Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

હત્યાના ગુનામાં 22 વર્ષથી નાસતા ફરતા આરોપીને સુરત પોલીસે ઝડપી લીધો

સુરતના અલથાણ વિસ્તારમાં આવેલા ખોડિયાર નગરમાં 2002ના વર્ષમાં હત્યા કરાયેલી લાશ નહેરમાંથી મળી આવી હતી..લાશની ઓળક રંજન ગૌડ નામે થઇ હતી.. જે દરમ્યાન પોલીસે તપાસ કરતા તે ગુનામાં આદિકાંત ઉર્ફે અધિકાર પ્રધાનનું નામ સામે આવ્યું હતું..જોકે આરોપી હત્યા કરી ફરાર થઇ જતા 22 વર્ષ સુધી આરોપી ઝડપાયો ન હતો..22 વર્ષથી ફરાર હતો આરોપી ઘટના એવી હતી કે આદિકાંત પ્રધાન તેના મિત્રને મળવા માટે ખોડિયાર નગર અલથા
11:33 AM Jan 29, 2023 IST | Vipul Pandya
સુરતના અલથાણ વિસ્તારમાં આવેલા ખોડિયાર નગરમાં 2002ના વર્ષમાં હત્યા કરાયેલી લાશ નહેરમાંથી મળી આવી હતી..લાશની ઓળક રંજન ગૌડ નામે થઇ હતી.. જે દરમ્યાન પોલીસે તપાસ કરતા તે ગુનામાં આદિકાંત ઉર્ફે અધિકાર પ્રધાનનું નામ સામે આવ્યું હતું..જોકે આરોપી હત્યા કરી ફરાર થઇ જતા 22 વર્ષ સુધી આરોપી ઝડપાયો ન હતો..

22 વર્ષથી ફરાર હતો આરોપી 
ઘટના એવી હતી કે આદિકાંત પ્રધાન તેના મિત્રને મળવા માટે ખોડિયાર નગર અલથાણ ગયો હતો..જોકે ત્યાં સાયકલ ચલાવવા બાબતે તેના મિત્રના પાડોશમાં રહેતા શંકર બહેરા અને રંજન ગૌડ નામના બે વ્યક્તિઓ સાથે ઝગડો થયો હતો..આ ઝગડામાં આદિકાંતે રંજન ગૌડને ગળાના ભાગે ચપ્પુ મારતા તેનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું..જ્યારે શંકર બહેરા ઇજાગ્રસ્ત થયો હતો.. શંકર બહેરાને હોસ્પિટલમાં દાખલ કરાતા તેણે આદિકાંતનું નામ આપી દેતા આદિકાંત પ્રધાન ફરાર થઇ ગયો હતો

છેલ્લા 6 વર્ષથી સુરતમાં રહેવા આવ્યો હતો
હત્યા કર્યા બાદ આદિકાંત પ્રધાન તેમના વતન ગંજામ ભાગી ગયો હતો..જોકે પોલીસ ત્યાં પહોંચે તેની પહેલા આરોપી ત્યાથી પણ જંગલમાં ફરાર થઇ ગયો હતો ..ત્યાર બાદ આરોપી આદિકાંત પ્રધાન ધંધો કરવા આંધ્રપ્રદેશ ,કેરળ વગેરે જગ્યા પર ઓળખ છુપાવી રહેવા લાગ્યો હતો..આ દરમ્યાન પોલીસે તેમના પર 40 હજાર નું ઇનામ રાખ્યું હતું..આરોપી આદિકાંત પ્રધાન છેલ્લા 6 વર્ષથી સુરતમાં રહેવા આવ્યો હતો..જે પોતાની ઓળખ છુપાવી મજૂરી કામ કરતો હતો..આ દરમ્યાન PCB પોલીસને બાતમી મળી હતી..જેથી બાતમી ના આધારે પોલીસે ડીંડોલી વિસ્તારમા ગોવર્ધન નગર ખાતે થી આરોપી આદિકાંત પ્રધાનને ઝડપી પાડી પૂછપરછ કરતા તેણે ગુનો કબુલ્યો હતો. જેથી પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો..
આ પણ વાંચોઃ  ગાંધીધામ સંકુલમાં સનસનાટીભરી રુપિયા 40 લાખની આંગડિયા લુંટની ઘટનાથી પોલીસના પ્રતિષ્ઠા લાગી દાવ પર
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
22yearsaccusedarrestedGujaratFirstMurderSuratpolice
Next Article