Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હવે કૂનો બાદ ગુજરાતમાં પણ જોવા મળી શકે ચિત્તા: આ વિસ્તારમાં પુન: વસન અંગે કરાયો સર્વે

સાત દાયકા બાદ ચિત્તા ભારત દેશમાં પરત ફર્યા છે, જેને નામ્બિયાથી લાવવામાં આવ્યા છે. મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં પી.એમ મોદીના હસ્તે છોડી તેમનું નવું ઘર બનાવ્યું છે. આ વચ્ચે જ કચ્છમાં સરહદી એવા કાળાડુંગરથી લઈને બેરડો સુધીના વિસ્તારમાં કુનોમાં ચિત્તા આવ્યા બાદ હવે વનવિભાગે સર્વે કર્યો છે. વનરક્ષક અને વનપાલથી લઈને નાયબ વનસંરક્ષક સહિતની ટીમ આ સર્વેમાં જોડાઈ હતી. વનવિભાગના ઉચ્ચ
હવે કૂનો બાદ  ગુજરાતમાં પણ જોવા મળી શકે ચિત્તા  આ વિસ્તારમાં પુન  વસન અંગે કરાયો સર્વે
સાત દાયકા બાદ ચિત્તા ભારત દેશમાં પરત ફર્યા છે, જેને નામ્બિયાથી લાવવામાં આવ્યા છે. મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં પી.એમ મોદીના હસ્તે છોડી તેમનું નવું ઘર બનાવ્યું છે. આ વચ્ચે જ કચ્છમાં સરહદી એવા કાળાડુંગરથી લઈને બેરડો સુધીના વિસ્તારમાં કુનોમાં ચિત્તા આવ્યા બાદ હવે વનવિભાગે સર્વે કર્યો છે. વનરક્ષક અને વનપાલથી લઈને નાયબ વનસંરક્ષક સહિતની ટીમ આ સર્વેમાં જોડાઈ હતી. વનવિભાગના ઉચ્ચ અધિકારીઓએ ફિલ્ડ સર્વે કરી સિનિયર આઈ.એફ.એસ અધિકારીને આ અહેવાલ સુપરત કર્યો છે. જો કે સમગ્ર મુદ્દે વનવિભાગે મગનું નમ મારી પાડ્યું ન હતું.


બન્નીના નિર્જન વિસ્તારમાં ચિત્તાના પુનર્વસન માટે શક્યતાઓ
આ સર્વેમાં કાળાડુંગરથી બરડો એટલે કે ઉગમણી બન્નીના નિર્જન વિસ્તારમાં ચિત્તાના પુનર્વસન માટે શક્યતાઓ ચકાસાઇ હતી. સાથોસાથ માનવ વસાહત, સંખ્યા અને પાણીના પોઇન્ટ,શિકારની અંદાજિત સંખ્યા. ઘાસીયામેદાન અને તેની નડતરો, મહેસૂલી જમીન અને અડચણો સહિતના મુદ્દે સર્વેમાં સર્વગ્રાહી અવલોકન નોંધાયા છે. જે સ્પષ્ટ દર્શાવે છે કે,વનવિભાગ આ વિસ્તારમાં ચિત્તા આવે તે અંગે ગહન વિચારી રહ્યું છે, સાથે જ મુખ્ય વન સંરક્ષક વી.જે રાણા છે જે સિંગાપોરથી આવેલા ચિત્તાઓના વ્યવસ્થાપનમાં બહોળો અનુભવ અને જ્ઞાન ધરાવે છે.

બન્નીનો પ્રોજેક્ટ પડતો મૂકાયા બાદ કચ્છ ફરી ચર્ચામાં
કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયએ રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ મંડળ દ્વારા ભૂતકાળમાં ચિત્તાના પુનર્વસન માટે બન્ની ઘાસિયુંમેદાન ઉત્તમ ગણાવ્યું હતું, જો કે બાદમાં તેનું સ્થાન કૂનો નક્કી થયું હતું જેને નામીબિયાથી 24 લોકોની ટીમ સાથે સ્પેશિયલ પ્લેન મારફતે કૂનો લવાયા હતા. જો કે આ નિર્ણય બાદ હવે કાળાડુંગરમાં ફરી કરાયેલો સર્વે ગુજરાતમાં ચિત્તાના પુનરાગમન મુદ્દે રસપ્રદ બની રહેશે.


કાળાડુંગર વિસ્તારમાં શિયાળની સંખ્યા વધુ,પાણીનો સ્ત્રોત પડકાર
આ સર્વે અંગે ગાંધીનગર સ્થિત ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે,કાળાડુંગર વિસ્તારમાં શિયાળની સંખ્યા વધુ હોતા એ એક ચિત્તા માટે હકારાત્મક બાબત છે પણ પાણીનો સ્ત્રોત પડકારરૂપ છે.સાથે જ ઉત્તરાદિ બન્નીમાં માનવ વસાહતો અને પાણીના સ્ત્રોત હજુ ચિંતાનો વિષય છે. પાણીના સ્ત્રોત કૃતિમ ઉભા કરવાની યોજના વિચારાધીન છે.
Advertisement
Tags :
Advertisement

.