ગુજરાત ATSની ડ્રગ્ઝ પર સર્જીકલ સ્ટ્રાઇક.....
વડોદરા એમડી ડ્રગ્સ નો મામલો હવે રાજ્યના અનેક શહેરો સુધી પહોંચ્યો છે થોડા સમય પહેલા ગુજરાત ATS દ્વારા ભરૂચ, વડોદરા સહિતના શહેરોમાં સ્થાનિક SOG પોલીસને સાથે રાખીને MD ડ્રગ્સની ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં મહેશ ધોરાજી, ગોપાલ વૈષ્ણવ, પિયુષ પટેલ, દિપક વઘાસિયા, દિનેશ ધ્રુવ, રાકેશ મકાણી અને વિજય વસોયા સહિતના 6 આરોપીની MD ડ્રગ મામલે ધરપકડ કરી હતી.ATS દ્વારા તમામ 6 આરોપીની સઘન પૂછપરછ àª
Advertisement
વડોદરા એમડી ડ્રગ્સ નો મામલો હવે રાજ્યના અનેક શહેરો સુધી પહોંચ્યો છે થોડા સમય પહેલા ગુજરાત ATS દ્વારા ભરૂચ, વડોદરા સહિતના શહેરોમાં સ્થાનિક SOG પોલીસને સાથે રાખીને MD ડ્રગ્સની ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં મહેશ ધોરાજી, ગોપાલ વૈષ્ણવ, પિયુષ પટેલ, દિપક વઘાસિયા, દિનેશ ધ્રુવ, રાકેશ મકાણી અને વિજય વસોયા સહિતના 6 આરોપીની MD ડ્રગ મામલે ધરપકડ કરી હતી.
ATS દ્વારા તમામ 6 આરોપીની સઘન પૂછપરછ હાથ ધરી અન્ય કઈ જગ્યા પરથી ડ્રગનો કાળો કારોબાર ચલાવતા હતા કાચો માલ ક્યાંથી આવતો હતો, આમાં કોણ કોણ આવેલું છે, આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈને ATS ટીમ દ્વારા અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ATSને તમામ આરોપીઓ પાસેથી અલગ અલગ કડીઓ હાથ લાગી હતી અને ડ્રગ્સ કનેક્શન ક્યાં ક્યાં સુધી લંબાયું છે. તે દિશામાં તપાસ કરતા ડ્રગ કનેક્શન મોરબી સુધી પણ લંબાયું હોવાનું બહાર આવ્યું છે.
સમગ્ર મામલે ATSની ટીમ દ્વારા પકડાયેલા છ આરોપીના ઘરે ફેક્ટરીએ તેમજ ગોડાઉનને સઘન તપાસ શરૂ કરી ATSના અધિકારીઓની અલગ અલગ ટીમો બનાવી વડોદરા ભરૂચ સુરત મોરબી સહિતની ગોડાઉનમાં પણ દરોડાની કામગીરી હાથ ધરતા અને એક જથ્થો મળી આવ્યો હતો. મહત્વનું છે કે, આ મામલે હાલ પણ રાજસ્થાન અને મુંબઈના ફરાર આરોપીઓની તપાસ કરવામાં આવી રહી છે, કારણ કે પકડાયેલ આરોપીઓ ડ્રગ અન્ય રાજ્યોમાં સપ્લાય કરી હોવાનુ સામે આવ્યું છે. આ મામલે તપાસમાં અન્ય મોટા ખુલાસા સામે આવશે.
