Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આશ્ચર્યની વાત એ હતી કે પાયલોટનો ફોન રણકી રહ્યો હતો. જેને ટ્રેક કરીને વિમાનના કાટમાળ સુધી પહોંચવું શક્ય બન્યું

પોખરાથી જોમસોમ જતી ફ્લાઇટ લાપતા થયા બાદ આ  ફ્લાઇટની ભાળ મેળવવાનું કામ શરુ થયું. આ માટે વિમાનના ઇમરજન્સી લોકેટર ટ્રાન્સમીટરને ટ્રેક કરાયું તો સાથે જ પાયલોટના મોબાઇલને ટ્રેક કરવામાં આવ્યો. આશ્ચર્યની વાત એ હતી કે પાયલોટનો ફોન રણકી રહ્યો હતો. જેને ટ્રેક કરીને વિમાનના કાટમાળ સુધી પહોંચવું શક્ય બન્યું.  રવિવારે સવારે મળી પ્લેન લાપતા થયાની ખબર સવારે દસ વાગ્યે સેનાને કામે લગાવી દેવાà
આશ્ચર્યની વાત એ હતી કે પાયલોટનો ફોન રણકી રહ્યો હતો  જેને ટ્રેક કરીને વિમાનના કાટમાળ સુધી પહોંચવું શક્ય બન્યું
પોખરાથી જોમસોમ જતી ફ્લાઇટ લાપતા થયા બાદ આ  ફ્લાઇટની ભાળ મેળવવાનું કામ શરુ થયું. આ માટે વિમાનના ઇમરજન્સી લોકેટર ટ્રાન્સમીટરને ટ્રેક કરાયું તો સાથે જ પાયલોટના મોબાઇલને ટ્રેક કરવામાં આવ્યો. આશ્ચર્યની વાત એ હતી કે પાયલોટનો ફોન રણકી રહ્યો હતો. જેને ટ્રેક કરીને વિમાનના કાટમાળ સુધી પહોંચવું શક્ય બન્યું. 
 
  • રવિવારે સવારે મળી પ્લેન લાપતા થયાની ખબર 
  • સવારે દસ વાગ્યે સેનાને કામે લગાવી દેવાઇ 
  • મોડે સુધી નહોતી મળી શકી કોઇ ભાળ 
  • અંધકાર, ગાઢ ધુમ્મસ અને હિમવર્ષાથી મુશ્કેલી 
પડોશી દેશ નેપાળથી રવિવારે સવારે એક પ્લેન લાપતા થવાની ખબર આવી.. સવારે લગભગ દસ વાગ્યે લાપતા વિમાનની શોધમાં પડોશી દેશની સરકારે સેનાને કામે લગાવી દીધી.. પરંતુ મોડે સુધી વિમાન કે પછી વિમાનમાં સવાર યાત્રીઓ અને સ્ટાફની ભાળ મળી શકી ન હતી. સવારથી ચાલી રહેલું રેસ્ક્યૂ ઓપેરશન સાંજે છ વાગ્યે રોકી દેવામાં આવ્યું હતું. જે જગ્યાએ પ્લેન ક્રેશ થયાની આશંકા દર્શાવાઇ હતીત્યાં ગાઢ ધુમ્મસ છવાયેલું હતું. ભારે વરસાદ પણ વરસી રહ્યો હતો. જેને કારણે ઓપરેશનમાં વિલંબ થયો હતો. સાંજે ત્યાં હિમવર્ષા શરૂ થઇ ગઇ હતી. જે બાદ રેસ્ક્યૂ ઓપરેશન અટકાવી દેવું પડ્યું હતું. એક તો અંધકાર, બીજુ ગાઢ ધુમ્મસ ,ત્રીજો હિમ વર્ષાના કારણે આ ઓપરેશનમાં કામે લગાવવામાં આવેલા સૈનિકો અને ખાનગી કંપનીના હેલિકોપ્ટરને પરત બોલાવી લેવામાં આવ્યા હતા. જે બાદ એવું નક્કી થયું કે સવારે હવામાન અનુકુળ થતાજ સર્ચ ઓપરેશન ફરી શરૂ કરવામાં આવશે.. 
  • વિમાનના ઇમરજન્સી લોકેટર ટ્રાન્સમીટરને ટ્રેક કરાયું 
  • બીજી તરફ પાયલોટના મોબાઇલને ટ્રેક  કરવામાં આવ્યો 
  • પાયલોટના ફોનને કોઇ નુકસાન નહોતું પહોંચ્યું 
 
