Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પૂરક

બ્રેઈલ લિપિમાં પ્રકાશિત થતાં છાપામાં સુરદાસ વિવેકે એક લગ્ન વિષયક જાહેરાત વાંચી!'જોઈએ છે એક એવું પાત્ર જે ત્રણ વર્ષની દિકરીને પિતા તરીકે સ્વીકારી શકે. માતાની બન્ને કિડનીઓ કેન્સરને કારણે ફેઈલ થવાને આરે છે, અઢી કરોડની સંપત્તિનો અધિકાર દિકરીને પુખ્ત વયે મળશે!'જાહેરાત નીચે આપેલા નંબર પર ફોન કરી વિવેકે એક નવો પ્રસ્તાવ મૂક્યો.બે મહિના બાદ એક-એક આંખ અને કિડની ધરાવતું યુગલ સપ્તપદીની સાà
04:54 AM Aug 01, 2022 IST | Vipul Pandya
બ્રેઈલ લિપિમાં પ્રકાશિત થતાં છાપામાં સુરદાસ વિવેકે એક લગ્ન વિષયક જાહેરાત વાંચી!
'જોઈએ છે એક એવું પાત્ર જે ત્રણ વર્ષની દિકરીને પિતા તરીકે સ્વીકારી શકે. માતાની બન્ને કિડનીઓ કેન્સરને કારણે ફેઈલ થવાને આરે છે, અઢી કરોડની સંપત્તિનો અધિકાર દિકરીને પુખ્ત વયે મળશે!'
જાહેરાત નીચે આપેલા નંબર પર ફોન કરી વિવેકે એક નવો પ્રસ્તાવ મૂક્યો.
બે મહિના બાદ એક-એક આંખ અને કિડની ધરાવતું યુગલ સપ્તપદીની સાક્ષીએ એકબીજાનાં પૂરક બની કેન્સર હોસ્પિટલમાં અઢી કરોડનું દાન આપવા પહોચ્યું.
Tags :
GujaratFirstMicrofictionShortStories
Next Article