Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સુરત ક્રાઇમબ્રાંચે ઓરિસ્સા પહોંચી, પથ્થરમારાનો સામનો કરી, સુરતમાં ગાંજો સપ્લાય કરતા બે આરોપીઓને દબોચી લીધા

સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઓરિસ્સાના ગંજામ જિલ્લામાં દિલધડક ઓપરેશન કરીને ગાંજો સપ્લાય કરતા બે આરોપીઓની ધરપકડ કરી સુરત ખાતે લઈ જવામાં આવ્યા છે. સુરત પોલીસ ઉપર ઓરિસ્સાના ગંજામમાં પથ્થરમારો થયો હોવા છતાં પોલીસે બહાદુરીપૂર્વક આ મિશન પાર પાડ્યુ હતું. ઓરિસ્સાથી ગુજરાતમાં ગાંજો સપ્લાય કરતા હતા બંને શાતિર આરોપીઓ ગુજરાતના સુરત શહેરમાં ગાંજો સપ્લાય કરવાનું કામ કરે છે.ઓરિસ્સાàª
11:34 AM Jan 26, 2023 IST | Vipul Pandya
સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઓરિસ્સાના ગંજામ જિલ્લામાં દિલધડક ઓપરેશન કરીને ગાંજો સપ્લાય કરતા બે આરોપીઓની ધરપકડ કરી સુરત ખાતે લઈ જવામાં આવ્યા છે. સુરત પોલીસ ઉપર ઓરિસ્સાના ગંજામમાં પથ્થરમારો થયો હોવા છતાં પોલીસે બહાદુરીપૂર્વક આ મિશન પાર પાડ્યુ હતું. 

ઓરિસ્સાથી ગુજરાતમાં ગાંજો સપ્લાય કરતા હતા 
બંને શાતિર આરોપીઓ ગુજરાતના સુરત શહેરમાં ગાંજો સપ્લાય કરવાનું કામ કરે છે.ઓરિસ્સાના ગંજામ શહેરથી તેઓ ગાંજો મોકલાવતા હતા.ગાંજો ટ્રેન અને  ટ્રાન્સપોર્ટના અન્ય માધ્યમ મારફતે મોકલવવામાં આવતો હતો... ગાંજો ગુજરાત આવ્યા પછી જો ઝડપાઈ જાય તો પણ આ બંને શાતિર આરોપીઓના નામ ગાંજો લઈને આવનાર બોલતા નહોતા... પરંતુ આખરે પોલીસ ઉંડી તપાસ કરી આ બન્ને આરોપીઓ સુધી પહોંચી ગઇ 
બન્ને આરોપીઓ જે ઘરમાં છુપાયા હતા તેની બાતમી મળી હતી 
ક્રાઈમ બ્રાન્ચની ટીમ બંને આરોપીને ઝડપી પાડવા માટે ઓરિસ્સાના ગંજામ પહોંચી હતી.ગંજામમાં આ બંને આરોપીઓ જે ઘરમાં છુપાયા હતા તેની માહિતી પણ પોલીસને મળી હતી.જેના આધારે ક્રાઇમ બ્રાંચની ટીમ સ્થાનિક પોલીસની મદદથી આરોપીઓ સુધી પહોંચી હતી... પોલીસે ગંજામથી ચિત્રા ઉર્ફે ચિત્રસેન વૃંદાવન પરીડા અને ગુડ્ડી વૃંદાવન પરીડાની ધરપકડ કરી.આરોપીઓની ધરપકડ કરતાની સાથે ગામ લોકો ભેગા થયા અને પોલીસ ઉપર પથ્થરમારો કરવાનો શરૂ કરી દીધો.જો કે પોલીસ સમય સૂચકતા વાપરીને તુરત જ ત્યાંથી આરોપીઓને લઈ રવાના થઈ ગઇ હતી.
બન્ને આરોપીઓ પર ઇનામ જાહેર કરાયું હતું 
સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમ પોતાનો જીવ બચાવી આરોપીને લઈને સુરત આવી પહોંચી હતી.  આ બંને આરોપીઓ ઉપર પોલીસ દ્વારા ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.આરોપી ચિત્રા ઉર્ફે ચિત્રસેન પર 20 હજાર અને ગુડ્ડી ઉપર 10 હજારનું ઈનામ હતું. બંને આરોપીઓના નામ પુણા ગામમાં 51 કિલો, કતારગામ પોલીસ સ્ટેશનમાં 49 કિલો અને ઓલપાડ પોલીસ સ્ટેશનમાં 600 કિલો ગાંજાનો જથ્થો સપ્લાય કરવામાં  ખુલ્યા હતા. આ ઉપરાંત બંને આરોપીઓ વિરૂદ્ધ ભુવનેશ્વર એસટીએફ દ્વારા 1 હજાર કિલો ગાંજાનો ગુનો દાખલ કરાયો છે.
આ પણ વાંચોઃ  અમદાવાદ શહેર પોલીસ નાના-છૂટક વેપારીઓને લોન અપાવવામાં કરશે સહાય, 3 દિવસનો કાર્યક્રમ યોજાશે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
GanjaGujaratFirstnabsorissastonepeltingSuratsuratCrimeBranchTwoAccused
Next Article