રેસ્કયૂ માટે હેલિકોપ્ટર થકી પહોંચેલા સેનાના જવાનોને વિમાનનો કાટમાળ માનાથલી હિમાલના બેસમાં હોવાની આશંકા હતી. કેટલાક સ્થાનિક લોકોએ પણ તે જ સ્થળે વિમાન ક્રેશ થયાની આશંકા દર્શાવી હતી. જે બાદ સર્ચ ઓપરેશન માટે તમામ ટીમો તે તરફ જ મોકલવામાં આવી. પરંતુ ખરાબ મોસમને કારણે કોઇપણ ટીમ સંભવિત દુર્ઘટનાસ્થળ સુધી પહોંચી શકી ન હતી. એરપોર્ટ ઓથોરિટી ઓફ નેપાલે જણાવ્યું હતું કે બેંગાલુરુના ઇમરજન્સી લોકેટર ટ્રાન્સમીટરના માધ્યમથી એ જાણકારી મળી છેકે લાપતા વિમાન માનાથલી હિમાલની નજીક ખાઇબાંગની આસપાસ જ છે. વિમાનમાં લાગેલા ઇમરજન્સી લોકેટર ટ્રાન્સમીટરને ટ્રેક કરીને વિમાનના સચોટ લોકેશનને જાણવાની કોશીશ કરવામાં આવી. બીજી તરફ લાપતા વિમાનના પાયલોટના મોબાઇલને ટ્રેક કરીને પણ વિમાનને શોધવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને પાયલોટના ફોનને કારણે વિમાનને ટ્રેક કરી શકાયું. 
  • પ્લેનનો કાટમાળ મસ્તાંગમાંથી મળી આવ્યો 
  • માનપથી નજીક લામચે નદી પર ક્રેશ થવાની ઘટના 
  • કેપ્ટન પ્રભાકર ધીમીરે હતા પાયલોટ 
નેપાળના પોખરાથી પ્લેન ગુમ થયાના લગભગ 6 કલાક બાદ પ્લેનનો કાટમાળ મસ્તાંગમાં મળી આવ્યો હતો. નેપાળ સૈન્યના અધિકારીઓએ સ્થાનિકો સાથે વાતચીત બાદ જણાવ્યું હતું કે વિમાન હિમાલયમાં માનપથી નજીક લામચે નદી પર ક્રેશ થયું હતું. સ્થાનિક મીડિયા અહેવાલોથી સામે આવ્યું છે કે પાયલોટના ફોનને કારણે વિમાનને ટ્રેક કરી શકાયું. કેપ્ટન પ્રભાકર ઘીમીરે આ વિમાન ઉડાવી રહ્યા હતા. એરપોર્ટ અધિકારીઓને ટાંકીને મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે પાયલોટનો  ફોન સતત રણકી રહ્યો હતો એટલે કે ફોનને કોઈ નુકસાન થયું ન હતું, જેના કારણે પ્લેનનું લોકેશન જાણી શકાયું હતું.કાઠમંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટના જનરલ મેનેજર પ્રેમ નાથ ઠાકુરે જણાવ્યું હતું કે, "ગુમ થયેલા એરક્રાફ્ટના કેપ્ટન ઘિમીરેનો સેલ ફોન સતત રણકતો હતો અને નેપાળ ટેલિકોમે સંભવિત ક્રેશ એરિયામાં કેપ્ટનના ફોનને ટ્રેક કર્યા પછી ત્યાં નેપાળ આર્મીનું હેલિકોપ્ટર પહોંચી શક્યું હતું. નોંધનીય છે કે વિમાન નેપાળના પર્યટન સ્થળ પોખરાથી જોમસોમ માટે ઉડાન ભર્યા બાદ સવારે પહાડી વિસ્તારમાં ગુમ થઈ ગયું હતું અને બાદમાં તે ક્રેશ થઇ ગયુ હોવાની ખબર સામે આવી હતી. 
  • સ્થળની જાણકારી મળ્યા બાદ પહોંચી રેસ્ક્યૂ ટીમ 
  • આર્મીનું હેલિકોપ્ટર નરશાંગ મઠ નજીક ઉતર્યુ 
દુર્ઘટના સ્થળની જાણ થયા બાદ રેસ્ક્યુ ટીમ ક્રેશ સ્થળ પર પહોંચી. 10 સૈનિકો અને નાગરિક ઉડ્ડયન પ્રાધિકરણના બે કર્મચારીઓ સાથે નેપાળ આર્મીનું હેલિકોપ્ટર નરશાંગ મઠ નજીક નદીના કિનારે ઉતર્યું. જ્યાં સૈન્ય અને પોલીસકર્મીઓએ કામગીરી શરૂ કરી હતી. જે દરમ્યાન પ્લેનનો કાટમાળ મળી આવ્યો હતો. 
Advertisement
Tags :
Advertisement

.