Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરત ક્રાઇમ બ્રાંચે ચીટિંગના ગુનામાં 8 મહિનાથી વોન્ટેડ આરોપીને ઝડપી લીધો

સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે સુરતના ઉધના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચીટિંગના ગુનામાં છેલ્લા 8 મહિનાથી વોન્ટેડ આરોપીને બાતમીના આધારે સલાબતપુરા નજીકથી ઝડપી પાડ્યો છે. સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસને સુરત પોલીસ કમિશનર તરફથી ભાગતા ફરતા આરોપીઓને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવા જણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ભાગતા ફરતા
સુરત ક્રાઇમ બ્રાંચે ચીટિંગના ગુનામાં 8 મહિનાથી વોન્ટેડ આરોપીને ઝડપી લીધો
સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે સુરતના ઉધના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચીટિંગના ગુનામાં છેલ્લા 8 મહિનાથી વોન્ટેડ આરોપીને બાતમીના આધારે સલાબતપુરા નજીકથી ઝડપી પાડ્યો છે. 
સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસને સુરત પોલીસ કમિશનર તરફથી ભાગતા ફરતા આરોપીઓને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવા જણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ભાગતા ફરતા આરોપીઓ સામે તવાઈ બોલાવવામાં આવી છે. ત્યારે ઉધના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કાપડ ચેટિંગના ગુનામાં છેલ્લા 8 મહિનાથી ભાગતા ફરતા મુખ્ય વોન્ટેડ આરોપીને સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા પાંચમી ના આધારે ઝડપી પાડવામાં આવ્યો છે. 
ક્રાઈમ બ્રાન્ચ પોલીસના માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે, ઉધના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચીટીંગના ગુનામાં 8 મહિનાથી ભાગતો ફરતો વોન્ટેડ આરોપી રામેશ્વર સોની સલાબતપુરા ખાંગડશેરી નજીકથી પસાર થવાનો છે. ત્યારે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી આ જગ્યા પરથી આરોપીને પકડી પાડ્યો છે અને આરોપીને ઉધના પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. 
આરોપીએ પોલીસની પૂછપરછમાં કબુલાત કરી હતી કે, તેને પોતાના સાગરીત શિવરાજ, ગોપાલ અને દિપક સાથે મળીને રીંગરોડમાં મહાવીર માર્કેટમાં સાવન ક્રિએશન નામની કાપડની દુકાન ચાલુ કરી હતી. ફેબ્રુઆરી 2022થી મે 2022 દરમિયાન સુરતના ભાઠેના વિસ્તારમાં શિવમ સોસાયટી ખાતે આવેલ યોગેશ્વર ફેબ નામથી કાપડનું કારખાનું ચલાવતા વેપારી અશ્વિન પટેલ પાસેથી ગ્રે કાપડનો જથ્થો ખરીદ્યો હતો. 
આરોપીએ શરૂઆતમાં પેમેન્ટ સમયસર કર્યું હતું ત્યારબાદ 4,720 જેટલી સાડીઓ કે જેની કિંમત 19,84,560 થવા પામે છે.સાડી મંગાવી ફરિયાદીને પેમેન્ટ ન કરી આરોપી દુકાન બંધ કરી ભાગી ગયા હતા અને સમગ્ર મામલે ઉધના પોલીસ સ્ટેશનમાં ચીટીંગનો ગુનો દાખલ થયો હતો. તો આ આરોપી વર્ષ 2017માં પણ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ચીટીંગના ગુનામાં પકડાઈ ચૂક્યો છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.