સુરેન્દ્ર કોલીને 14મી વખત ફાંસીની સજા, ગાઝીયાબાદ CBI કોર્ટનો નિર્ણય, જાણો શું હતો કેસ?
નોઇડાના બહુચર્ચિત નિઠારી કાંડમાં આરોપી સુરેન્દ્ર કોલીને ગાઝીયાબાદની સીબીઆઇ કોર્ટ દ્વારા ફાંસીની સજા આપવામાં આવી છે. યુવતીના અપહરણ બાદ દુષ્કર્મ અને હત્યા કરનારા સુરેન્દ્રને લાંબી સુનવણી પછી કોર્ટે દોષિત માન્યો છે. ઉલ્લેખનીય છે કે આરોપી સુરેન્દ્ર કોલીને પહેલા જ 13 કેસમાં ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. ઘણા વર્ષોથી તે જેલની સજા કાપી રહ્યો છે. ત્યારે આજે 14મી વખત કોર્ટે તેને ફાંસà«
Advertisement

નોઇડાના બહુચર્ચિત નિઠારી કાંડમાં આરોપી સુરેન્દ્ર કોલીને ગાઝીયાબાદની સીબીઆઇ કોર્ટ દ્વારા ફાંસીની સજા આપવામાં આવી છે. યુવતીના અપહરણ બાદ દુષ્કર્મ અને હત્યા કરનારા સુરેન્દ્રને લાંબી સુનવણી પછી કોર્ટે દોષિત માન્યો છે. ઉલ્લેખનીય છે કે આરોપી સુરેન્દ્ર કોલીને પહેલા જ 13 કેસમાં ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. ઘણા વર્ષોથી તે જેલની સજા કાપી રહ્યો છે. ત્યારે આજે 14મી વખત કોર્ટે તેને ફાંસીની સજા આપી છે. તો આ નિઠારી કાંડના બીજા આરોપી મોનિંદર સિંહ પંધેરને પણ દેહ વ્યાપારના કેસમાં દોષિત સાબિત થતા સાત વર્ષની સજા આપવામાં આવી છે.
13 કેસમાં મૃત્યુદંડની સજા, 3માં નિર્દોષ જાહેર
નિઠારી કેસના મુખ્ય આરોપી સુરેન્દ્ર કોલીને 13 કેસમાં પુનમોતની સજા મળી ચૂકી છે, જ્યારે 3 કેસમાં પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી માત્ર એક જ કેસમાં રાષ્ટ્રપતિએ અરજી ફગાવી દીધા બાદ તેને મેરઠમાં ફાંસી આપવાની હતી, પરંતુ વિલંબના કારણે સુપ્રીમ કોર્ટે આ ફાંસી રદ કરી હતી. અન્ય એક કેસમાં હાઈકોર્ટ વતી ફાંસી આપવામાં વિલંબને ધ્યાનમાં રાખીને તેની સજાને આજીવન કેદમાં ફેરવી નાંખી હતી. CBI કોર્ટમાંથી મૃત્યુદંડની સજા બાદ મોટાભાગના કેસ હાલમાં હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે.
શું હતો કેસ?
2006ના વર્ષમાં નિઠારી ગામની કોઠી નંબર ડી-5માંથી 19 બાળકો અને મહિલાઓના હાડપિંજર મળી આવ્યા હતા. સાથે જ મકાન પાસેના નાળામાંથી પણ બાળકોના અવશેષો મળી આવ્યા હતા. ગુમ થયેલી છોકરી પાયલના કારણે નિઠારીની આ ઘટના સામે આવી છે. તે સમયે આ મામલો ખૂબ ચર્ચામાં હતો. અહીંથી માનવ શરીરના અંગોના પેકેટ મળી આવ્યા હતા, તેમજ હાડપિંજર પણ ગટરમાં ફેંકવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. ઉત્તરાખંડનો રહેવાસી સુરેન્દ્ર કોલી ડી-5 કોઠીમાં મોનિન્દર સિંહ પંઢેરનો નોકર હતો. પરિવાર પંજાબ ગયા બાદ બંને કોઠીમાં રહેતા હતા.
અગાઉ પણ ફાંસીનો પ્રયાસ થયો છે
આ પહેલા પણ એકવાર સુરેન્દ્ર કોલીને ફાંસી આપવાની તૈયારીઓથઇ ગઇ હતી. 9 સપ્ટેમ્બર 2014ના રોજ જ્યારે તેને મેરઠ જેલમાં ફાંસી થવાની હતી, ત્યારે મેરઠના ડીએમ દ્વારા સુપ્રીમ કોર્ટનો ફાંસી પર પ્રતિબંધ સાથેનો આદેશ જેલ પ્રશાસનને મળ્યો. તે સમયે પણ કોલીને મેરઠ જેલની ઉચ્ચ સુરક્ષા બેરેકમાં રાખવામાં આવ્યો હતો. ત્યારે પણ તેને ફાંસી આપવાની તમામ તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ હતી.
13 કેસમાં ફાંસીની સજા થઈ છે
કુલ 19 કેસમાંથી 3 કેસ પુરાવાના અભાવે બંધ કરવામાં આવ્યા હતા અને અત્યાર સુધીમાં કુલ 16 કેસમાં ચુકાદો આવ્યો છે. જેમાંથી 13 કેસમાં સુરેન્દ્ર કોલીને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી અને 3 કેસમાં તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. આ સિવાય અન્ય એક ગુનેગાર મોનિન્દર પંઢેરને બે કેસમાં ફાંસીની સજા, 4માં નિર્દોષ અને 1 કેસમાં સાત વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે.