Surendranagar : DIG પણ આવ્યા એક્શન મોડમાં, લુખ્ખાતત્વોના મકાનોમાં ચેકિંગ કરી કોમ્બિંગ હાથ ધરાયું
રાજ્યના પોલીસવડાની સૂચનાને પગલે સુરેન્દ્રનગર ડીઆઈજી ડો. ગીરીશકુમાર પંડ્યા પણ એકશન મોડમાં આવ્યા છે.
01:11 PM Mar 19, 2025 IST
|
MIHIR PARMAR
રાજ્યના પોલીસવડાની સૂચનાને પગલે સુરેન્દ્રનગર ડીઆઈજી ડો. ગીરીશકુમાર પંડ્યા પણ એકશન મોડમાં આવ્યા છે. 100 કલાકમાં અસમાજીક તત્વોની યાદીને પગલે છેલ્લા બે દિવસમાં સમગ્ર જીલ્લામાંથી અંદાજે 1000 થી વધુ શખ્સોની યાદી કરી તૈયાર કરવામાં આવી છે. ઇંગ્લિશ દારૂ, વ્યાજખોરી, ખાણ ખનીજ, મિલકત સંબંધી, શરીર સંબંધી, બુટલેગર, ગેરકાયદેસર દબાણ સહિતની અસામાજીક પ્રવૃતિઓ કરતા શખ્સોની યાદી કરી તૈયાર કરવામાં આવી છે.