Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કોરોના સંકટને લઈ સુરત મનપા એલર્ટ,હોસ્પીટલ થી લઇ બેઠકોના દોર શરૂ

ચીન, અમેરિકા, દક્ષિણ કોરિયા તથા યુરોપના કેટલાક દેશોમાં કોરોના સંક્રમણમાં અચાનક જ વધારો થતા કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને સતર્ક રહેવા સૂચના (Surat)આપી છે.આ સંદર્ભમાં સુરત મહાનગર પાલિકાનું (SMC)આરોગ્ય વિભાગ કામે લાગી ગયું છે.પાલિકાના અધિકારીઓની (Officers meeting)બેઠક નો દોર શરૂ થયા છે.કોરોનાના સંકટને લઈ સુરત મનપા એલર્ટસરકારની સૂચના બાદ સુરત મહાનગર પાલિકા દ્વારા સુરતના અલગ અલગ ઝોન માં 50-50બેડની ચાર
11:09 AM Dec 22, 2022 IST | Vipul Pandya
ચીન, અમેરિકા, દક્ષિણ કોરિયા તથા યુરોપના કેટલાક દેશોમાં કોરોના સંક્રમણમાં અચાનક જ વધારો થતા કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને સતર્ક રહેવા સૂચના (Surat)આપી છે.આ સંદર્ભમાં સુરત મહાનગર પાલિકાનું (SMC)આરોગ્ય વિભાગ કામે લાગી ગયું છે.પાલિકાના અધિકારીઓની (Officers meeting)બેઠક નો દોર શરૂ થયા છે.
કોરોનાના સંકટને લઈ સુરત મનપા એલર્ટ
સરકારની સૂચના બાદ સુરત મહાનગર પાલિકા દ્વારા સુરતના અલગ અલગ ઝોન માં 50-50બેડની ચાર હોસ્પિટલ શરૂ કરી તાત્કાલિક ઓકસીજન.વેન્ટિલેટર સહિતની કામગીરી કરવામાં આવી હતી.સાથે જ હોસ્પિટલમાં ઓકસીજન બેડ સુવિધા સહિતની તૈયારી રખાઈ,અડાજણ પાલ,વેસુ, પાંડેસરા ખાતે હોસ્પિટલ તૈયાર કરાઈ છે તબીબોની ટીમ દવા ઓથી લઇ જરૂરિયાતની તમામ વસ્તુઓની પાલિકા તંત્ર દ્વારા વ્યવસ્થા કરાઈ છે.


દરેક ઝોનમાં રેપિડ રિસ્પોન્સ ટીમ કાર્યરત કરવામાં આવી છે
સરકાર દ્વારા કોરોના પોઝિટિવ દર્દીના જીનોમ સિક્વન્સિંગ કરવા સૂચના આપવામાં આવી છે. શરદી, ખાંસી તાવ સહિતના કોરોનાના શંકાસ્પદ લક્ષણ ધરાવતા દર્દીઓના કોરોના ટેસ્ટ કરવા પાલિકાના આરોગ્ય કેન્દ્રના તબીબોને તાકીદ કરાઇ છે. દરેક ઝોનમાં રેપિડ રિસ્પોન્સ ટીમ કાર્યરત કરવામાં આવી છે.રાંદેર ઝોનમાં કોરોના ટેસ્તિંગ માટે દર્દીઓ પણ આવતા જોવા મળ્યા હતા.
કોરોના પોઝિટિવ દર્દી મળી આવે તેના કોન્ટેક્ટ ટ્રેસિંગની કામગીરી કરવામાં આવશે. કોરોના સંક્રમણ વધે તેવા સંજોગોમાં ઓક્સિજનની ઉપલબ્ધી સહિતની બાબતોની ચકાસણી હાથ ધરવામાં આવી છે. ભવિષ્યમાં જરૂરિયાત ઊભી થઇ તો ધન્વંતરી રથ સહિતની કામગીરી હાથ ધરવા પાલિકા સજ્જ બની છે. કોરોના સંક્રમણના બે વર્ષના અનુભવના આધારે કેસ વધે તો તેને પહોંચી વળવા માટે પાલિકાએ રૂપરેખા તૈયાર રાખી છે.
50-50 બેડ ની ચાર હોસ્પીટલ તૈયાર કરાઈ
સુરતમાં 50 લાખમાંથી માત્ર 8 લાખ લોકોએ જ બુસ્ટર ડોઝ લીધા હોવાનું સામે આવ્યું છે,પોઝિટિવ કેસ આવે તો સેમ્પલને જીનોમ સીકવન્સમાં મોકલવા સૂચના અપાય છે સાથે જ નાગરિકોને પણ નવા વેરીએન્ટ સામે તકેદારી રાખવા અપીલ કરાય છે.પાલીકાના હેલ્થ સેન્ટર પર કોરોના ટેસ્ટિંગ ની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે હાલ શહેરમાં એક પણ કોરોના નો કેસ નથી.પંરતુ 32 લાખ લોકો ને પ્રીકોસન ડોઝ લેવાના બાકી છે,હાલ પ્રીકોસન ડોઝ માટે પણ કોઈ ચાર્જ વસૂલાતો નથી,
Tags :
CoronacrisisDepartmentOfHealthGujaratFirstOfficersmeetingSMCSurat
Next Article