આ રીતે ચાલતો હતો કારોબાર
સિન્થેટિક માદક પદાર્થ બનાવતા મહેશ ધોરાજીના કહેવાથી આરોપી દિલીપ વઘાસિયા સહઆરોપી પિયુષ પટેલ પહેલેથી જ પાર્ટનરશીપ કરી ડ્રગનો કાળો કાળો કારોબાર ચલાવતા હોવાનું બહાર આવ્યું મોરબી ખાતેની એક કેમિકલ ફેક્ટરીના માણસો સાથે સંપર્ક કરાવી પિયુષ પટેલ મહેશ ધોરાજી સદર કેમિકલ ફેક્ટરીના ગોડાઉનમાં પેસ્ટીસાઈડ બનાવવાની આડમાં અલપ્રાઝોલમ નામના માદક પદાર્થ બનાવવાનું શરૂ કરેલ હતું. અલપ્રાઝોલમ નામના માદક પદાર્થ બનાવવા માટેની પ્રક્રિયા કુલ સાત સ્ટેજથી હોય છે. જે પૈકી પકડાયેલા આરોપી શરૂઆતના બે સ્ટેજ પ્રક્રિયા પૂર્ણ કરી દીધેલ હતી. જેના પરિણામ સ્વરૂપે ઇન્ટરમિડીયેટ કેમિકલ પાઉડર બે અમોનિયા, પાંચ ક્લોરા બેન્જો ફીનાલ બનાવવા પામેલ છે. જે મોરબી ફેક્ટરીના ગોડાઉનમાં પડેલ હોવાની માહિતી મળતા જ ગુજરાત ATSના અધિકારીઓની ટીમ ગત તારીખ 19ના રોજ મોરબી ખાતે આવેલ સદર કેમિકલ ફેક્ટરીના ગોડાઉનમાં રેડ કરી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. રેડ દરમ્યાન એટીએસની ટીમે ઇન્ટરમિડીયેટ કેમિકલ પાઉડર બે અમોનિયા, પાંચ ક્લોરા બેન્જો ફીનાલનો 1700 કિલોગ્રામ જથ્થો કિ. 34,00,000 રિકવર કરી સિઝ કર્યા અને એફએસએલ ટીમને કેમિકલનું વૈજ્ઞાનિક પૃથકરણ માટે મોકલવામાં આવ્યું છે.
અત્યાર સુધીમાં આરોપી પાસેથી મુજબનો મુદ્દામાલ મળી આવેલ છે.
1. આરોપી મહેશ ઉર્ફે મહેશ ધોરાજી તથા પિયુષભાઇ અશોકભાઇ પટેલના વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સાંકરદા ગામમા આવેલ સ્વસ્તીક સીરામીક કંપાઉન્ડમા આવેલ પ્લોટ નંબર ૧૩ , ગોડાઉન નંબર ૦૧ માથી મેફેડ્રોન ૪૫ ગ્રામ તથા પ્લાસ્ટીકની ૦૫ ટ્રેમાં ચોટેલો મેફેડ્રોન ૩૪ ગ્રામ તથા મેફેડ્રોન તથા અલ્પાઝોલમ ડ્રગ્સ બનાવેલ હતુ તેના વેસ્ટ કેમીકલના ડ્રમ આશરે ૭૦ તથા અન્ય કેમીકલ મળી આવેલ છે .
2. આરોપી મહેશ ઉર્ફે મહેશ ધોરાજીના સુરતના રહેઠાણેથી મેફેડ્રોનના વેચાણ પેટે મળેલ રોકડ નાણા રૂપિયા ૫૦,૦૦,૦૦૦ / - તથા એક કિયા સેલ્ટોસ કાર નંબર GJ - 18 - BN - 3364 કિ.રૂ. ૧૨,૦૦,૦૦૦ / - ની તથા મોબાઇલ ફોન કબ્જે કરેલ છે ,
3. આરોપીઓએ ભરૂચ સાયખા જી.આઇ.ડી.સી. ખાતે વેન્ચર ફાર્માસ્યુટીકલ પ્રા.લી. કંપનીમા આ ગુનામા કબ્જે કરેલ મેફેડ્રોનનો જથ્થો બનાવેલ હતો ત્યાંથી ૦૧ ડ્રમમાંથી આશરે ૧૯૫ કિલો જેટલો મેફેડ્રોન બનાવ્યા બાદનો વેસ્ટ મળી આવેલ છે . જેમાંથી મેફેડ્રોનની હાજર શોધાયેલ છે.
4. આરોપી દિલીપ ઉર્ફે દીપક લાલજીભાઇ વધાસીયા તથા રાકેશ ઉર્ફે રાકો નરસીભાઇ મકાણી તથા વિજય ઉર્ફે વીજો ઓધવજી વસોયાના મકાનમાંથી ત્રણ મોબાઇલ ફોન મળી આવતા કબ્જે કરેલ છે.