Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સ્પાર્કલ એક્ઝિબિશનમાં 1કરોડ સુધીના દાગીના જોવા મળશે

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા તા. 16,17 અને 18 ડિસેમ્બર, 2022 દરમ્યાન પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ, અઠવાલાઇન્સ, અઠવા, સુરત (Surat)ખાતે સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી (Jewelery Exhibition)પ્રદર્શન 2022 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ચેમ્બર દ્વારા આ વખતે બીટુસી ધોરણે એકઝીબીશન યોજાશે.સ્પાર્કલ પà
02:00 PM Dec 14, 2022 IST | Vipul Pandya
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા તા. 16,17 અને 18 ડિસેમ્બર, 2022 દરમ્યાન પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ, અઠવાલાઇન્સ, અઠવા, સુરત (Surat)ખાતે સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી (Jewelery Exhibition)પ્રદર્શન 2022 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ચેમ્બર દ્વારા આ વખતે બીટુસી ધોરણે એકઝીબીશન યોજાશે.
સ્પાર્કલ પ્રદર્શન ગુણવત્તામાં સર્વશ્રેષ્ઠ છે:  હિમાંશુ બોડાવાલા
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, સ્પાર્કલ પ્રદર્શન ગુણવત્તામાં સર્વશ્રેષ્ઠ છે અને વ્યાપારિક સંબંધો વિકસાવવામાં મદદરૂપ થાય છે. આ પ્રદર્શનમાં જ્વેલરી મેન્યુફેકચરર્સ અને ડિઝાઈનર્સ પોતાના વિવિધ ઉત્પાદનો પ્રદર્શિત કરે છે. સુરતમાં ડાયમંડ ટ્રેડીંગ અને જ્વેલરી મેન્યુફેકચરીંગ મોટા પાયા ઉપર થઇ રહયું છે. આથી ડાયમંડ જ્વેલરી મેન્યુફેકચરીંગ હબ તરીકે સુરતમાં વેલ્યુ એડીશનનું કામ થઇ રહયું છે, ત્યારે સ્પાર્કલ પ્રદર્શનને કારણે જ્વેલરી ઉદ્યોગને નવી ઊંચાઇ અને એક નવો આયામ પ્રાપ્ત થશે. જ્વેલરી મેન્યુફેકચરીંગ અને ડિઝાઇનીંગમાં સુરતની કેપેસિટી પણ વધી રહી છે ત્યારે સ્પાર્કલ એકઝીબીશનને હવે સુરત પૂરતું જ સીમિત રાખવામાં આવશે નહીં. સુરતમાં વર્ષોથી સફળ આયોજન બાદ સ્પાર્કલ એકઝીબીશનને અમદાવાદ, રાજકોટ, મુંબઇ, હૈદરાબાદ અને બેંગ્લોર જેવા દેશના મેટ્રો શહેરો સુધી લઇ જવાનો પ્રયાસ ચેમ્બર દ્વારા કરવામાં આવશે.
ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાશે
સ્પાર્કલ એકઝીબીશનનો ઉદ્‌ઘાટન સમારોહ શુક્રવાર, તા. 16 ડિસેમ્બર, 2022 ના રોજ સવારે 10 કલાકે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાશે. જેમાં મુખ્ય મહેમાન તરીકે સુરત શહેરના મેયર હેમાલીબેન બોઘાવાલા અને સુરત મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન પરેશ પટેલ ઉપસ્થિત રહેશે. તદુપરાંત સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવશે. આ ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં અગ્રેસર સુરતની 100 જેટલી મહિલા સાહસિકો પણ ઉદ્‌ઘાટન સમારોહમાં ખાસ હાજરી આપનાર છે.

