. મુખ્યમંત્રી ભગવંત માન સતત અધિકારીઓના સંપર્કમાં છે.
Tags :
Advertisement

.