 જ્વેલર્સ દ્વારા જ્વેલરીમાં આજે જે ટ્રેન્ડ ચાલી રહયો છે 
સુરતના જ્વેલર્સ દ્વારા જ્વેલરીમાં આજે જે ટ્રેન્ડ ચાલી રહયો છે તે આજીવન ગ્રાહકોને પસંદ પડશે તે બાબતને ખાસ ધ્યાનમાં રાખીને બ્રાઇડલ જ્વેલરી બનાવવામાં આવી છે. લગ્નસરા વખતે ભારતીય પરિવારો દ્વારા જીવનમાં એક અથવા બે વખત જ લાઇફ ટાઇમ માટે પારિવારીક ઘરેણું ખરીદવામાં આવે છે. સમયાંતરે બ્રાઇડલ જ્વેલરીની કિંમત વધતી જ જાય છે. આથી ગ્રાહકોની લાગણીઓને ધ્યાને લઇને સોનામાં રિયલ એમરલ્ડ સ્ટોન, રૂબી સ્ટોન, મોતી, પોલકી ડાયમંડ, રોઝ કટ ડાયમંડ અને કલર સ્ટોનનો ઉપયોગ કરીને અલૌકિક ફયુઝન જ્વેલરી બનાવવામાં આવી છે, જે સ્પાર્કલમાં પ્રદર્શિત કરવામાં આવશે.
જ્વેલરી ડિઝાઇનરો પાસે ડિઝાઇન કરવામાં આવી 
સ્પાર્કલમાં પ્રદર્શિત થનાર જ્વેલરી છ મહિનાથી સ્પેશિયલ કારીગરો પાસે તથા જ્વેલરી ડિઝાઇનરો પાસે ડિઝાઇન કરવામાં આવી છે. આ પ્રદર્શનમાં હેરીટેજ જ્વેલરી, એકસકલુઝીવ બ્રાઇડલ કલેકશન, નવાબી કન્સેપ્ટ, ફયુજન જ્વેલરી, પોલકી અનકટ જ્વેલરી, બિકાનરી મીના અને રજવાડી જ્વેલરી, ફેન્સી ડાયમંડ અને એન્ટી ગોલ્ડ જેવી સુરતમાં ડિઝાઇન થતી જ્વેલરી જે ભારતભરમાં વખાણાય છે તેને પ્રદર્શિત કરવામાં આવશે. એકઝીબીશનમાં રૂપિયા 50 હજારથી લઇને રૂપિયા 1 કરોડ સુધી બ્રાઇડલ જ્વેલરી પ્રદર્શિત કરાશે. ગુણવત્તાયુકત અને વિવિધ ડિઝાઇનીંગ સાથેની અલૌકિક જ્વેલરી રિઝનેબલ ભાવે મળી રહેશે.
વિશ્વભરમાં વેચાતા 100 માંથી 90 ડાયમંડ સુરતમાં બને છે
સુરત શહેરને જ્વેલરી હબ બનાવવાનું સપનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જોયું હતું. વિશ્વભરમાં વેચાતા 100 માંથી 90 ડાયમંડ સુરતમાં બને છે અને સુરતના જ્વેલર્સ અવનવી ડિઝાઇન બનાવવા માટે આગવી તૈયારી કરી રહયા છે ત્યારે સુરત વિશ્વનું જ્વેલરી હબ બની શકે છે. આવું એટલા માટે થઇ શકે છે કે સુરત જ્વેલરી ડિઝાઇનીંગ ફેકટર્સમાં પણ આગળ છે.
સંકળાયેલા વેપારીઓ અને ઉદ્યોગકારોએ જે ઉત્સાહ દાખવ્યો છે
દેશના વિવિધ મેટ્રો શહેરોમાંથી રોજના 50થી પણ વધુ ગ્રાહકો સુરતની જ્વેલરી ખરીદવા માટે આવે છે, આથી સુરતના જ્વેલર્સને પ્લેટફોર્મ પૂરુ પાડવાના હેતુથી સ્પાર્કલ ઇન્ટરનેશનલ એકઝીબીશનનું આયોજન કરાયું છે અને તેને રાષ્ટ્રીય જ નહીં પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ લઇ જવાનો ચેમ્બર પ્રયાસ કરી રહયું છે. સ્પાર્કલ એકઝીબીશનને કસ્ટમર ફ્રેન્ડલી એકઝીબીશન બનાવવામાં આવ્યું છે. સ્પાર્કલના આયોજનમાંં શહેરના જ્વેલરી તેમજ હીરા ઉદ્યોગ અને તેની સાથે સંકળાયેલા વેપારીઓ અને ઉદ્યોગકારોએ જે ઉત્સાહ દાખવ્યો છે તે પ્રસંશનીય છે. સ્પાર્કલ પ્રદર્શનમાં ભારતભરમાંથી ૩૦થી વધુ જ્વેલરી બ્રાન્ડ પાર્ટીસિપેટ કરી રહી છે.

સ્પાર્કલમાં 500 જેટલા પરિવારોનું સન્માન કરાશે.
સ્પાર્કલ પ્રદર્શનમાં સુરતના બાયર્સ આવતા જ હોય છે. પરંતુ લગ્નસરા હોવાથી આ વખતે સુરત, નવસારી, બારડોલી અને વાપી વિગેરે દક્ષિણ ગુજરાતમાંથી એનઆરઆઇને એક જ પ્લેટફોર્મ પરથી વિવિધ અવનવી ડિઝાઇનર્સ જ્વેલરી મળી રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. એટલું જ નહીં પણ ચેમ્બર દ્વારા 500 જેટલા પરિવારો કે જેમના ત્યાં આગામી ચાર  છ મહિનામાં લગ્ન થવાના છે તેઓને આઇડેન્ટીફાય કરી તેઓને સ્પાર્કલમાં ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ પરિવારોનું સ્પાર્કલમાં ચેમ્બર દ્વારા સન્માન કરવામાં આવશે. 
આપણ  વાંચો - ઉડીયા ભાષામાં લખેલી એક નાની ચિઠ્ઠીની મદદથી 15 દિવસ પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
1crorejewelryGemsandJeweleryExhibitionGujaratFirstIndoorStadiumSparkleExhibitionSurat
Next Article